Hardik Pandya નો ઘમંડ પાંચ જ દિવસમાં તૂટી ગયો, પડકાર ફેંકવાની નિવેદનબાજીથી હવે બચીને રહેશે!
India Vs West Indies: ભારતીય ટીમનુ સુકાન હાર્દિક પંડ્યા સંભાળી રહ્યો હતો, અને ફરી એકવાર ભારતીય બેટરની નબળી બેટિંગને લઈ હારને સામનો કરવો પડ્યો હતો. હાર્દિક પંડ્યાએ જેને પડકાર ફેંક્યો હતો એ જ નિકોલસ પૂરન ભારે પડ્યો હતો.

ભારતીય ટીમનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ T20 સિરીઝમાં હાર સાથે થયો છે. અંતિમ મેચમાં હાર સાથે જ ભારતે સિરીઝને ગુમાવી દીધી છે. ભારતીય ટીમ સામે વેસ્ટ ઈન્ડિઝે 5 મેચની સિરીઝમાં 3-2 થી જીત મેળવી છે. ભારતીય ટીમે લાંબા સમય બાદ T20 ફોર્મેટમાં હારનો સામનો કર્યો હતો. ભારતીય ટીમનુ સુકાન હાર્દિક પંડ્યા સંભાળી રહ્યો હતો, અને ફરી એકવાર ભારતીય બેટરની નબળી બેટિંગને લઈ હારને સામનો કરવો પડ્યો હતો. હાર્દિક પંડ્યાએ જેને પડકાર ફેંક્યો હતો એ જ નિકોલસ પૂરન ભારે પડ્યો હતો.
હાર્દિક પંડ્યાએ નિકોલસ પૂરનને પોતાની ઓવર દરમિયાન પ્રહાર કરવા માટે પડકાર ફેંક્યો હતો. હાર્દિકે આ ચેલેન્જને ત્રીજી T20 મેચ બાદ પૂરનને તેની હાજરીમાં જ આપી હતી. જોકે પૂરને અંતિમ અને નિર્ણાયક મેચમાં તોફાની બેટિંગ કરી હતી અને 4 છગ્ગા જમાવ્યા હતા. પૂરને શબ્દોથી તો નહીં પરંતુ બેટ વડે જવાબ હાર્દિક પંડ્યાને આપ્યો હતો.
પૂરને આપ્યો વળતો જવાબ
આમ તો ચોથી મેચમાં હાર્દિક અને પૂરન બંને એકબીજાની આમને સામને પીચ પર થઈ શક્યા નહોતા. પૂરન ચોથી મેચમાં માત્ર 1 જ રન નોંધાવીને પરત ફર્યો હતો. પૂરનનો શિકાર કુલદીપ યાદવે કર્યો હતો. આમ પાંચમી અને અતિમ મેચમાં પૂરને હાર્દિકનો જવાબ વાળ્યો હતો. પૂરને નિર્ણાયક મેચમાં જ ભારતીય ટીમનુ સુકાન સંભાળી રહેલા હાર્દિક પંડ્યા સામે પણ બેટ ખોલીને પ્રદર્શન કર્યુ હતુ.
નિકોલસ પૂરને ધમાલ મચાવતી બેટિંગ કરતા 4 છગ્ગા ફટકાર્યા હતા. જેમાં 2 છગ્ગા તો હાર્દિક પંડ્યાની ઓવરમાં જ જમાવ્યા હતા. 35 બોલનો સામનો કરીને 47 રન પૂરને નોંધાવ્યા હતા. જેમાં 1 ચોગ્ગો સામેલ હતો. પૂરનના તોફાનને તિલક વર્માએ અટકાવ્યુ હતુ અને તેને હાર્દિક પંડ્યાના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. પૂરન વેસ્ટ ઈન્ડિઝની બીજી વિકેટના રુપમાં પરત ફર્યો હતો અને ટીમને તેણે મજબૂત સ્થિતિમાં મુકી દીધી હતી. સિરીઝમાં સૌથી વધુ રન નોંધાવનાર ખેલાડી પૂરન રહ્યો હતો. અંતિમ મેચની તેની આ ઈનીંગથી વડે તે સૌથી આગળ રહ્યો હતો. તેણે 5 મેચમાં 176 રન નોંધાવ્યા હતા.
8 વિકેટે ગુમાવી મેચ
ભારતીય ટીમે મેચને 8 વિકેટથી ગુમાવી હતી. હાર્દિક પંડ્યાએ પોતાની બોલિંગ પર ઘમંડ બતાવ્યો એમ પડકાર ફેંક્યો હતો અને પાંચ જ દિવસના ટૂંકા સમયમાં પૂરને તેને તોડી બતાવ્યો હતો. પૂરને એક પણ શબ્દ બોલ્યા વિના જ આ કામ પાર પાડી દીધુ હતુ. પૂરને તોફાની બેટિંગ વડે ભારત સામે પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી અને ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો.