ODI World Cup 2023: ભારતમાં વિશ્વકપ રમવા માટે પાકિસ્તાન આવશે કે નહીં? કોણ કરશે નિર્ણય PCB એ ICC ને બતાવ્યુ!
Pakistan on ODI World Cup: ICC ના અધિકારીઓએ PCB સાથે ગત 30 મે ના રોજ લાહોરમાં એક બેઠક યોજી હતી અને જેમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના વિશ્વકપમાં રમવા અંગે બોર્ડને ચેરમેને તાજી સ્થિતી અંગે જાણકારી આપી હતી.
આગામી વનડે વિશ્વકપ ભારતમાં રમાનાર છે. આ પહેલા પાડોશી દેશ પાકિસ્તાન છેલ્લા કેટલાક સમયથી વિશ્વકપમાં રમવાને લઈ પોતાના તરફથી અવનવા નિવેદનો કરીને માહોલને ચર્ચામાં બનાવવાનો પ્રયાસ કરી રહ્યુ છે. હાલમાં હજુ પાકિસ્તાનની ટીમ ભારત પ્રવાસે વિશ્વકપ રમવા માટે આવશે કે કેમ એ અંગે સ્પષ્ટ નથી. દરમિયાન ગત 30 મેએ ICCના ચેરમેન ગ્રેગ બાર્કલે પાકિસ્તાન પહોંચ્યા હતા. જ્યાં તેઓને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા વિશ્વકપમાં ભારત પ્રવાસે પહોંચવા અંગેની સ્થિતી બતાવી હતી. પીસીબીએ આ અંગે બતાવ્યુ હતુ કે, હવે મામલો સંપૂર્ણ રીતે હવે પાકિસ્તાન સરકારના હાથમાં છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા હવે મામલો સંપૂર્ણ રીતે પાકિસ્તાન સરકારના હાથમાં હોવાની જાણકારી બાર્કલે સમક્ષ રજૂ કરી હતી. એટલે કે વનડે વિશ્વકપમાં પાકિસ્તાનની ટીમ ભારત પ્રવાસે મોકલવામાં આવશે કે કેમ એ અંગે પાકિસ્તાન સરકાર પર તેઓ નિર્ભર છે. ભારતમા આગામી ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં વનડે વિશ્વકપ રમાનાર છે. આ પહેલા આઈસીસીના ચેરમેન 2 દિવસના પાકિસ્તાન પ્રવાસ પર પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે આઈસીસીના અધિકારીઓ પણ પ્રવાસમાં જોડાયા હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન નજમ શેઠી સાથે લાહોરમાં એક બેઠક યોજવામાં આવી હતી જે બેઠકમાં પીસીબીના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ સામેલ હતા.
આ પણ વાંચોઃ Aravalli: કઠણ કાળજાની અજાણી મહિલા નવજાતને ખેતરમાં મૂકી જતી રહી, ખેડૂત મહિલાએ જીવની જેમ સાચવી સારવાર કરાવી
ICC Chairman Greg Barclay and Chief Executive Geoff Allardice were presented with special PCB souvenirs and toured historical sites on the first day of their visit to Lahore. pic.twitter.com/2yLY1KQiKP
— Pakistan Cricket (@TheRealPCB) May 30, 2023
પાકિસ્તાન સરકાર લેશે નિર્ણય
મીડિયા રિપોર્ટસ મુજબ હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભારત પ્રવાસ અંગે પીસીબી નહી પરંતુ તેમની સરકાર નિર્ણય લેશે. આ અંગેની તાજી પરિસ્થીતીથી પીસીબીના ચેરમેન નજમ શેઠીએ આઈસીસીના ચેરમેન બાર્કેલને વાકેફ કર્યા છે. પાકિસ્તાન વનડે વિશ્વકપમાં રમવા અંગે પાકિસ્તાન સરકારના દિશા નિર્દેશને ફોલો કરશે. આમ થવા માટે એશિયા કપ રમવા માટે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં ખેડે એવી પરિસ્થિતીમાં આ અંગેનો નિર્ણય અને નિર્દેશ સરકાર કરશે.