ODI World Cup Qualifier : સ્કોટલેન્ડે રોમાંચક મેચમાં આયર્લેન્ડને 1 વિકેટથી હરાવ્યું, માઈકલ લીસ્કના 91 રન
ઝિમ્બાબ્વેમાં ચાલી રહેલ ODI વર્લ્ડ કપ ક્વોલિફાયર રાઉન્ડમાં આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચેના મુકાબલામાં ભારે રસાકસી જોવા મળી હતી. અંતિમ ઓવર સુધી ચાલેલી મેચમાં સ્કોટલેન્ડે આયર્લેન્ડને 1 વિકેટથી હરાવ્યું હતું.
આ વર્ષે ભારતમાં રમાનાર વનડે વર્લ્ડ કપ પહેલા ઝીમ્બાબ્વેમાં રમાઈ રહેલ ક્વોલિફાયર મુકાબલામાં આયર્લેન્ડને સ્કોટલેન્ડ સામે હારનો સામનો કરવા પડ્યો હતો. બંને ટીમો વચ્ચે અત્યંત રોમાંચક બનેલા મુકાબલામાં આખરી ઓવરમાં સ્કોટલેન્ડને જીત મળી હતી.
સ્કોટલેન્ડને જીતવા 287 રનનો ટાર્ગેટ
આ મુકાબલામાં સ્કોટલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને આયર્લેન્ડને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. આયર્લેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 286 રન બનાવ્યા હતા અને સ્કોટલેન્ડને જીતવા 287 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આયર્લેન્ડ માટે કેમ્ફરે 120 રનની મોટી ઇનિંગ રમી હતી.
Scotland defeated Ireland in a final over thriller, while Oman remained unbeaten with an impressive triumph over UAE 😲
All the details from another action packed day at the #CWC23 Qualifier 👇https://t.co/BS158TCWzd
— ICC (@ICC) June 22, 2023
હારની બાજીને જીતમાં ફેરવી
287 રનના ટાર્ગેટનો પીછો કરતાં સ્કોટલેન્ડની ટીમે 152 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી અને તેમની હાર લગભગ નિશ્ચિત થઈ ગઈ હતી. એવામાં બેટિંગ કરવા આવેલ લોઅર ઓર્ડર બેટ્સમેન માઈકલ લિસ્કે કમાલ બેટિંગ કરી હારની બાજીને જીતમાં પરિવર્તિત કરી દીધી હતી.
આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી પહોંચ્યો વૃંદાવન, કૃષ્ણની ભક્તિમાં થયો લીન
પૂંછડિયા બેસ્ટમેનો સાથે મજબૂત પાર્ટનરશિપ
માઈકલ લિસ્ક 7મા નંબરે બેટિંગ કરવા ઉતર્યો હતો અને આઠમાં અને નવમાં નંબરના બેટ્સમેન સાથે મહત્વપૂર્ણ ભાગીદારી નિભાવી હતી. તે જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમને જીત માટે 100થી વધુ રનની જરૂર હતી. આવ કઠિન સમયમાં ક્રિઝ પર ટકવું અને વિકેટ બચાવવું સ્કોટલેન્ડ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું. માઈકલ લિસ્ક આ કમાલકરવામાં સફળ રહ્યો હતો અને પૂંછડિયા બેસ્ટમેનો સાથે મજબૂત પાર્ટનરશિપ કરી તેણે ટીમને જીત આપવી હતી.
Michael Leask’s 91* powered Scotland to a sensational win over Ireland 👊
He wins the @aramco Player of the Match award in the #IREvSCO match in the #CWC23 Qualifier 🎖 pic.twitter.com/KxyobL4xHw
— ICC (@ICC) June 21, 2023
માઈકલ લિસ્કના 91 રન
32 વર્ષીય માઈકલ લિસ્કે 61 બોલનો સામનો કરીને અણનમ 91 રન બનાવ્યા હતા. માઈકલ લિસ્કે આ મેચમાં 114 મિનિટ સુધી લડાયક બેટિંગ કરી હતી. લિસ્કે તેની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગા પણ ફટકાર્યા હતા. તેણે માત્ર 13 બોલમાં બાઉન્ડ્રીની મદદથી 60 રન ફટકાર્યા હતા. તેણે નવમી વિકેટ માટે દમદાર ભાગીદારી કરી ટીમને મહત્વપૂર્ણ જીત અપાવી હતી. માઈકલ લિસ્ક મેચનો અસલી હીરો બનીને ઉભરી આવ્યો હતો અને સ્કોટલેન્ડે મેચના છેલ્લા બોલે લક્ષ્ય હાંસલ કરાવી મેચ 1 વિકેટે જીતી લીધી હતી.