PAK vs AUS: પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ODI મેચના સ્થળમાં ફેરફાર, હવે આ મેદાન પર મેચ રમાશે
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયા (PAKvAUS) સામે રમાનારી ત્રણ વનડે સીરીઝ અને એકમાત્ર T20 મેચ હવે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયા (PAKvAUS) સામે રમાનારી ત્રણ વનડે સીરીઝ અને એકમાત્ર T20 મેચનું સ્થળ બદલ્યું છે. પહેલા આ મેચ રાવલપિંડીમાં રમાવાની હતી. પરંતુ હવે આ મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે. જોકે મેચની તારીખોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ત્રણ વનડે પહેલાની જેમ 29 માર્ચ, 31 માર્ચ, 2 એપ્રિલ અને T20 5 એપ્રિલે રમાશે.
પીસીબીએ એક પ્રેસ રિલીઝમાં કહ્યું કે શનિવારે બંને ક્રિકેટ બોર્ડની પરસ્પર સંમતિ બાદ મેચનું સ્થળ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે તેની પાછળ પાકિસ્તાનમાં ચાલી રહેલી રાજકીય હલચલ પણ જોવા મળી રહી છે. “ઓડીઆઈ રમી રહેલા ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ 24 માર્ચે લાહોર પહોંચશે અને એક દિવસના ક્વોરન્ટાઈન બાદ ટીમમાં જોડાશે. જ્યારે પાકિસ્તાનના સફેદ બોલના ખેલાડીઓ 22 માર્ચે લાહોર પહોંચશે અને 25 માર્ચથી તાલીમ શરૂ કરશે.
ત્રણેય ODI મેચ ICC ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગનો ભાગ હશે. જેમાં ઓસ્ટ્રેલિયા હાલમાં સાતમા ક્રમે છે. જ્યારે પાકિસ્તાન નવમા ક્રમે છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિન્સ, જોશ હેઝલવુડ અને મિચેલ સ્ટાર્કની સાથે ડેવિડ વોર્નર અને ગ્લેન મેક્સવેલને સફેદ બોલ માટે આરામ આપવામાં આવ્યો છે. સ્ટાર્ક ઉપરાંત જે ખેલાડીઓ ટેસ્ટનો ભાગ છે તેઓ ટેસ્ટ શ્રેણી બાદ ટૂંક સમયમાં ભારત જવા રવાના થશે અને 6 એપ્રિલથી ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે ઉપલબ્ધ થશે.
તમને જણાવી દઈએ કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની નીતિ સ્પષ્ટ છે કે જો તેમની રાષ્ટ્રીય ટીમ રમી રહી છે તો કોઈપણ ખેલાડી કરારના આધારે અન્ય કોઈ ટૂર્નામેન્ટમાં રમી શકશે નહીં. એટલા માટે ઓસ્ટ્રેલિયાની મર્યાદિત ઓવરોની ટીમમાં મિશેલ માર્શ, માર્કસ સ્ટોઈનિસ, જેસન બેહરેનડોર્ફ, સીન એબોટ અને નાથન એલિસનો સમાવેશ થાય છે અને તેઓ મોડેથી આઈપીએલ રમવા માટે જોડાશે.
આ પણ વાંચો : IPL 2022: ધોની બાદ આ દિગ્ગજ ક્રિકેટર છે ચેતન સાકરિયાના નિશાન પર, બેન સ્ટોક્સ વિશે કહી મહત્વની વાત
આ પણ વાંચો : ટેનિસ સ્ટાર રોજર ફેડરર ફરી આવ્યો બાળકોની મદદે, રશિયા-યુક્રેન યુદ્ધના અસરગ્રસ્ત 60 લાખ બાળકોને શિક્ષા પુરી પાડશે