IPL 2022 Points Table: રાજસ્થાન રોયલ્સ સૌથી આગળ, ગુજરાત ટાઈટન્સ બંને મેચ જીતીને ત્રીજા ક્રમે, જાણો પુરી વિગત

IPL 2022 Points Table in Gujarati: શનિવારે ડબલ હેડર મેચોના પરીણામ બાદ ટોચના ત્રણ ક્રમોમમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. જોકે અંતિમ 3 ટીમોના સ્થાનમાં કોઈ ફેરફાર સર્જાયો નહોતો.

IPL 2022 Points Table: રાજસ્થાન રોયલ્સ સૌથી આગળ, ગુજરાત ટાઈટન્સ બંને મેચ જીતીને ત્રીજા ક્રમે, જાણો પુરી વિગત
Gujarat Titans ટીમ આ પહેલા ચોથા ક્રમે હતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 10:05 AM

IPL 2022 માં ઝડપથી પસાર થતી મેચોની સાથે સાથે પોઈન્ટ ટેબલ (IPL 2022 Points Table) માં પણ સતત હલચલ જોવા મળી રહી છે. દરેક મેચ સાથે, ટેબલમાં ટીમોની જગ્યાએ પલટો આવે છે. આવી સ્થિતિમાં, શનિવાર 2 એપ્રિલના ડબલ હેડરમાં વધુ મોટા ફેરફારો થયા છે. પહેલા, રાજસ્થાન રોયલ્સે ફરીથી મુંબઈ ઈન્ડિયન્સ (Rajasthan Beats Mumbai) ને હરાવીને પ્રથમ સ્થાન મેળવ્યું. આ જ ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans) પણ સતત બીજી જીત સાથે ઝંપલાવ્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદને બાદ કરતાં તમામ ટીમોએ 2-2 મેચ રમી છે અને માત્ર 3 ટીમો બે-બે મેચ જીતી શકી છે. રાજસ્થાન અને ગુજરાતે બે-બે મેચ રમીને બંનેમાં જીત મેળવી છે, જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે 3માંથી બેમાં જીત મેળવી છે.

શનિવારે ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રાજસ્થાન અને મુંબઈની ટીમો વચ્ચે ટક્કર થઈ હતી. રાજસ્થાને જોસ બટલરની સદીના આધારે સતત બીજી મેચમાં મોટો સ્કોર (193/8) બનાવ્યો અને આ વખતે પણ સફળતાપૂર્વક બચાવ કર્યો અને મુંબઈને 23 રનથી હરાવ્યું. બીજી તરફ ગુજરાત ટાઇટન્સે શુભમન ગીલની શાનદાર ઇનિંગ્સ અને ફરી એકવાર ચુસ્ત બોલિંગના આધારે દિલ્હી કેપિટલ્સ સામે 14 રને જીત મેળવી હતી. રાજસ્થાનની જેમ આ વખતે ગુજરાતે પણ લક્ષ્યનો બચાવ કર્યો હતો.

ટોચના 3 માં ફેરફાર

જો પોઈન્ટ ટેબલની વાત કરીએ તો એક દિવસ પહેલા નંબર વન બનેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ બીજા સ્થાને આવી ગઈ છે. શનિવારના પરિણામોથી કોષ્ટકમાં ફેરફાર જોવા મળ્યા હતા. રાજસ્થાન, કોલકાતા અને ગુજરાતના 4-4 પોઈન્ટ છે, પરંતુ રાજસ્થાને 2.100ના શ્રેષ્ઠ નેટ રન રેટ સાથે ફરી પ્રથમ સ્થાન મેળવ્યું છે. KKRનો 0.843નો રન રેટ ગુજરાત (0.495) કરતા સારો છે અને આ જ કારણ છે કે KKR પ્રથમ સ્થાન ગુમાવ્યા બાદ બીજા સ્થાને છે. જ્યારે ગુજરાત ટાઇટન્સ ત્રીજા સ્થાને છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

હારેલી ટીમોની આવી થઈ સ્થિતી

શનિવારે હારેલી ટીમોમાં માત્ર દિલ્હી કેપિટલ્સે જ પોતાના સ્થાનમાં ફેરફારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત સામે હાર્યા પહેલા ટીમ ત્રીજા નંબરે હતી, પરંતુ પરિણામ બાદ દિલ્હીનો NRR ઘટીને 0.065 થઈ ગયો હતો. એટલે કે, તે ટીમ હવે ચોથા સ્થાને પહોંચી છે, જ્યારે ગુજરાત ચોથાથી ત્રીજા સ્થાને આવી ગઈ છે. તે જ સમયે, મુંબઈ ઈન્ડિયન્સ પહેલાથી જ નવમા સ્થાને છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમ તેની બંને મેચ હારી ગઈ છે અને રાજસ્થાન સામે હાર્યા બાદ તેનો રન રેટ ઘટીને -1.029 થઈ ગયો છે. હવે 3 એપ્રિલ, રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સની ટક્કરથી પણ કેટલાક ફેરફારો જોવા મળી શકે છે.

ક્રમ ટીમ મેચ જીત હાર પોઈન્ટ નેટ રન રેટ
1 રાજસ્થાન રોયલ્સ 2 2 0 4 +2.100
2 કોલકાતા નાઇટ રાઇડર્સ 3 2 1 4 +0.843
3 ગુજરાત ટાઇટન્સ 2 2 0 4 +0.495
4 દિલ્હી કેપિટલ્સ 2 1 1 2 +0.065
5 લખનૌ સુપર જાયન્ટ્સ 2 1 1 2 -0.011
6 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 2 1 1 2 -0.048
7 પંજાબ કિંગ્સ 2 1 1 2 -1.183
8 ચેન્નાઇ સુપર કિંગ્સ 2 0 2 0 -0.528
9 મુંબઇ ઇન્ડિયન્સ 2 0 2 0 -1.029
10 સનરાઇઝર્સ હૈદરાબાદ 1 0 1 0 -3.050

આ પણ વાંચોઃ Sabarkantha: ચિત્ર વિચિત્ર મેળો, નામ પ્રમાણેના મેળામાં રાતભર ખુશીઓ મનાવાય અને સવારે હૈયાફાટ રુદન

આ પણ વાંચોઃ Women’s World Cup 2022, Final: ઈંગ્લેન્ડે 4 બોલમાં એલિસા અને રશેલના કેચ છોડી દીધા, ફાઈનલમાં જ કરી દીધી મોટી ભૂલ Video

g clip-path="url(#clip0_868_265)">