VIDEO: ધોધમાં ફસાયો નિકોલસ પૂરન, દોરડાની મદદથી ધોધ પાર કરવામાં અસફળ રહ્યો, જુઓ વીડિયો
ન્યુઝીલેન્ડ સામેની ટી-20 સિરીઝમાં 2-1થી મળેલી હાર બાદ કેપ્ટન જમૈકાની પ્રકૃતિનો આનંદ માણવા પહોંચ્યો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે જમૈકાના જ એક ધોધ પર તેમની મસ્તી ચાલી રહી હતી.

VIDEO: વેસ્ટઈન્ડિઝ કેપ્ટન (West Indies Captain)નિકોલસ પૂરન ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ટી20 સિરીઝમાં 2-1થી મળેલી હાર બાદ કૈરેબિયાઈ કપ્તાન જમૈકાની પ્રકૃતિનો આનંદ માણવા પહોંચ્યો હતો. તેની મસ્તી જમૈકાના એક પ્રવાહ પર ચાલી રહી હતી. ક્રિકેટની પીચ પર બેટિંગ કરનાર નિકોલસ પુર (Nicholas Pooran)ની મસ્તી કાંઈક અનોખી જ હતી. તે પ્રવાહમાં ફસાય ગયો હતો. તેનો જીંદગી હવામાં લટકતી રહી હતી અને અંતે પાણીના તેજ પ્રવાહમાં કુદી પડ્યો હતો.
નિકોલસ ધોધ પર મજા માણતા દોરડાની મદદથી પાણીના પ્રવાહને પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ આ પ્રયાસમાં તે અધવચ્ચે જ ફસાઈ ગયો અને હવામાં લટકી ગયો. તે જ્યાંથી ગયો હતો ત્યાં પાછો ફરવાનો પણ પ્રયાસ કર્યો. પણ નિષ્ફળ ગયો. અને આખરે તેમની સામે પાણીના જોરદાર પ્રવાહમાં કૂદવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો.
View this post on Instagram
નીચે ધોધ નિકોલસ પૂરન હવામાં લટકતો જોવા મળ્યો
વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરને પોતે જ નીચે ઝડપથી વહેતા ધોધની ઉપર હવામાં લટકતો તેનો આ વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તમે પુરન સાથે બનેલી ઘટના સ્પષ્ટ જોઈ શકો છો.
પુરનના અસફળ પ્રયાસ પર બોલ્યા સાથી ખેલાડી
કૈરેબિયાઈ કેપ્ટન દોરડાની મદદથી ધોધ પાર કરવાનો અસફળ પ્રયાસ જોઈ તેના સાથી ક્રિકેટરે પણ પ્રતિક્રિયા આપી છે. વેસ્ટઈન્ડિઝ ટીમના ઑલરાઉન્ડર રોવમૈન પાવેલે પુરનના પોસ્ટ પર લખ્યું , બેટર લક નેક્સ્ટ ટાઈમ સ્કિપર
ટી 20 સિરીઝમાં હાર હવે વનડે સિરીઝ માટે તૈયાર
તમને જણાવી દઈએ કે, વેસ્ટઈન્ડિઝ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 T20 સીરિઝ 14 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે આ સીરિઝ 2-1થી ન્યુઝીલેન્ડના નામે રહી છે. કીવી ટીમે પહેલા બંન્ને મેચ સિરીઝની જીત જ્યારે અંતિમ મેચમાં વેસ્ટઈન્ડિઝ ટીમ જીતી હતી. હવે બંન્ને ટીમો વચ્ચે વનડે સિરીઝની શરુઆત થશે.