શાહિદ આફ્રિદીની દીકરીના લગ્નમાં પહોંચ્યા પાકિસ્તાનના સ્ટાર ખેલાડીઓ, જુઓ PHOTOS
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અને વિસ્ફોટક બેટ્સમેન શાહિદ આફ્રિદીની દીકરીના લગ્ન પ્રસંગમાં પાકિસ્તાનની નેશનલ ટીમના કેટલાક સ્ટાર ખેલાડીઓએ હાજરી આપી હતી, જેમાં શાહિદ આફ્રિદીના જમાઈ શાહીન શાહ આફ્રિદીનો પણ સમાવેશ થયો હતો.
કરાચીમાં શનિવારે શાહિદ આફ્રિદીની દીકરીના લગ્નમાં પાકિસ્તાનના વર્તમાન કેપ્ટન બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, શાહીન શાહ આફ્રિદી અને ઇમામ-ઉલ-હક સહિતના પાકિસ્તાની ક્રિકેટરોએ હાજરી આપી હતી. આફ્રિદીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર તેની પુત્રી માટે ભાવુક પોસ્ટ કરી હતી. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટનની પ્રથમ પુત્રીએ આ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરીમાં ક્રિકેટર શાહીન શાહ આફ્રિદી સાથે લગ્ન કર્યા હતા.
Meri pyari beti- it seems like yesterday when I cradled you in my arms – and on that day, I promised myself I would never leave your side. Although you’re about to begin a new chapter in your life, you’ll always have my heart because I’m the man who loved you first. 😌 May Allah… pic.twitter.com/CdhniCJW8b
— Shahid Afridi (@SAfridiOfficial) July 8, 2023
તસવીરો થઈ વાયરલ
શાહિદ આફ્રિદી તેની દીકરીના લગ્ન દરમિયાન ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. તેણે તેની દીકરી અને તેના પતિને આશીર્વાદ આપ્યા હતા. આફ્રિદીએ સમારંભની કેટલીક યાદગાર તસવીરો શેર કરી હતી. જેમાં તે દીકરીને ગળે લગાવી રહ્યો છે. સાથે જ સમારોહમાં હાજર પાકિસ્તાનની ટીમના સદસ્યોની તસવીર પણ શેર કરી હતી.
શાહિદ આફ્રિદીનો દીકરી પ્રેમ
ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદી મેદાનમાં ભલે વધુ આક્રમક મિજાજ સાથે રમતો હોય, પરંતુ મેદાનની બહાર તે ખૂબ જ સરળ અને નરમ સ્વભાવનો માણસ છે. તેમાં પણ જ્યારે તેની દીકરીઓની વાત આવે ત્યારે તે વધુ ભાવુક થઈ જાય છે. મોટી પુત્રીના લગ્ન પ્રસંગે, શાહિદ આફ્રિદીએ સોશિયલ મીડિયા પર ખાસ મેસેજ લખ્યો હતો. આ ભાવુક મેસેજમાં તેણે દીકરી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
View this post on Instagram
આ પણ વાંચો : Ashes: હેડિંગ્લીમાં ઈંગ્લેન્ડની જોરદાર વાપસી, ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટથી હરાવ્યું
આફ્રિદીની ભાવુક પોસ્ટ
શાહિદ આફ્રિદીએ ટ્વિટર પર તસવીર શેર કરતાં લખ્યું, “મેરી પ્યારી બેટી- ગઈ કાલ જેવું લાગે છે જ્યારે મેં તને મારી હાથોમાં પહેલીવાર લીધી હતી. તે દિવસે, મેં મારી જાતને વચન આપ્યું હતું કે હું ક્યારેય તારો સાથ છોડીશ નહીં. જો કે તમે તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છો, મારું દિલ હંમેશા તમારી સાથે છે. હું તે માણસ છું જે તમને સૌથી પહેલા અને સૌથી વધુ પ્રેમ કરું છું. અલ્લાહ તમારા બંનેનું રક્ષણ કરે, તમને એક સાથે સુંદર જીવન જીવવાની તક આપે. આમીન.”