AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KL Rahul : પોતાના જ શોટથી ચોંકી ગયો કેએલ રાહુલ, જુઓ Video

જ્યારે ભારતીય ટીમે માત્ર 2 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી અને 200 રનનો ટાર્ગેટ મુશ્કેલ દેખાઈ રહ્યો હતો, ત્યારે કેએલ રાહુલે જોરદાર ઈનિંગ રમી હતી, જેમાં વિરાટ કોહલી સાથે 165 રનની શાનદાર ભાગીદારી પણ સામેલ હતી. રાહુલે છેલ્લો શોટ ફટકારીને ટીમ ઈન્ડિયાને 6 વિકેટે જીત અપાવી હતી.

KL Rahul : પોતાના જ શોટથી ચોંકી ગયો કેએલ રાહુલ, જુઓ Video
KL Rahul
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2023 | 8:56 AM
Share

વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ટીમ ઈન્ડિયાએ પોતાના અભિયાનની શરૂઆત સૌથી મુશ્કેલ મેચમાં જીત સાથે કરી છે. ચેન્નાઈમાં ટીમ ઈન્ડિયા (Team India)એ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાની જીતનો હીરો વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) હતો.

ઈજા બાદ કેએલ રાહુલનું જોરદાર કમબેક

કેએલ રાહુલ રવિવાર 8મી ઓક્ટોબરે ચેન્નાઈમાં એક દમદાર ઈનિંગ રમ્યો હતો. લગભગ એક મહિના પહેલા તે ટીમ ઈન્ડિયાનો ભાગ પણ નહોતો. IPLમાં થયેલી ઈજાને કારણે તેની ટીમ ઈન્ડિયામાં વાપસી મુશ્કેલ લાગી રહી હતી.

જ્યારે તે એક ઈજામાંથી સાજો થયો, બીજી ઈજાએ તેના પુનરાગમનમાં વિલંબ કર્યો હતો. આમ છતાં તેને વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી. ત્યારબાદ પણ તેના રમવા અંગે શંકા હતી. અંતે તેણે એશિયા કપમાં પાકિસ્તાન સામે શાનદાર સદી ફટકારીને તમામ શંકાઓ દૂર કરી દીધી હતી.

રાહુલની વિજયી ઈનિંગ

યાદગાર એશિયા કપ પછી રાહુલની ખરી પરીક્ષા એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં હતી. વર્લ્ડ કપની પ્રથમ મેચમાં માત્ર 200 રનનો ટાર્ગેટ હતો અને છતાં ટીમ ઈન્ડિયાએ માત્ર 2 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ભારતના ત્રણ બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલી શક્યા નહોતા અને ઓસ્ટ્રેલિયાના પેસરો ઘાતક સાબિત થઈ રહ્યા હતા. આમ છતાં રાહુલે ધૈર્ય રાખ્યું અને વિરાટ કોહલી સાથે મળીને 165 રનની શાનદાર ભાગીદારી કરી અને ટીમને જીત તરફ દોરી ગયો.

View this post on Instagram

A post shared by ICC (@icc)

કોહલી-રાહુલ સદી ચૂકી ગયા

કોહલી તેની સદી તરફ આગળ વધી રહ્યો હતો પરંતુ તેની વિકેટ 85ના સ્કોર પર પડી હતી. જીત નિશ્ચિત હતી પરંતુ અહીં રાહુલ માટે સદી ફટકારવાની તક આવી. 42મી ઓવરમાં ભારતને જીતવા માટે માત્ર 5 રનની જરૂર હતી અને રાહુલ સ્ટ્રાઈક પર હતો. રાહુલ સદીથી 9 રન દૂર હતો. સદી મેળવવા માટે તેને એક ફોર અને પછી સિક્સર મારવાની જરૂર હતી. આ સમયે રાહુલ એટલા સારા ફોર્મમાં હતો કે તેણે બીજો બોલ કવર પર રમ્યો હતો.

રાહુલે સિક્સર ફટકારી જીત અપાવી

બોલ 4 રનમાં જશે તેવી આશા સાથે રાહુલે શોટ રમ્યો હતો પરંતુ તેના શોટનું ટાઈમિંગ એટલું શાનદાર હતું કે બોલ સીધો 6 રનમાં ગયો હતો. દરેક વ્યક્તિ ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી કરી રહ્યા હતા પરંતુ રાહુલનો ચહેરો લટકતો હતો. તે પીચ પર જ ઘૂંટણિયે બેસી ગયો. તે માની શકતો ન હતો કે આ કેવી રીતે થયું. છેવટે, સદીની તક તે ચૂકી ગયો હતો.

આ પણ વાંચો : Virat Kohli : દમદાર ઈનિંગ છતાં પોતાના પર ગુસ્સો થયો કોહલી, ડ્રેસિંગ રૂમમાં કરી આ હરકત, જુઓ Video

વર્લ્ડ કપમાં વધુ સદી ફટકારવાની આશા

સ્વાભાવિક છે કે તેના માટે ટીમ ઈન્ડિયાની જીતથી મોટું કંઈ ન હોઈ શકે, પરંતુ રાહુલે એ પણ સ્વીકાર્યું કે જ્યારે જીત નિશ્ચિત હતી ત્યારે તે તેની સદી માટે પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તેનો શોટ એટલો શાનદાર હતો કે તે પૂર્ણ થઈ શક્યો નહીં. રાહુલે આશા વ્યક્ત કરી હતી કે તે બાદમાં ટુર્નામેન્ટમાં સદી ફટકારવામાં સફળ રહેશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">