ODI World Cup Qualifier: વેસ્ટ ઈન્ડિઝને હરાવી ઝિમ્બાબ્વેએ કર્યો મોટો અપસેટ, જુઓ વીડિયો
ઝિમ્બાબ્વની ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝની ટીમને હરાવશે તેવી કોઈને અપેક્ષા નહોતી, પરંતુ અપેક્ષાઓથી વિપરીત, આ ટીમે ધુંઆધાર ખેલાડીઓથી સજ્જ વેસ્ટ ઈન્ડિઝની ટીમને હરાવી વનડે વર્લ્ડ કપ ક્વોલિફાયર રાઉન્ડમાં મોટો અપસેટ સર્જ્યો હતો.
ઝીમ્બાબ્વેમાં ચાલી રહેલ વર્લ્ડ કપ ક્વોલિફાયર રાઉન્ડમાં શનિવારે મોટો ઉલટફેર કર્યો હતો. ઝિમ્બાબ્વની ટીમે મજબૂત વેસ્ટ ઈન્ડિઝની ટીમને 35 રને હરાવી ટીમને મોટી જીત અપાવી હતી. ઝીમ્બાબ્વેની જીતનો હીરો ટીમનો સ્ટાર ખેલાડી સિકંદર રઝા રહ્યો હતો. રઝાએ બેટ એન બોલ બંનેથી કમાલ પ્રદર્શન કર્યું હતું. બેટિંગમાં રઝાએ 58 બોલમાં 68 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેણે છ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે બોલિંગમાં આઠ ઓવરમાં માત્ર 36 રન આપી બે વિકેટ પોતાના નામે કરી હતી.
ઝિમ્બાબ્વેની સતત ત્રીજી જીત
ઝિમ્બાબ્વેએ વર્લ્ડ કપ ક્વોલિફાયર રાઉન્ડમાં પોતાની વિજય રથને આગળ વધારતા સતત ત્રીજી જીત મેળવી હતી. આ જીત સાથે જ ટીમ પોઈન્ટ ટેબલમાં પણ ટોપ પર પહોંચી ગયું છે અને હવે ઝીમ્બાબ્વેની ટીમ વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરવાની ખૂબ જ નજીક પહોંચી ગયું છે.
Zimbabwe 🇿🇼🤩
The hosts register a terrific win over West Indies to assert their supremacy in the #CWC23 Qualifier 👊#CWC23 | ZIMvWI: https://t.co/wJIQndg4XH pic.twitter.com/l2Bw138Ngb
— ICC (@ICC) June 24, 2023
269 રનનો આપ્યો હતો ટાર્ગેટ
ICC વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચમાં ઝિમ્બાબ્વેએ પ્રથમ બેટિંગ કરતા 268 રન બનાવ્યા હતા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમને 267 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેની સામે વિન્ડિઝની ટીમ માત્ર 233 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ ઝિમ્બાબ્વે જેવી નબળી ટીમ સામે હારી જશે તેવી કોઈને અપેક્ષા નહોતી, પરંતુ ઝિમ્બાબ્વેના બોલરોએ વેસ્ટ ઈન્ડિઝના તોફાની બેટ્સમેનોને અંકુશમાં રાખી ટીમને યાદગાર જીત આપવી હતી.
View this post on Instagram
વેસ્ટ ઈન્ડિઝ 233 રનમાં ઓલઆઉટ
વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 269 રનની જરૂર હતી. તેની સામે આખી ટીમ 44.4 ઓવરમાં 233 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી મેયર્સે 72 બોલમાં સૌથી વધુ 56 રનની ઇનિંગ રમી હતી. જ્યારે રોસ્ટન ચેઝે 53 બોલમાં 44 રન જ બનાવી ટીમને જીતાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે બીજા છેડે સાથ મેળવી શક્યો નહોતો.
🎖 Raza’s rich collection 🥲 Zimbabwe’s emotional victory
Latest updates from the #CWC23 Qualifier in our Daily Digest 👇https://t.co/wh5UHhFlVz
— ICC (@ICC) June 24, 2023
આ પણ વાંચોઃ સર્જરી બાદ ધોનીનો પહેલો વીડિયો આવ્યો સામે, પેટ્સ સાથે મસ્તી કરતો જોવા મળ્યો
કોઈ બેટ્સમેન ખાસ કમાલ ન કરી શક્યા
વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં કાયલ મેયર્સ, નિકોલસ પૂરન, રોવમેન પોવેલ, જેસન હોલ્ડર જેવા તોફાની બેટ્સમેન હતા પરંતુ કોઈ પણ ટીમને જીતાડી શક્યું ન હતું. યલ મેયર્સની અડધી સદી અને અંતમાં રોસ્ટન ચેઝની લડાયક ઇનિંગ સિવાય કોઈ ખાસ યોગદાન ન આપી શક્ય અને વેસ્ટ ઈન્ડિઝને ઝીમ્બાબ્વે સામને હારનો સામનો કરવા પડ્યો હતો.