MS Dhoni Retirement: ચેન્નાઈ તરફથી ધોનીના ચાહકો માટે આવ્યા મોટા સમાચાર, પુરો દેશ જે ઈચ્છે છે એ જ થઈ શકે છે!
MS Dhoni Retirement, IPL 2023: ચેન્નાઈ સુપર ચેન્નાઈ સુપર કિંગ્સ 5મી વાર ચેમ્પિયન બની છે. અમદાવાદ થી ચેન્નાઈ પહોંચ્યા બાદ ટીમના CEO એ એમએસ ધોની રિટાયરમેન્ટ પર મોટુ અપડેટ આપ્યુ હતુ.
એમએસ ધોનીની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચમી વાર IPL ચેમ્પિયન બન્યુ છે. ચેન્નાઈની ટીમ ટ્રોફી સાથે હવે ચેન્નાઈ પહોંચી ચૂકી છે. ચેન્નાઈના એરપોર્ટ પર ચેમ્પિયન ટીમનુ સ્વાગત જબરદસ્ત રહ્યુ હતુ. ટ્રોફી સાથે પોતાની ટીમ જ ટીમને જોઈને ચેન્નાઈનો ઉત્સાહ પણ જબરદસ્ત જોવા મળ્યો હતો. આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના CEO કાશી વિશ્વનાથને ટીમના સુકાની મહેન્દ્રસિંહ ધોનીના રિટાયરમેન્ટને લઈ વાત કરી હતી.
આઈપીએલની ગત સિઝનથી જ ધોનીના રિટાયરમેન્ટને લઈ સવાલો થઈ રહ્યા છે. આ સિઝનને લઈને પણ ધોનીની આઈપીએલ કરિયરની અંતિમ સિઝન હોવાને લઈ ચર્ચાઓ થઈ રહી હતી. આમ છેલ્લી બે કે ત્રણ સિઝનથી ચર્ચાઓમાં ધોનીની અંતિમ સિઝનનો અંદાજ લગાવાઈ રહ્યો છે. પરંતુ હજુ ધોનીનો સમય સમાપ્ત થયો નથી. ધોનીએ ચેન્નાઈને ચેમ્પિયન બનાવ્યુ છે. ચેન્નાઈએ ગુજરાત સામે અમદાવાદમાં ફાઈનલમાં અંતિમ બોલ પર જીત મેળવી હતી. અંતિમ 2 બોલ પર 10 રનની જરુર હતી અને રવિન્દ્ર જાડેજાએ પહેલા છગ્ગો અને બાદમાં વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો.
આ પણ વાંચોઃ MS Dhoni in Hospital: ધોનીને લઈ મોટા સમાચાર, મુંબઈમાં ઘૂંટણને લઈ હોસ્પિટલમાં કરાવી તપાસ
ધોનીને લઈ કહ્યુ-દેશ જોવા ઈચ્છે છે
ધોનીની નિવૃત્તિ અંગે CEO કાશી વિશ્વનાથને કહ્યુ હતુ કે આખો દેશ જે ઈચ્છે તે થઈ શકે છે. વિશ્વનાથના ચેન્નાઈ પહોંચતા જ તેમણે મીડિયાને કહ્યું કે આખો દેશ તેને જોવા માંગે છે. ધોનીએ પોતે પ્રેસ કોન્ફરન્સ દ્વારા લોકોને કહ્યું હતું કે તે આવતા વર્ષે પણ રમી શકે છે. સીઈઓએ કહ્યું કે તેઓ તેમનું સ્વાગત કરશે અને આશા વ્યક્ત કરી કે ધોની રમત ચાલુ રાખશે.
Chants 🙌 Cheers 😎 Celebrations 🥳
Ft. Chennai Super Kings 💛#TATAIPL | #Final | #CSKvGT | @ChennaiIPL pic.twitter.com/urpHU1HrrJ
— IndianPremierLeague (@IPL) May 30, 2023
CEO કાશી વિશ્વનાથને વધુમાં જણાવ્યું હતું કે તેઓ આગામી સિઝનમાં પણ સારો દેખાવ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે. આ એકદમ ભાવનાત્મક ક્ષણ છે. તે આખી ટીમની મહેનતનું પરિણામ છે. તેણે રવિન્દ્ર જાડેજાના પણ જોરદાર વખાણ કર્યા હતા. ફાઈનલમાં જાડેજાએ છેલ્લા 2 બોલમાં 1 સિક્સ અને 1 ફોર ફટકારીને ટીમને જીત અપાવી હતી.