IPL 2022: જેસન રોયના લીગમાંથી હટ્યા બાદ ગુજરાત ટાઈટન્સની યોજના શું રહેશે, આકાશ ચોપડાએ કહી મહત્વની વાત
ઈંગ્લેન્ડના બેટ્સમેન જેસન રોયે બાયો બબલનું કારણ આપીને આઈપીએલ 2022 સિઝનમાંથી પોતાનું નામ પરત લઇ લીધું છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની નવી ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ટીમને સિઝનની શરૂઆત થાય તે પહેલા પહેલો ઝટકો લાગ્યો છે. જ્યારે ઈંગ્લેન્ડ ક્રિકેટર જેસન રોય (Jason Roy)એ બાયો-બબલનું કારણ આપીને ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત લેવાનો નિર્ણય લીધો છે. જોકે ફ્રેન્ચાઈઝીએ હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા નથી આપી કે તેના વિકલ્પ તરીકે કોણ હશે તેને લઈને પણ હજુ ફ્રેન્ચાઈઝીએ કોઈ જાણકારી નથી આપી પણ ભારતના પુર્વ ક્રિકેટર આકાશ ચોપડાનું માનવું છે કે હવે ગુજરાત ટીમમાં ઓપનિંગ તરીકે બેટ્સમેન ડેવિડ મિલર (David Miler) અથવા મેથ્યુ વેડ (Matthew Wade) કરી શકે છે.
ગુજરાત ફ્રેન્ચાઈઝીએ આઈપીએલની મેગા હરાજીમાં ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોયને તેની બેઝ પ્રાઈસ 2 કરોડમાં ખરીદ્યો હતો. જેસન રોય ગુજરાત ટાઈટન્સ ટીમમાં ભારતીય બેટ્સમેન શુભમન ગિલ સાથે ઓપનિંગ કરે તેવી શક્યતા સેવાયેલી હતી. હવે જેસન રોય લીગમાંથી હટી જવાના કારણે ગુજરાત ટીમ માટે ઓપનિંગ ચિંતાનો વિષય બન્યો છે. જેથી તેના સ્થાને બે વિદેશી બેટ્સમેન ડેવિડ મિલર અને મેથ્યુ વેડ બંનેમાંથી કોઈ એક ખેલાડી ઓપનિંગ કરી શકે તેવું લાગી રહ્યું છે.
GT’s plans might end up revolving around two lefties—Wade as an opener and Miller as a finisher along with Hardik. For them to have a good season Miller must have a killer season. 🤞✌️
— Aakash Chopra (@cricketaakash) March 1, 2022
આ અંગે ભારતના પુર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ ટ્વીટ કર્યું કે, “ગુજરાત ટીમની યોજનાઓ બે ડાબા હાથના બેટ્સમેનોની આસપાસ ફરતી રહેશે. મેથ્યુ વેડ એક ઓપનર તરીકે અને ડેવિડ મિલર હાર્દિક પંડ્યા સાથે ફિનિશર તરીકે જોવા મળી શકે છે. ત્યારે તમામ ક્રિકેટ ચાહકોની નજર એ જોવા પર રહેશે કે ગુજરાત ટીમ માટે ઓપનિંગ કોણ કરશે.
મહત્વનું છે કે જેસન રોય આ પહેલા દિલ્હી કેપિટલ્સ માટે રમતો હતો. દિલ્હી કેપિટલ્સ ટીમે તેને 2020માં પોતાની ટીમ સાથે 1.50 કરોડમાં જોડ્યો હતો. જોકે ત્યારે પણ જેસન રોયે બાયો-બબલનું કારણ આપીને લીગમાંથી હટી ગયો હતો. જેસન રોય આ પહેલા 2017માં ગુજરાત લાયન્સ, 2018માં દિલ્હી ડેયરડેવિલ્સ અને 2021માં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમી ચુક્યો છે.
બેંગ્લોર ખાતે 12-13 ફેબ્રુઆરીના રોજ યોજાયેલ આઈપીએલ 2022ના મેગા ઓક્શનમાં ગુજરાત ટાઈટન્સ ટીમે સાઉથ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલરને 3 કરોડમાં ખરીદ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન મેથ્યુ વેડને 2.4 કરોડમાં ખરીદ્યો હતો તો ગુજરાત ટીમ પાસે અનુભવી વિકેટકીપર બેટ્સમેન તરીકે રિદ્ધીમાન સાહા પાસે ઓપનિંગ બેટ્સમેન કરી, તે અને મેથ્યુ વેડને નંબર 4 પર મોકલવાના વિકલ્પ પર પણ નજર રહેશે.
આ પણ વાંચો : IPL 2022: ગુજરાત ટાઇટન્સ ટીમને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર ક્રિકેટરે હાર્દિક પંડ્યાની ટીમનો સાથ છોડ્યો
આ પણ વાંચો : પંજાબ કિંગ્સ ટીમે જાહેર કર્યો પોતાનો નવો સુકાની, ભારતના આ બેટ્સમેનને મળી જવાબદારી