PAK vs AUS: Babar Azam એ સતત બીજી વન-ડેમાં સદી ફટકારી, પાકિસ્તાને 2-1થી વન-ડે સીરિઝ જીતી લીધી

પાકિસ્તાનની ટીમે ઓસ્ટ્રેલિયાને વનડે શ્રેણીમાં 2-1થી હરાવીને ટેસ્ટ શ્રેણીમાં 0-1થી મળેલી હારનો બદલો લઈ લીધો છે. બાબર આઝમ પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો.

PAK vs AUS: Babar Azam એ સતત બીજી વન-ડેમાં સદી ફટકારી, પાકિસ્તાને 2-1થી વન-ડે સીરિઝ જીતી લીધી
Pakistan Cricket (PC: Pak Cricket)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 12:04 PM

લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી ODI શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં પાકિસ્તાનની (Pakistan Cricket) ટીમે 9 વિકેટે મોટી જીત મેળવી હતી. બાબર આઝમે (Babar Azam) મેચમાં બેક ટુ બેક બીજી સદી ફટકારી હતી. તેની મદદથી યજમાન પાકિસ્તાન 2-1 થી શ્રેણી જીતવામાં સફળ રહ્યું હતું. હેરિસ રઉફ અને મોહમ્મદ વસીમ જુનિયાની 3-3 વિકેટના આધારે પાકિસ્તાનની ટીમે ઓસ્ટ્રેલિયાને (Cricket Australia) 210 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. તો બેટિંગ દરમ્યાન બાબર આઝમે 105 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સિવાય ઇમામ-ઉલ-હકે પણ શાનદાર પ્રદર્શન કરતા 89 રન બનાવ્યા હતા. જેની મદદથી પાકિસ્તાને 37.5 ઓવરમાં મેચ જીતી લીધી હતી. બાબર અને ઈમામ વચ્ચે 190 રનની અજેય ભાગીદારી નોંધાવી હતી.

ઝડપી બોલર હરિસ રૌફ (39 રનમાં 3 વિકેટ), મોહમ્મદ વસીમ (40 રનમાં 3 વિકેટ) અને શાહીન શાહ આફ્રિદી (40 રનમાં 2) સામે ઓસ્ટ્રેલિયાએ નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી અને ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 41.5 ઓવરમાં 210 રનમાં સમેટાઈ ગઈ હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સીન એબોટે 40 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 49 રન બનાવ્યા અને એડમ ઝમ્પા (અણનમ શૂન્ય) સાથે છેલ્લી વિકેટ માટે 44 રન ઉમેરીને ટીમના સ્કોરને 200 રનની પાર પહોંચાડ્યો હતો. એલેક્સ કેરી 61 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 56 રન બનાવીને ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો. તેમના સિવાય ગત મેચમાં બેન મેકડર્મોટ (36) અને કેમરન ગ્રીન (34)ની સદી પણ 20 રનનો આંકડો પાર કરવામાં સફળ રહ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરતા મેદાન પર ઉતરેલ પાકિસ્તાને ઓપનર ફખર ઝમાન (17)ની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી. પરંતુ અગાઉની મેચની જેમ બાબર અને ઈમામે આ મેચમાં પણ મોટી સદીની ભાગીદારી નોંધાવીને ટીમને આસાન જીત અપાવી હતી.

પાકિસ્તાનના સુકાની બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેને તેના બોલરોએ સાચો સાબિત કરવામાં કોઈ કસર છોડી ન હતી. જોકે ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી અને છઠ્ઠી ઓવરમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આફ્રિદીએ મેચના પહેલા જ બોલ પર ટ્રેવિસ હેડ (00) ને પેવેલિયનમાં મોકલ્યો હતો. જ્યારે હેરિસે બીજી ઓવરમાં બીજા ઓપનર અને સુકાની એરોન ફિન્ચ સતત બીજી મેચમાં ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યા હતા.

આ પણ વાંચો : IPL 2022 Points Table: રાજસ્થાન રોયલ્સ સૌથી આગળ, ગુજરાત ટાઈટન્સ બંને મેચ જીતીને ત્રીજા ક્રમે, જાણો પુરી વિગત

આ પણ વાંચો : IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર Ishan Kishan હાર બાદ પણ ચમકી રહ્યો છે, અડધી સદીના મામલે વિરેન્દ્ર સેહવાગની કરી બરાબરી

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">