AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL જોવા માટે એક ચેનલ પૂરતી નથી, BCCI એ ગજબની રણનીતિ બનાવી છે

2008 માં IPL ની શરૂઆતથી લઇને અત્યાર સુધી છેલ્લા 15 વર્ષમાં માત્ર એક જ બ્રોડકાસ્ટરને મેચ બતાવવાનો અધિકાર મળતા હતા. પણ હવે આ સ્થિતિ બદલાઇ જશે.

IPL જોવા માટે એક ચેનલ પૂરતી નથી, BCCI એ ગજબની રણનીતિ બનાવી છે
TATA IPL broadcasting rights (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 7:56 PM
Share

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) સિઝનની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ટુર્નામેન્ટને લઇને માહોલ બની રહ્યો છે, કારણ કે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ લીગની તારીખ અને નવા ફોર્મેટની જાહેરાત કરી દીધું છે. સંપુર્ણ કાર્યક્રમ હજુ આવવાનો બાકી છે. જે થોડા દિવસોમાં આવી જશે. હવે બોર્ડ લીગને ભારતમાં જ આયોજીત કરવા માટે સંપુર્ણ તૈયારીઓ કરી રહી છે. પણ બોર્ડ સામે વધુ એક મહત્વનો મુદદો છે અને તે ટુર્નામેન્ટમાં પ્રસારણ હક્ક (IPL Broadcasting Rights) નો છે. એટલે કે કઇ ચેનલ કે ઓનલાઇન પ્લેટફોર્મ પર મેચ જોઇ શકાય છે. હાલની સિઝન સ્ટાર સ્પોર્ટ્સ અને હોટસ્ટાર પર લીગની તમામ મેચ જોઇ શકાશે. પણ આવતા વર્ષથી લીગ ક્યા જોઇ શકાશે તેના માટે બોર્ડ તૈયારી કરી રહ્યું છે.

2008 માં આઈપીએલની શરૂઆતથી લઇને અત્યાર સુધી સિઝનમાં માત્ર એક જ બ્રોડકાસ્ટરને ટુર્નામેન્ટ દેખાડવાનો અધિકાર રહ્યો છે. શરૂઆતમાં સોની નેટવર્ક આઈપીએલ IPL ની તમામ મેચોનું પ્રસારણ કરી હતી. પરંતુ છેલ્લી કેટલીક સિઝનથી સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પાસે આ પ્રસારણ હક્ક છે. આઈપીએલના પ્રસારણનું આ અંતિમ વર્ષ છે. આવતા વર્ષથી નવા પ્રસારણ હક્ક માટે બોર્ડ અત્યારથી તૈયારીઓ કરી રહી છે, જેનાથી બોર્ડને મોટી કમાણી થવાની આશા છે.

વધુ ચેનલ, વધુ કમાણી

ક્રિકબઝની એક રિપોર્ટ પ્રમાણે ભારતીય ક્રિકેટ બોર્ડ આ વખતે માત્ર એક બ્રોડકાસ્ટરને તમામ હક્ક આપવાને બદલે બોલી લગાવનાર 3-4 દાવેદારોને બરોબરીનો કે પછી અલગ-અલગ રીતે મેચના પ્રસારણના હક્ક આપી શકે છે. બોર્ડનું માનવું છે કે જેટલા વધુ બ્રોડકાર્ટર હશે એટલી વધુ કમાણી થશે. બોર્ડને આશા છે કે  આ પ્રક્રિયાથી નવી ડીલમાં 30 હજાર કરોડથી વધુની કમાણી થઇ શકે છે. રિપોર્ટ પ્રમાણે નવી ડીલ માટે સ્ટારની સાથે સોની, રિલાયન્સ ગ્રુપ (જીયો-Jio) અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો બોલી લગાવશે. પણ તેમાંથી કોઇ એકને તમામ અધિકાર આપવાની જગ્યાએ બધાને થોડો-થોડો ભાગ મળશે.

જોકે ઇંગ્લેન્ડના જાણીતા ફૂટબોલ ટુર્નામેન્ટ પ્રીમિયર લીગમાં એવી પરંપરા છે, જેમાં 3-4 અલગ-અલગ બ્રોડકાસ્ટરોની પાસે અલગ-અલગ મેચના પ્રસારણના અધિકાર છે. બોર્ડ પણ આ પ્રમાણે કામ કરી રહ્યું છે એવું લાગે છે. પણ શું બોલી લગાવનાર બ્રોડકાસ્ટર તેના માટે તૈયાર હશે, તે નક્કી નથી. જોકે હજુ સુધી તેના પર અંતિમ નિર્ણય નથી લેવામાં આવ્યો. માનવામાં આવી રહ્યું છે કે તેના ભાગ રૂપે મુખ્ય રીતે વિકેન્ડ મેચ, જેની સંખ્યા લગભગ 32 સુધી હશે, તેમને એક સાથે અલગ-અલગ ચેનલોમાં અધિકાર આપી શકવામાં આવે છે.

ડિજીટલ અને ટીવી પ્રસારણ અલગ-અલગ

માત્ર એટલું જ નહીં, બોર્ડ આ વખતે ડિજીટલ પ્રસારણ અને ટેલિવિઝન પ્રસારણ હક્ક પણ અલગ-અલગ કરવા જઇ રહ્યું છે. અત્યાર સુધી બંને માટે એક સાથે જ બોલી લગાવવામાં આવી રહી છે અને હાલની સિઝન સુધી આ હક્ક સ્ટાર પાસે જ છે. જેના ભાગ રૂપે સ્ટાર સ્પોર્ટસની ચેનલોની સાથે ઓનલાઇન પ્લેટફોર્મ હોટસ્ટાર પર પણ મેચ જોઇ શકાય છે.

આ પણ વાંચો : IPL 2022: દિલ્હી કેપિટલ્સે સુકાની પદથી હટાવવા પર શ્રેયસ અય્યરે મૌન તોડ્યુ, કહી મહત્વની વાત

આ પણ વાંચો : IPL 2022: જેસન રોયના લીગમાંથી હટ્યા બાદ ગુજરાત ટાઈટન્સની યોજના શું રહેશે, આકાશ ચોપડાએ કહી મહત્વની વાત

g clip-path="url(#clip0_868_265)">