AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final: ફાસ્ટ બોલર સ્કોટ બોલેન્ડનો ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઇલેવનમાં સમાવેશ, પેટ કમિન્સે કરી જાહેરાત

ઝડપી બોલર સ્કોટ બોલેન્ડ ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. કેપ્ટન પેટ કમિન્સે તેના નામની મહોર મારી છે. આ સાથે માઈકલ નીસરની રમવાની શક્યતાઓ સમાપ્ત થઈ ગઈ છે.

WTC Final: ફાસ્ટ બોલર સ્કોટ બોલેન્ડનો ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઇલેવનમાં સમાવેશ, પેટ કમિન્સે કરી જાહેરાત
Scott Boland
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2023 | 1:53 PM
Share

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ શરૂ થવામાં હવે એક જ દિવસનો સમય બાકી છે ત્યારે ફાઈનલ મેચના એક દિવસ પહેલા જ ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્લેઈંગ ઈલેવનને લઈને મોટી જાહેરાત કરી દીધી છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે ફાસ્ટ બોલર સ્કોટ બોલેન્ડને ટીમના પ્લેઈંગ 11માં સામેલ કરવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા સામે ઓસ્ટ્રેલિયાનો પેસ એટેક કેવો હશે એ પ્રશ્નનો પણ જવાબ મળી ગયો છે.

WTC ફાઈનલમાંથી જોશ હેઝલવુડનું બહાર થવું ઓસ્ટ્રેલિયા માટે મોટો ઝટકો હતો. જે બાદ માઈકલ નીઝરનો ઓસ્ટ્રેલિયાની ટીમમાં હેઝલવુડના સ્થાને સમાવેશ કરવામાં આવ્યો હતો. એવું પણ માનવામાં આવતું હતું કે નીસર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં રમી શકે છે. પરંતુ મેચ શરૂ થવાના એક દિવસ પહેલા જ કેપ્ટન કમિન્સે સ્પષ્ટ કર્યું હતું કે માઈકલ નીઝર નહીં પરંતુ સ્કોટ બોલેન્ડને પ્લેઈંગ ઈલેવનમાં ત્રીજા ફાસ્ટ બોલર તરીકે પ્લેનગ 11માં સ્થાન મળશે.

સ્કોટ બોલેન્ડની ટેસ્ટ કારકિર્દી

સ્કોટ બોલેન્ડ ઓસ્ટ્રેલિયા માટે અત્યાર સુધીમાં કુલ 7 ટેસ્ટ રમી ચૂક્યો છે, જેમાં તેણે 13.42ની એવરેજથી 28 વિકેટ ઝડપી છે. બોલેન્ડનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ટેસ્ટની એક ઇનિંગમાં 7 રન આપી 6 વિકેટ લેવાનું રહ્યું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ ઇંગ્લેન્ડમાં સ્કોટ બોલેન્ડની પ્રથમ ટેસ્ટ હશે.

આ પણ વાંચોઃ Virat Kohli: વિરાટ કોહલી કેમ સફેદ શૂઝ પહેરીને જ મેદાનમાં ઉતરે છે? જાતે ખોલ્યુ રાઝ

ઓસ્ટ્રેલિયન ટીમની પ્લેઈંગ 11 લગભગ નક્કી

ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્કોટ બોલેન્ડની પસંદગી બાદ હવે તેમના પેસ એટેક અને પ્લેઈંગ 11ની તસવીર પણ લગભગ સ્પષ્ટ થઈ ગઈ છે. સ્કોટ બોલેન્ડ ઉપરાંત કેપ્ટન પેટ કમિન્સ અને મિશેલ સ્ટાર્ક બીજા ફાસ્ટ બોલર તરીકે ફાઇનલમાં રમતો જોવા મળશે, જ્યારે કેમેરોન ગ્રીન ઓલરાઉન્ડર તરીકે ટીમમાં હાજર રહેશે. ટીમમાં સ્પિનર ​​તરીકે એકમાત્ર નાથન લિયોન જોવા મળશે. મતલબ ઓસ્ટ્રેલિયા 3 ફાસ્ટ બોલર, એક ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર અને 1 સ્પિનર ​​સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમવા ઉતરશે.

ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન:

ડેવિડ વોર્નર, ઉસ્માના ખ્વાજા, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ટ્રેવિસ હેડ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, સ્કોટ બોલેન્ડ, નાથન લિયોન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">