T20 World Cup: વિરાટ કોહલી સામે પણ પાકિસ્તાન ‘લાચાર’, T20 વિશ્વકપ હજુ સુધી એકેય વાર વિકેટ ઝડપવાનો ‘મોકો’ નથી મળ્યો

ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં વિરાટ કોહલી (Virat Kohli) એ પાકિસ્તાનનો 6 વાર સામનો કર્યો છે. જેમાં તેણે 84.66 ની સરેરાશ થી 254 રન કર્યા છે.

T20 World Cup: વિરાટ કોહલી સામે પણ પાકિસ્તાન 'લાચાર', T20 વિશ્વકપ હજુ સુધી એકેય વાર વિકેટ ઝડપવાનો 'મોકો' નથી મળ્યો
Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 8:56 PM

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે મેચ હોય અને એમાંય ટી20 વિશ્વકપ (T20 World Cup) માં એટલે તેના વોલ્ટેજ હાઇ હોય. આવી સ્થિતીમાં વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્મા (Rohit Sharma) સહિતના મહત્વના ખેલાડીઓના પ્રદર્શનને લઇને સતત નજર રહેતી હોય છે. સાથએ જ હરીફ ટીમ ના બાબર આઝમ (Babar Azam) પર પણ નજર રહેતી હોય છે. જેમ ભારત સામે પાકિસ્તાન ક્યારેય વિશ્વકપમાં જીત નથી મેળવી શક્યુ એમ, વિરાટ કોહલીને પણ આઉટ નહી કરી શકવાનો વસવસો પાકિસ્તાનને છે.

પાકિસ્તાન સામે વિરાટ કોહલી અત્યાર સુધીમાં 3 વાર ટી20 વિશ્વકપમાં મેદાને ઉતરી ચૂક્યો છે. જોકે તે તમામ વખત કોહલી અણનમ રહ્યો છે. આમ પાકિસ્તાન સામે ભારત ટી20 વિશ્વકપની તમામ ટક્કરમાં વિજેતા છે, તો ભારતીય ટીમનો કેપ્ટન કોહલી પણ અણનમ રહેવાનો પાકિસ્તાન સામે રેકોર્ડ ધરાવે છે. કોહલીની અણનમ રમતે ભારતીય ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

વર્ષ 2012 ના ટી20 વિશ્વકપમાં વિરાટ કોહલીએ પ્રથમ વાર પાકિસ્તાનનો સામનો કર્યો હતો. શ્રીલંકામાં રમાયેલી તે મેચમાં કોહલીએ પાકિસ્તાન સામે અર્ધશતક લગાવ્યુ હતુ. 78 રનની અણનમ ઇનીંગ રમીને કોહલીએ ભારતને પાકિસ્તાન સામે શાનદાર જીત અપાવી હતી. ભારતે કોલંબોમાં રમાયેલી તે મેચને 17મી ઓવરમાં 8 વિકેટ થી જીતી હતી. કોહલીએ એ મેચમાં 3 ઓવર બોલીંગ કરીને 1 વિકેટ ઓપનર હાફિઝને ક્લિન બોલ્ડ કરીને મેળવી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વર્ષ 2014 માં બાંગ્લાદેશના ઢાકામાં પાકિસ્તાન સામેની મેચમાં પણ કોહલીએ અણનમ 36 નોંધાવ્યા હતા. જે મેચને ભારતે 7 વિકેટ થી જીતી લીધી હતી. ત્યાર બાદ 2016માં કોલકાતામાં વિરાટ કોહલી એ પાકિસ્તાન સામે સામનો કર્યો હતો. જેમાં કોહલીએ 55 રનની શાનદાર ઇનીંગ રમી હતી. તે મેચને પણ દર વખતની જેમ ભારતીય ટીમે જીતી લીધી હતી. તે મેચ 6 વિકેટે ભારતે જીતી હતી.

વિરાટ કોહલીનુ પાકિસ્તાન સામે પ્રદર્શન

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હોવાને લઇને કોહલીના પાકિસ્તાન સામેના પ્રદર્શનને જોવુ પણ જરુરી છે. કોહલીનો પાકિસ્તાન સામેનો રેકોર્ડ જોવામાં આવે તો, તેણે અત્યાર સુધીમાં છ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ પાકિસ્તાન સામે રમી છે. જેમાં તેણે 84.66 ની સરેરાશ થી 254 રન કર્યા છે. જ્યારે બીજી તરફ બાબર આઝમ પ્રથમ વાર જ ભારતીય ટીમ સામે ટી20 ક્રિકેટમાં મેદાને ઉતરશે.

આ પણ વાંચોઃ IND vs PAK, T20 World Cup 2021: પાકિસ્તાનના પ્રેકટીશ એરીયામાં ધોની ! હરિફ ટીમનો આ ખેલાડી મળવા થયો બેતાબ, જુઓ Video

આ પણ વાંચોઃ T20 World Cup 2021: સુપર 12 ના ‘ગૃપ ઓફ ડેથ’ માં ફસાઇ આ 6 ટીમો, કેવી રહેશે ટીમ ઇન્ડિયાની સ્થિતી, જાણો

g clip-path="url(#clip0_868_265)">