મહિલા વર્લ્ડ કપ પહેલા ન્યુઝીલેન્ડ ટીમને લાગ્યો મોટો ઝટકો, ઇજાના કારણે સ્ટાર ખેલાડી થઇ બહાર

ઇજાના કારણે ન્યુઝીલેન્ડની લોરેન ડાઉન મહિલા વર્લ્ડ કપમાંથી બહાર થઇ, તેના સ્થાને જોર્જિયા પ્લિમરને ટીમમાં સ્થાન મળ્યું.

મહિલા વર્લ્ડ કપ પહેલા ન્યુઝીલેન્ડ ટીમને લાગ્યો મોટો ઝટકો, ઇજાના કારણે સ્ટાર ખેલાડી થઇ બહાર
Lauren Down (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 11:43 PM

ન્યુઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન લોરેન ડાઉન (Lauren Down) આગામી મહિલા વર્લ્ડ કપ (Women’s World Cup) માંથી બહાર થઇ ગઇ છે. અંગુઠામાં ફ્રેક્ટરના કરાણે તે ન્યુઝીલેન્ડમાં આવતા મહિને રમાનાર મહિલા વર્લ્ડ કપમાં ભાગ નહીં લઇ શકે. ન્યુઝીલેન્ડની વર્લ્ડ કપની ટીમમાં ડાઉનની જગ્યાએ જોર્જિયા પ્લિમર (Georgia Plimmer) ને સ્થાન મળ્યું છે. હાલમાં જ ભારત સામે પાંચ મેચની વન-ડે સીરિઝમાં અંતિમ મેચમાં એક કેચ પકડવા જતાં ડાબા હાથના અંગુઠામાં ઇજા પહોંચી હતી.

ટીમના હેડ કોચ બોબ કાર્ટરે કહ્યું કે અમારી ટીમના તમામ ખેલાડીઓને ડાઉન પ્રત્યે સંવેદના છે. કોચે વધુમાં કહ્યું કે, તે ઘણી સારી ખેલાડી છે. તેનું ટુર્નામેન્ટમાંથી બહાર થવું ઘણું દુખદ છે. હાલમાં જ ભારત સામેની સીરિઝમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. મિડલ ઓર્ડરમાં તેણે ઘણી સારી ઇનિંગ રમી હતી. તો બેટિંગની સાથે સાથે ફિલ્ડીંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ડાઉનની ઝડપી રીકવરી માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને અમને ખ્યાલ છે કે તે ટુર્નામેન્ટ દરમ્યાન અમને સપોર્ટ કરશે.

રિઝર્વ ખેલાડી તરીકે ટીમમાં પેનફોલ્ડ જોડાશે

ન્યુઝીલેન્ડની વર્લ્ડ કપ ટીમમાં મોલી પેનફોલ્ડને રિઝર્વ ખેલાડી તરીકે સમાવેશ કર્યો છે. ટીમમાં જોડાતા પહેલા બંને નવા ખેલાડીઓએ પાંચ દિવસના ફરજીયાત આઈસોલેશનમાં રહેવું પડશે અને ત્યારબાદ તે ન્યુઝીલેન્ડ ટીમ સાથે જોડાઇ શકશે.

આજનું રાશિફળ તારીખ : 20-07-2024
અંજીર તમારા શરીરમાં ફાયદાને બદલે કરશે નુકસાન, આ લોકો ભૂલથી પણ ન ખાતા
150 રૂપિયા રોજ બચાવી બનાવી શકશો 2 કરોડ રૂપિયા... SIP નો આ કરોડપતિ ફોર્મ્યુલા છે અદ્ભુત
મખાના ખાવાથી કયો રોગ મટે છે?
આ દેશમાં ભારતના 10 રૂપિયા થઈ જાય છે લગભગ 2 હજાર રૂપિયા
સૂતા પહેલા જીરાનું પાણી પીવાના 5 ફાયદા

ચાર માર્ચના રોજ વેસ્ટ ઇન્ડિઝ સામે રમાનાર વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ પોતાના અભિયાનની શરૂઆત કરશે. તો વર્લ્ડ કપ પહેલા ન્યુઝીલેન્ડ બે અભ્યાસ મેચ રમશે. હાલમાં જ ન્યુઝીલેન્ડે ઘર આંગણે ભારતને 4-1થી વન-ડે સીરિઝમાં હરાવ્યું હતું. સીરિઝમાં પહેલી ચાર મેચ ન્યુઝીલેન્ડે જીતી હતી, તો અંતિમ મેચ ભારતને જીતી હતી.

આ પણ વાંચો : IND vs SL: શ્રેયસ અય્યરની શાનદાર ઇનીંગના દમ પર ભારત સિરીઝમાં અજેય, રવિન્દ્ર જાડેજા અને સેમસનની પણ જબરદસ્ત રમત

આ પણ વાંચો : IND vs SL: રવિન્દ્ર જાડેજાએ દેખાડી ચતુરાઇ, સળંગ ત્રણ બોલમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકારનાર દનુષ્કાને ચોથા બોલે શિકાર કરી લીધો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">