AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nitish Rana- Saachi Marwah: KKR ના સુકાની નીતીશ રાણાની પત્નિનો પિછો કરી કારને ટક્કર મારી, ઘટનાથી સાચી ડરી ગઈ!

Saachi Marwah's Car Hit by Two Youths in Delhi: કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન નીતીશ રાણાની પત્નિ દિલ્હીમાં પોતાના ઘરે જવા માટે જઈ રહી હતી ત્યારે તેની સાથે ઘટના બની હતી.

Nitish Rana- Saachi Marwah: KKR ના સુકાની નીતીશ રાણાની પત્નિનો પિછો કરી કારને ટક્કર મારી, ઘટનાથી સાચી ડરી ગઈ!
Saachi Marwah's Car Hit by Two Youths in Delhi
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 9:12 AM
Share

IPL 2023 જબરદસ્ત રીતે હવે અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. આ દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન નીતીશ રાણા પણ સિઝનમાં વ્યસ્ત છે. તે પોતાની કપ્તાની તરીકે સૌને પ્રભાવિત કરી રહ્યો છે. જોકે કોલકાતા માટે પ્લેઓફમાં પહોંચવુ મુશ્કેલ લાગી રહ્યુ છે. જોકે આમ છતાં તેનો જુસ્સો જબરદસ્ત જોવા મળી રહ્યો છે. અંતિમ 3 મેચમાં થી 2 મેચમાં તેણે જીત મેળવી છે. આ દરમિયાન નીતીશ રાણાની પત્નિને લઈ દિલ્હીથી સમાચાર આવી રહ્યા છે. પત્નિ સાંચી મારવાહ પર ભય મંડરાયો એવુ જોવા મળ્યુ છે. નીતીશને પોતાની પત્નિને લઈ ચિંતા થાય એવા આ સમાચાર સામે આવ્યા છે.

રાણાની પત્નિ સાચી મારવાહ પાછળ અજાણ્યા શખ્શો પિછો કરી રહ્યા હતા. અજાણ્યા શખ્શોએ તેની કાર સાથે અથડાવી હતી. સાચીએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પણ ઘટનાને લઈ મુકી હતી. દિલ્હીના કિર્તીનગર વિસ્તારમાં આ પ્રકારની ઘટના સાચી સાથે થઈ હોવાનુ સામે આવ્યુ છે. સાચીએ જાતે જ આ ઘટના અંગે બતાવ્યુ હતુ.

પીછો કરી કાર અથડાવી

મારવાહ પોતાની કાર લઈને ઘર તરફ જવા માટે રસ્તામાં હતી આ દરમિયાન ત્યારે જ આ ઘટના ઘટી હતી. તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી મુજબ દિલ્હીના કિર્તીનગર વિસ્તારમાં આ ઘટના ઘટી હોવાનુ જણાયુ છે. જ્યાં સાચી મારવાહનો બે અજાણ્યા યુવકો પીછો કરી રહ્યા હતા. પીછો કરી સાચીની કાર સાથે યુવકોએ પોતાના વાહન વડે ટક્કર મારી દીધી હતી.

દિલ્હી પોલીસને આ અંગે સાચીએ પોતાની ફરીયાદ કરવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ દિલ્હી પોલીસ તરફથી બતાવ્યુ હતુ કે, તમે આ ઘટનાને હવે ભૂલી જાઓ કારણ કે, તમે સહી સલામત ઘરે પહોંચી ચુક્યા છે. સાથે જ પોલીસે એમ પણ બતાવતા સલાહ આપી કે હવે આગળની વખત  વાહનનો નંબર નોટ કરી લેશો.

IPL 2023 માં નીતિશ રાણાનું પ્રદર્શન

જ્યાં સુધી IPL 2023માં નીતિશ રાણાના પ્રદર્શનની વાત છે, તેણે અત્યાર સુધી રમાયેલી 10 મેચોમાં 275 રન બનાવ્યા છે, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 150ની નજીક રહ્યો છે. તેની કેપ્ટનશીપમાં કોલકાતાની પ્લેઓફમાં પહોંચવાની આશા હજુ પણ બનેલી છે. ટીમે 10માંથી 4 મેચ જીતી છે અને 6માં હારનો સામનો કરવો પડ્યો છે. આ ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં 8માં નંબર પર છે. IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સની આગામી મેચ હવે પંજાબ કિંગ્સ સાથે છે. આ મેચ ઈડન ગાર્ડન્સમાં રમાશે.

આ પણ વાંચોઃ  IPL માં ઉપયોગમાં લેવાતા ‘વ્હાઈટ બોલ’ ની કિંમત કેટલી હશે? કેવા અને કેટલા વજનના બોલનો થાય છે ઉપયોગ, જાણો

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">