પાકિસ્તાન નહીં શ્રીલંકામાં રમાઈ શકે છે Asia Cup 2023, આ મહિનાના અંતે થઈ શકે છે જાહેરાત
Asia Cup 2023 News : આ તરફ એશિયા કપ 2023ના વેન્યૂને લઈને ખેચતાણ જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર, એશિયા કપની 2023 શ્રીલંકામાં થવાની સંભાવના છે. કારણ કે ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવા માંગતી નથી.
ક્રિકેટપ્રેમીઓ માટે વર્ષ 2023 ખુબ રોમાંચક બન્યુ છે. એક તરફ આઈપીએલની 16મી સિઝનમાં ધમાકેદાર મેચો જોવા મળી રહી છે. તો બીજી તરફ વનડે વર્લ્ડ કપની ક્લોવિફાયર મેચનો રોમાંચ જોવા મળી રહ્યો છે. અને આ તરફ એશિયા કપ 2023ના વેન્યૂને લઈને ખેચતાણ જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર, એશિયા કપની 2023 શ્રીલંકામાં થવાની સંભાવના છે. કારણ કે ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવા માંગતી નથી.
મીડિયા રિપોર્ટસ અનુસાર, યુનાઇટેડ આરબ અમીરાત (UAE)માં આ ટૂર્નામેન્ટ રમાવાની શક્યતા ઓછી છે. કારણ કે મધ્ય પૂર્વમાં સપ્ટેમ્બર દરમિયાન અહીં ભયંકર તાપમાન જોવા મળે છે, અને ભૂતકાળમાં પણ પરિસ્થિતિઓ ખેલાડીઓમાં સારી રહી ન હતી. એશિયા કપ 2018 અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની દોઢ સીઝન ભૂતકાળમાં આ જ સમય દરમિયાન UAE દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી. પણ પરિણામો આશાવાદી રહ્યા ન હતા.
આ મહિનાના અંતે જાહેર થઈ શકે છે શેડયૂલ
મીડિયા રિપોર્ટ અનુસાર, એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) દ્વારા અંતિમ નિર્ણય મે 2023ના અંત સુધીમાં જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે. યુએઈ અને શ્રીલંકા ઉપરાંત, ઓમાન સંભવિત રીતે ટૂર્નામેન્ટની યજમાની કરવા અંગે ચર્ચા થઈ હતી. પણ અંતે શ્રીલંકામાં જ એશિયા કપ યોજાઈ શકે છે.
જો ટૂર્નામેન્ટ શ્રીલંકામાં રમાશે તો પાકિસ્તાન એશિયા કપ 2023નો બહિષ્કાર કરી શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એશિયા કપની યજમાનીને લગતા અસ્થિર મુદ્દા પર પહેલેથી જ નારાજગી વ્યક્ત કરી ચૂક્યું છે.જો શ્રીલંકા ટુર્નામેન્ટની યજમાની કરશે તો મેચો દાંબુલા અને પલ્લેકેલેમાં રમાય તેવી શક્યતા છે. જ્યારે રાજધાની કોલંબો આર પ્રેમદાસા સ્ટેડિયમમાં પણ મેચ રમાઈ શકે છે. ત્યાં સપ્ટેમ્બરમાં વરસાદને કારણે મેચો વિક્ષેપિત થવાનું જોખમ છે.
ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન એશિયા કપમાં ભાગ લેનાર કન્ફર્મ છે. તાજેતરમાં એસીસીનો પ્રીમિયર કપ જીત્યા બાદ નેપાળ પોતાનો પ્રથમ એશિયા કપ રમશે.
એશિયા કપ 2023નું ફોર્મેટ કેવું હશે ?
- ટુર્નામેન્ટના ફોર્મેટ હેઠળ આ વખતે પણ 6 ટીમો ભાગ લેશે, જેને 3-3ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે.
- ભારત અને પાકિસ્તાન ફરી એકસાથે એક ગ્રુપમાં છે
- બીજા ગ્રુપમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન છે.
- બંને ગ્રુપમાંથી 2-2 ટીમો સુપર-4 રાઉન્ડમાં પહોંચશે, જ્યાં તમામ ટીમો એકબીજા સાથે ટકરાશે.
- ત્યારબાદ બે ટીમો ફાઇનલમાં પહોંચશે. એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 3 મેચો થઈ શકે છે.
- ટૂર્નામેન્ટમાં કુલ 13 મેચો રમાશે, જેમાં ઓછામાં ઓછી 5 મેચો (તમામ ભારતની) પાકિસ્તાનની બહાર રમાશે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…