Virat Kohli Viral Video : વનડેનો આ નિયમ બદલવા માગે છે કોહલી, જૂનો વીડિયો થયો Viral
Virat Kohli Viral Video : વિરાટ કોહલી (Virat Kohli) કોઈ ઈવેન્ટમાં હાજર હતો. એન્કર તેને સવાલ પૂછે છે કે, ક્રિકેટમાં એવો કયો નિયમ છે જે તે બદલવા માગે છે. તેનો જવાબ આપતા તે કહે છે કે આ એક નિયમ મને ખુબ જ વાહીયાત લાગે છે.
Viral Video : હાલમાં વાયરલ થઈ રહેલો વિરાટ કોહલીનો આ વીડિયો ખુબ જૂનો છે. વીડિયોમાં દેખાતા દ્રશ્યો જોઈને લાગે છે કે વિરાટ કોહલી (Virat Kohli) કોઈ ઈવેન્ટમાં હાજર હતો. એન્કર તેને સવાલ પૂછે છે કે, ક્રિકેટમાં એવો કયો નિયમ છે જે તે બદલવા માગે છે. તેનો જવાબ આપતા તે કહે છે કે આ એક નિયમ મને ખુબ જ વાહીયાત લાગે છે.
વનડેમાં જો કોઈ ટીમ 25 ઓવરમાં ઓલઆઉટ થઈ જાય. એટલે કે સમય પહેલા કોઈ ઈનિંગ પૂરી થઈ જાય, તો બીજી ટીમ તરત ટાર્ગેટ ચેઝ કરવા ઉતરે છે. પણ જ્યારે લંચનો સમય હોય છે ત્યારે ભલે 5 રન જ કેમ બાકી હોય, તો પણ 45 મિનિટનો બ્રેક લેવામાં આવે છે. બ્રેક લીધા બાદ ટીમ ફરી મેદાન ઉતરે છે અને ટાર્ગેટ ચેઝ કરે છે. વિરાટા કોહલી અનુસાર આ નિયમ વનડેમાંથી કાઢી નાખવો જોઈએ, જેથી સમય બચે.
વિરાટ કોહલીનો જૂનો વી઼ડિયો થયો વાયરલ
વિરાટ કોહલીના જીવનની મોટી વાતો
- વિરાટ કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ દિલ્હીમાં પંજાબી પરિવારમાં થયો હતો.
- તેના પિતા પ્રેમ કોહલી ફોજદારી વકીલ હતા અને માતા સરોજ કોહલી ગૃહિણી છે.
- તેનો એક મોટો ભાઈ વિકાસ અને મોટી બહેન ભાવના પણ છે.
- તેના પરિવારના જણાવ્યા અનુસાર, કોહલી જ્યારે 3 વર્ષનો હતો ત્યારે તેણે ક્રિકેટ બેટ ઉપાડ્યું હતું અને તેના પિતાને બોલિંગ કરવાનું કહ્યું હતું.
- અનુષ્કા શર્મા બોલીવુડ અભિનેત્રી છે. વિરાટ અને અનુષ્કાએ 2013માં એક એડ કંપનીમાં સાથે કામ કર્યું હતું, આ તેમની પહેલી મુલાકાત હતી.
- ડિસેમ્બર 2017માં વિરાટ અને અનુષ્કાએ ઈટાલીમાં લગ્ન કર્યા હતા.
- વિરાટ કોહલી સૌથી વધારે સેન્ચુરી ફટકારનાર બીજો બેટ્સમેન છે.