Asia Cup 2023: પાકિસ્તાનના હાઈબ્રિડ મોડલને બોર્ડે ફગાવી દેતા એશિયા કપ નહીં યોજાઈ- સૂત્ર
પાકિસ્તાને એશિયા કપના આયોજન માટે હાઇબ્રિડ મોડલનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને દરેક એશિયન ક્રિકેટ કાઉન્સિલે ફગાવી દીધો હતો જે બાદ હવે એશિયા કપના આયોજનને લઈ મોટો પ્રશ્ન ઊભો થયો છે કે હવે આ ટુર્નામેન્ટ યોજાશે કે નહીં? અને જો રમાશે તો શું પાકિસ્તાન તેમાં ભાગ લેશે?
એશિયા કપ (Asia Cup 2023) પર આયોજન પર હવે સંકટના વાદળો ઘેરાઈ ગયા છે. અહેવાલો અનુસાર, આ વર્ષે સપ્ટેમ્બરમાં એશિયા કપનું આયોજન કરવું હવે અશક્ય છે કારણ કે પાકિસ્તાનના હાઇબ્રિડ મોડલને નકારી દેવામાં આવ્યું છે. પાકિસ્તાને એશિયા કપના આયોજન માટે હાઇબ્રિડ મોડલ આપ્યું હતું, જેને એશિયન ક્રિકેટ કાઉન્સિલના અન્ય તમામ સભ્યોએ ફગાવી દીધું છે. આ મોડલને રિજેક્ટ થતાં જ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન એશિયા કપ નહીં રમે.
હવે સવાલ એ છે કે જો પાકિસ્તાન એશિયા કપ નહીં રમે તો તેનું શું નુકસાન થશે? એશિયા કપમાં પાકિસ્તાનની ગેરહાજરીથી બ્રોડકાસ્ટર્સને ઘણું નુકસાન થઈ શકે છે. ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયા કપની સૌથી મોટી મેચ માનવામાં આવે છે. દુનિયાની નજર આ મેચ પર છે. આ મેચમાં Advertisement Money (જાહેરખબરની રકમ) પણ ડબલ થઈ જાય છે. સ્વાભાવિક છે જો ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર નહીં થાય તો બ્રોડકાસ્ટર્સ આ ટુર્નામેન્ટમાંથી ખસી શકે છે.
Afghanistan, Sri Lanka and Bangladesh have rejected the Hybrid Model of Pakistan for Asia Cup 2023. (Reported by PTI). pic.twitter.com/ZnnTqFAJYg
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 6, 2023
પાકિસ્તાનનું હાઇબ્રિડ મોડલ શું હતું?
હવે અમે તમને જણાવીએ કે પાકિસ્તાનનું હાઇબ્રિડ મોડલ શું હતું? PCBના પ્રસ્તાવિત હાઇબ્રિડ મોડલ મુજબ, પાકિસ્તાન એશિયા કપની 3 કે 4 મેચો પોતાના દેશમાં યોજવાનું હતું અને ભારતની મેચો પાકિસ્તાનને બદલે અન્ય દેશમાં રમશે. પરંતુ BCCI આ માટે તૈયાર ન હતું અને શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને પણ વિશ્વના સૌથી શક્તિશાળી ક્રિકેટ બોર્ડને સમર્થન આપ્યું છે. PTIના સમાચાર મુજબ હવે આ ટૂર્નામેન્ટના આયોજન પર લટકતી તલવાર છે. જો કે, પાકિસ્તાન પાસે બે વિકલ્પ છે કે કાં તો તે આ ટૂર્નામેન્ટની યજમાની છોડી દે અથવા તો તે ટૂર્નામેન્ટમાંથી જ ખસી જાય.
Major countries reject PCB’s hybrid model proposal for Asia Cup 2023
Checkout here:#AsiaCup2023 #NajamSethi #cricketnews #PCB #indiancricket #pakistancricket https://t.co/RSqFAH4wid
— BetHive (@bethiveonline) June 6, 2023
આ પણ વાંચોઃ WTC Final: ફાસ્ટ બોલર સ્કોટ બોલેન્ડનો ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઇલેવનમાં સમાવેશ, પેટ કમિન્સે કરી જાહેરાત
BCCI ચાર દેશોની ODI શ્રેણીનું આયોજન કરશે?
એવા અહેવાલો પણ છે કે એશિયા કપ રદ્દ થવાની સ્થિતિમાં BCCI ચાર દેશોની વનડે શ્રેણીનું આયોજન કરી શકે છે. આ શ્રેણીમાં બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા અને ભારત રમશે. આ સિરીઝ 50 ઓવરની હશે અને આ ODI વર્લ્ડ કપની તૈયારી કરવાની સારી તક હશે. બીજી તરફ પાકિસ્તાન શું કરે છે તે જોવાનું રહેશે. કારણ કે જો એશિયા કપ નહીં થાય તો પાકિસ્તાનની ટીમ ભારતમાં યોજાનાર વર્લ્ડ કપનો પણ બહિષ્કાર કરી શકે છે. PCB અગાઉ પણ આવી ધમકીઓ આપી ચૂક્યું છે.
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો