AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ODI World Cup Qualifier : 1996નું ચેમ્પિયન શ્રીલંકા, વર્લ્ડ કપ 2023 માટે થયું કવોલિફાય

એક વખતની વર્લ્ડ કપ ચેમ્પિયન શ્રીલંકન ટીમ ઝીમ્બાબ્વેને વર્લ્ડ કપ ક્વોલિફાયર રાઉન્ડમાં હરાવી આ વર્ષે યોજાનાર ક્રિકેટ વિશ્વ કપમાં ક્વોલિફાય કરવામાં સફળ રહ્યું હતું. દાસુન શનાકાની આગેવાનીમાં શ્રીલંકાની ટીમે ઝિમ્બાબ્વેને હરાવીને વર્લ્ડ કપ 2023માં પોતાની જગ્યા બનાવી લીધી છે.

ODI World Cup Qualifier : 1996નું ચેમ્પિયન શ્રીલંકા, વર્લ્ડ કપ 2023 માટે થયું કવોલિફાય
Sri Lanka
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2023 | 7:04 PM
Share

ઝીમ્બાબ્વેમાં ચાલી રહેલ વનડે વર્લ્ડ કપ ક્વોલિફાયર રાઉન્ડના સુપર સિક્સ મુકાબલામાં શ્રીલંકાએ યજનામ ટીમ ઝીમ્બાબ્વેને 9 વિકેટે હરાવી વર્લ્ડ કપ 2023માં ક્વોલિફાય કર્યું હતું. આ સાથે જ શ્રીલંકા ક્વોલિફાયર રાઉન્ડમાંથી વર્લ્ડ કપમાં પ્રવેશ કરનાર પ્રથમ ટીમ બની હતી, સાથે જ શ્રીલંકા વર્લ્ડ કપ 2023માં ભાગ લેનારી નવમી ટીમ બની ગઈ છે.

ઝીમ્બાબ્વે 165 રનમાં ઓલઆઉટ

સુપર સિક્સર મેચમાં શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ઝીમ્બાબ્વેને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. જેમાં ઇન્ફોર્મ ઝીમ્બાબ્વેના બેટ્સમેનો ફ્લોપ સાબિત થયા હતા અને આખી ટીમ 32.2 ઓવરમાં 165 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ. ઝિમ્બાબ્વેના કેપ્ટન સીન વિલિયમ્સે સૌથી વધુ 56 રન બનાવ્યા હતા. શ્રીલંકન બોલર મહિષ થીક્ષાનાએ ચાર અને લશાન મદુશંકાએ ત્રણ વિકેટ ઝડપી હતી.

પથુમ નિસાન્કાની શાનદાર સદી

શ્રીલંકાને મેચ જીતવા માટે 166 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને શ્રીલંકાની ટીમે 32.1 ઓવરમાં 1 વિકેટે 169 રન બનાવીને મેચ જીતી લીધી હતી. શ્રીલંકન ઓપનર પથુમ નિસાન્કાએ શાનદાર સદી ફટકારી હતી અને ટીમને જીત અપાવી વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરાવ્યું હતું. મહિષ થીક્ષાનાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ વાપસી બાદ પણ રિષભ પંત નહીં કરી શકે વિકેટકીપિંગ ? જાણો શું છે કારણ

એક સ્થાન માટે રેસ બની રોમાંચક

વર્લ્ડ કપમાં ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સહિત કુલ આઠ ટીમો પહેલા જ ક્વોલિફાય કરી ચૂકી હતી. હવે શ્રીલંકા વર્લ્ડ કપમાં ભાગ લેનાર નવમી ટીમ બની ગઈ છે. વર્લ્ડ કપ 2023માં કુલ દસ ટીમો ભાગ લેશે, એવામાં હજી વધુ એક ટીમ આ લિસ્ટમાં સામેલ થશે. જેના માટે રેસ રોમાંચક બની ગઈ છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">