વર્લ્ડ કપ 2019 બાદ સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બન્યો શાઈ હોપ, બાબર આઝમને પછાડ્યો
વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટને નેપાળ સામે સદી ફટકારી પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને સેન્ચુરી મામલે પાછળ છોડ્યો હતો.
ઝીમ્બાબ્વેમાં ચાલી રહેલ વનડે વર્લ્ડ કપ 2023ના ક્વોલિફાયર રાઉન્ડમાં નેપાળ સામે વેસ્ટ ઇન્ડિઝે 339 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપ અને નિકોલસ પૂરને સદી ફટકારી હતી. શાઈ હોપે આ સદી સાથે જ એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.
શાઈ હોપની શાનદાર સદી
વર્લ્ડ કપ 2019 બાદ વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પાછળ છોડી દીધો હતો. બાબર આઝમે 2019 વર્લ્ડ કપ બાદ વનડે ક્રિકેટમાં અત્યાર સુધી આઠ સદી ફટકારી છે. નેપાળ સામે ક્વોલિફાયર મેચ પહેલા શાઈ હોપ પણ આઠ સદી સાથે બાબરની બરાબરી પર હતો. પરંતુ નેપાળ સામે સદી ફટકારતા જ તેણે બાબરને પાછળ છોડ્યો હતો અને વર્લ્ડ કપ 2019 બાદ વનડે માં નવમી સદી ફટકારી સૌથી વધુ સદી ફટકારનાર બેટસમને બની ગયો હતો.
Shai Hope is the leading run-scorer in ODIs since the World Cup 2019, surpassing Babar Azam.#ShaiHope pic.twitter.com/sj8oIn2Zv1
— CricTracker (@Cricketracker) June 19, 2023
નેપાળ સામે બનાવ્યો રેકોર્ડ
ઝીમ્બાબ્વેના હરારે મેદાનમાં રમાઈ રહેલ વર્લ્ડ કપ 2023ના ક્વોલિફાયર રાઉન્ડમાં નેપાળ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેના મુકાબલામાં નેપાળ સામે ટોસ હારી પહેલા બેટિંગ કરવા ઉતરેલ વેસ્ટ ઈન્ડિઝની ટીમે 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવી 339 રન બનાવ્યા હતા, જેમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપ અને નિકોલસ પૂરને સદી ફટકારી હતી. શાઈ હોપે 129 બોલમાં દસ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 132 રન બનાવ્યા હતા જ્યારે નિકોલસ પૂરને 94 બોલમાં 115 રનની ઇનિંગ રમી હતી.
આ પણ વાંચોઃ મુન્નાભાઈની ક્રિકેટમાં એન્ટ્રી, હવે ચાલશે ગાંધીગીરી, સંજય દત્તે T10 ટુર્નામેન્ટમાં ખરીદી ટીમ
Shai Hope 🤝 Nicholas Pooran
Brilliant centuries from the West Indian batters 👏#CWC23 | 📝 #WIvNEP: https://t.co/4tiAMHygmc pic.twitter.com/qLK7hQLzCS
— ICC (@ICC) June 22, 2023
બાબર આઝમને પાછળ છોડ્યો
નેપાળ સામે સદી ફટકારવાની સાથે જ શાઈ હોપે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને સદી ફટકારવા મામલે પાછળ છોડી દીધો હતો. વર્લ્ડ કપ 2019 બાદ સૌથી વધુ વનડે સદી ફટકારવા મામલે તે હવે પહેલા ક્રમે આવી ગયો છે. બાબર આઝમે વર્લ્ડ કપ 2019 બાદ આઠ વનડે સદી ફટકારી છે , જ્યારે શાઈ હોપે નવમી સદી ફટકારી હતી.