PAK vs AUS: પેટ કમિન્સને પાકિસ્તાન ઇજા, બીજી ટેસ્ટ રમવા પર આશંકા! ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વાતને નકારી
કાંગારુ ટીમના કેપ્ટનને પ્રેક્ટિસ દરમિયાન હેમસ્ટ્રિંગ ઈજા થઈ હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો, રીપોર્ટના દાવા મુજબ તે ફિઝિયોથેરાપિસ્ટની મદદથી મેદાનની બહાર જતો જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયન કેપ્ટનને હેમસ્ટ્રિંગ (Hamstring Injury) માં પહોંચી છે.
ઓસ્ટ્રેલિયાના સુકાની પેટ કમિન્સ (Pat Cummins) માટે પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટમાં રમવાને લઇને ઇજાના સમાચારથી આશંકા વર્તાવા લાગી હતી. કાંગારુ ટીમના કેપ્ટનને પ્રેક્ટિસ દરમિયાન હેમસ્ટ્રિંગ ઈજા થઈ હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો, રીપોર્ટના દાવા મુજબ તે ફિઝિયોથેરાપિસ્ટની મદદથી મેદાનની બહાર જતો જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયન કેપ્ટનને હેમસ્ટ્રિંગ (Hamstring Injury) માં પહોંચી છે. પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટના બે દિવસ પહેલા કમિન્સની આ ઈજાના સમાચાર સ્વાભાવિક જ ઓસ્ટ્રેલિયા ટીમ (Australian Cricket Team) ની મુશ્કેલીઓ વધારી મુકે. કમિન્સ માત્ર ટીમનો કેપ્ટન જ નથી પણ પેસ આક્રમણનો પણ લીડર છે. તેની બોલિંગ ટીમ માટે ઘણું મહત્વ ધરાવે છે. જોકે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ વાતનુ ખંડન કર્યુ છે.
ઓસ્ટ્રેલિયન મીડિયા અનુસાર, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રવક્તાએ આવી કોઈપણ અપ્રિય ઘટનાનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે કમિન્સ ફિટ અને સ્વસ્થ છે. હવે જો આમ થશે તો કમિન્સ માટે બીજી ટેસ્ટમાં રમવાનો રસ્તો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
Aussie skipper Pat Cummins has left the field with the team physiotherapist just two days out from the second Test in Pakistan.
✍️ @plalor #PAKvAUS https://t.co/tkOzWSkcji
— CODE Cricket (@codecricketau) March 10, 2022
પેટ કમિન્સ ફીટઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા
પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાવલપિંડીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. તે ટેસ્ટમાં 5 દિવસમાં માત્ર 14 વિકેટ પડી શકી હતી. રાવલપિંડી ટેસ્ટ ડ્રો થયા બાદ બંને ટીમો હવે કરાચી ટેસ્ટની તૈયારીમાં વ્યસ્ત છે. કરાચીમાં જ પ્રશિક્ષણ દરમિયાન પેટ કમિન્સની હેમસ્ટ્રિંગની સમસ્યા સામે આવી હતી. પરંતુ ટૂંક સમયમાં જ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આવી કોઈ શક્યતાને નકારી કાઢી હતી.
12 માર્ચથી કરાચીમાં બીજી ટેસ્ટ
કરાચીમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ 12 માર્ચથી શરૂ થઈ રહી છે. કરાચીમાં ઓસ્ટ્રેલિયાના બોલિંગ કોમ્બિનેશનમાં બદલાવ જોવા મળી શકે છે. કેપ્ટન કમિન્સે બે સ્પિનરો સાથે મેદાનમાં ઉતરવાના સંકેત આપ્યા છે. આ સ્થિતિમાં, મિશેલ સ્વીપ્સન નાથન લિયોનના પાર્ટનર તરીકે મેદાનમાં ઉતરી શકે છે. તેણે પોતાની બેટિંગ લાઈનમાં કોઈ ફેરફારના કોઈ સંકેત આપ્યા નથી. તેણે કહ્યું કે રાવલપિંડીમાં દરેક બેટ્સમેને રન બનાવ્યા છે.
પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં રાવલપિંડીની પીચ સંપૂર્ણપણે બેટ્સમેનો માટે બનાવવામાં આવી હતી. પાકિસ્તાને તેનો પ્રથમ દાવ 4 વિકેટે 476 રને ડિકલેર કર્યો હતો, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 459 રન બનાવ્યા હતા. ત્યારપછી પાકિસ્તાને તેની બીજી ઇનિંગમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 252 રન બનાવ્યા અને 5 દિવસ પછી આ મેચ ડ્રો થઈ.