Virat Kohli : દમદાર ઈનિંગ છતાં પોતાના પર ગુસ્સો થયો કોહલી, ડ્રેસિંગ રૂમમાં કરી આ હરકત, જુઓ Video
વર્લ્ડ કપ 2023માં ભારતની પહેલી જ મેચમાં વિરાટ કોહલીનું પ્રદર્શન જોરદાર રહ્યું હતું. તેણે અદ્ભુત ફિલ્ડિંગ કરી, બે સારા કેચ લીધા અને પછી જ્યારે તેની સૌથી વધુ જરૂર હતી ત્યારે તેણે 85 રનની મજબૂત લડાયક ઈનિંગ રમીને ટીમની જીતમાં યોગદાન આપ્યું. તેમ છતાં તેને એક વાત પર ગુસ્સો આવ્યો હતો.
રવિવારે MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ની પ્રથમ મેચમાં કોહલીએ મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલી ટીમ ઈન્ડિયા (Team India) ને બચાવીને જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. કરોડો ભારતીયોને ખુશીનો મોકો આપ્યો છતાં આ વખતે વિરાટ કોહલી (Virat Kohli) પોતે નિરાશ થયો હતો.
વિરાટ કોહલીનો રન ચેઝમાં માસ્ટરક્લાસ
ચિદમ્બરમ સ્ટેડિયમમાં રવિવારે સાંજે ભારતીય ચાહકોને ફરી એકવાર વિરાટ કોહલીનો રન ચેઝમાં માસ્ટરક્લાસ જોવા મળ્યો. સામે માત્ર 200 રનનો ટાર્ગેટ હતો પરંતુ ટીમ ઈન્ડિયાએ માત્ર 2 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં કોહલીએ એ જ કામ કર્યું જેણે છેલ્લા 13 વર્ષમાં તેને ક્રિકેટના ઈતિહાસમાં અન્ય બેટ્સમેનોથી અલગ ઓળખ અપાવી અને તેને ઊંચો દરજ્જો અપાવ્યો. ફરી એકવાર કોહલીએ ટાર્ગેટનો પીછો કરતી વખતે શાનદાર ઈનિંગ રમી અને ટીમની જીત સુનિશ્ચિત કરી હતી.
કોહલી કેમ ગુસ્સે થયો?
જીત છતાં આ મેચમાં કંઈક એવું બન્યું કે કોહલી પોતાના પર ગુસ્સે થઈ ગયો. વાસ્તવમાં, તેની કારકિર્દીની ઘણી ઈનિંગ્સની જેમ, કોહલીએ ટાર્ગેટનો પીછો કરતી વખતે ફરી એકવાર ટીમ ઇન્ડિયાને જીત તરફ દોરી, ફરક માત્ર એટલો હતો કે આ વખતે તે મેચ પૂરી કર્યા પછી પાછો ફર્યો ન હતો, પરંતુ તેનાથી થોડો સમય પહેલા આઉટ થયો હતો. કોહલી આનાથી દેખીતી રીતે નિરાશ થયો હતો પરંતુ તેની નિરાશાનું બીજું કારણ પણ હતું.
Virat Kohli not happy with himself in the dressing room after getting out. pic.twitter.com/FsNMMIu3qr
— ANOOP SAMRAJ (@CricSamraj) October 8, 2023
15 રન માટે સદી ચૂકી ગયો
કોહલીની લાંબી કારકિર્દીમાં રન ચેઝની સાથે સદી ફટકારવાની તેની આદત ખૂબ જ ખાસ હતી પરંતુ કોહલી આ વખતે એવું કરી શક્યો નહીં. તે પણ જ્યારે શરૂઆતની મુશ્કેલીઓને પાર કર્યા બાદ તે સંપૂર્ણ રીતે સેટ થઈ ગયો હતો અને સદી નિશ્ચિત જણાતી હતી ત્યારે. ઈનિંગની 38મી ઓવરમાં કોહલીએ પુલ શોટ રમ્યો અને કેચ આઉટ થયો. તે 85 રન બનાવીને પરત ફર્યો હતો. દરેક વ્યક્તિ તેની સદી જોવા ઈચ્છતો હતો અને કોહલી પણ દેખીતી રીતે જ ઈચ્છતો હતો. આ કારણે જ્યારે તે ડ્રેસિંગ રૂમમાં પાછો આવ્યો ત્યારે તેણે પોતાની જાતને કોસવાનું શરૂ કર્યું. તેના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
આ પણ વાંચો : IND vs AUS : રાહુલ-કોહલીની ભાગીદારી, જાડેજા-કુલદીપની સ્પિન, આ 5 સ્ટાર ચમક્યા
વર્લ્ડ કપમાં સદીની રાહ જોવી પડશે
સદી ફટકારવી એ કોહલીની આદતોમાંથી એક છે પરંતુ એક વર્ષ પહેલા સુધી તે તેના માટે સંઘર્ષ કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં, સદીની નજીક પહોંચી ચૂકી જવું તે તેના માટે નિરાશાજનક હતું. આ સદી તેના માટે ખાસ રહી હોત, કારણ કે તેણે 2015 પછી વર્લ્ડ કપમાં એકપણ સદી ફટકારી નથી. વર્લ્ડ કપમાં પણ તેના નામે માત્ર 2 જ સદી છે, જે તેની પ્રતિષ્ઠા સાથે મેળ ખાતી નથી. આવી સ્થિતિમાં નિરાશા સમજી શકાય એમ છે. જો કે કોહલી માટે આ મેચ ઘણી સારી હતી. તેની શક્તિશાળી ઈનિંગ પહેલા, તેણે ફિલ્ડિંગમાં કમાલ કરી હતી અને 2 સારા કેચ પણ લીધા હતા.