સર્જરી બાદ ધોનીનો પહેલો વીડિયો આવ્યો સામે, પેટ્સ સાથે મસ્તી કરતો જોવા મળ્યો
ટીમ ઈન્ડિયાનો પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની હાલ તેમના ફાર્મ પર સમય વિતાવી રહ્યો છે. તેનો પુત્રી ઝિવા સાથે મસ્તી કરતો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પેટ્સ સાથે રમી રહ્યો છે. જેનો વીડિયો સાક્ષી ધોનીએ શેર કર્યો હતો.

IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સને રેકોર્ડ પાંચમી વાર ચેમ્પિયન બનાવ્યા બાદ ધોનીએ સર્જરી કરાવી હતી અને તે બાદ તે કયા છે અને શું કરી રહ્યો છે તેણે લઈ ફેન્સના મનમાં સવાલ હતા, તો તેનો જવાબ હવે મળી ગયો છે. ધોનીની પત્ની સાક્ષીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં ધોની પુત્રી ઝિવા અને તેના પાલતુ શ્વાન સાથે તેના ફાર્મમાં મસ્તી કરતો અને રમતો જોવા મળ્યો હતો. આ વીડિયો થોડી જ ક્ષણોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.
સાક્ષીએ ધોનીનો વીડિયો કર્યો શેર
View this post on Instagram
ધોનીએ ઘૂંટણની સર્જરી કરાવી
IPLની 16મી સિઝન દરમિયાન ધોની ઘૂંટણની ઈજાના કારણે પરેશાન હતો છતાં તે આખી સિઝનમાં રમ્યો હતો અને ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વનું યોગદાન પણ આપ્યું હતું. IPL સમાપ્ત થયા બાદ ધોનીએ મુંબઈમાં તેના ઘૂંટણની સર્જરી કરાવી હતી. જેના ફોટો પણ વાયરલ થયા હતા.
સફળ સર્જરી બાદ ધોનીની પહેલી ઝલક
ઘૂંટણની સર્જરી બાદ ધોની મેદાનમાં કયારે પાછો ફરશે? શું ધોની ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમશે કે નહીં? શું તેની સર્જરી સફળ થઈ છે? જેવા અનેક સવાલો છેલ્લા કેટલાક સમયથી ફેન્સના મનમાં થઈ રહ્યા છે. જે બાદ ધોનીને લઈ નાનકડી અપડેટ પર પણ બધાની નજર હતી. એવામાં આજે ધોનીની પત્ની સાક્ષીએ આજે વીડિયો શેર કરી મોટી અપડેટ આપી હતી.
❤️#MSDhoni #MSDhoni #Messi #WorldCupQualifier #CWCQualifier #INDvsWI #WIvsIND #SAFFChampionship2023 #THEGOAT pic.twitter.com/26aFVVxiyv
— Sam tweets (@Shivam17668545) June 24, 2023
ધોની એકદમ ફિટ છે
સાક્ષીએ શેર કરેલ વીડિયોમાં ધોની તેની પુત્રી સાથે તેના ફાર્મમાં છે, અને તેના પેટ્સ સાથે રમી રહ્યો છે. આ વીડિયો જોયા બાદ ધોનીના ફેન્સને સંતોષ મળ્યો હતો અને તેની સર્જરી તથા રિકવરીને લઈ બધાને જવાબ પણ મળી ગયો હતો, કે ધોની એકદમ ફિટ છે.
આ પણ વાંચોઃ Cheteshwar Pujara: ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ ફરી મેદાનમાં ચેતેશ્વર પૂજારા, જુઓ Video
ફેન્સે આપી પ્રતિક્રિયા
આ વીડિયો પર ધોનીના ફેન્સે પ્રતિક્રિયાઓ આપી હતી. એક યુઝરે લખ્યું, ” માહીની એક નાનકડી ઝલક તો મળી.” અન્ય એક યુઝરે લખ્યું, “થાલાને ફરી જોઈને આનંદ થયો.” પ્રેમ વ્યક્ત કરતા એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું કે, ‘લવ યુ માહી’. આ રીતે ચાહકોએ વીડિયો પર પોતાનો પ્રેમ વરસાવ્યો હતો.