NZ vs SL મેચ દરમિયાન મેદાન પર વિમાન ઘુસી આવ્યુ, લેન્ડિંગ કરતુ જોઈ ખેલાડીઓ ચોંક્યા, Video

|

Apr 08, 2023 | 4:26 PM

New Zealand Vs Sri Lanka વચ્ચે T20 સિરીઝની અંતિમ મેચ દરમિયાન ગજબ થયુ હતુ. અહિં આકાશમાં બેટરોએ ઉડાવેલા બોલની સાથે અચાનક એક ખાનગી વિમાન સ્ટેડિયમ પર આવી ચઢ્યૂ હતુ.

NZ vs SL મેચ દરમિયાન મેદાન પર વિમાન ઘુસી આવ્યુ, લેન્ડિંગ  કરતુ જોઈ ખેલાડીઓ ચોંક્યા, Video
Plane enter on Queenstown stadium during NZ vs SL match

Follow us on

શનિવારે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝ ની મેચ રમાઈ રહી હતી. આ દરમિયાન એક વિમાન મેદાનની ઉપર ખૂબ જ નિચી ઉંચાઈએ ધસી આવ્યુ હતુ. ઉંચાઈ એટલી હદે નિચી હતી કે, ખેલાડીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. તો વળી પ્રેક્ષકો પણ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે વિમાન લેન્ડ કરી રહ્યુ હતુ અને લેન્ડિંગ કરી રહેલા વિમાનને જોઈ સ્વભાવિક જ ખેલાડીઓને ખતરો નજર સામે દેખાવા લાગ્યો હતો. ખાનગી વિમાન એકા એક જ નિચે ઉતરતુ જોવા મળવાની ઘટના કેમેરામાં કેદ થઈ છે.

શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ક્વીનટાઉનના સર જોન ડેવિસ ઓવલ સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. ત્રણ મેચોની સિરીઝની અંતિમ T20 મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરીને શ્રીલંકાને બેટિંગ કરવા માટે મેદાને ઉતાર્યુ હતુ. શ્રીલંકાની બેટિંગ દરમિયાન આ વિમાન નિચે ઉતરતુ જોવા મળ્યુ હતુ, જેનો વિડીયો અને તસ્વીર હવે ખૂબ વાયરલ થવા લાગી છે.

આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?

મેદાન પર પ્લેન જોવા મળ્યુ

ક્વીન ટાઉનમાં બંને દેશોની ટીમ વચ્ચે T20 મેત રમાઈ હતી. એ દરમિયાન આ પ્લેન જોવા મળ્યુ હતુ. સ્ટેડિયમ ખાનગી વિમાન લેન્ડ કરવા માટેના એરપોર્ટની નજીક આવેલુ છે. જેને લઈ મેચ દરમિયાન એક પ્લેન ખૂબ જ નિચુ રહીને મેદાન ની ઉપર પસાર થવા લાગ્યુ હતુ. પરંતુ ખૂબ જ નિચે ધીમી ગતિએ આકાશમાંથી આવેલા પ્લેનને જોઈ ખેલાડીઓ પણ ચોંકી ગયા હતા.

 

 

T20 સિરીઝ ન્યુઝીલેન્ડે જીતી હતી

ન્યુઝીલેન્ડે ટોસ જીતીને અંતિમ મેચમાં પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ પ્રવાસી ટીમ શ્રીલંકાએ ટોસ હારીને બેટિંગ કરી હતી. શ્રીલંકાએ વિકેટકીપર બેટલ કુશલ મેન્ડિસની અડધી સદી વડે 182 રનનો સ્કોર 6 વિકેટના નુક્શાન પર ખડક્યો હતો. મેન્ડિસે 73 રન 48 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ટિમ શેફર્ટે 88 રન 48 બોલનો સામનો કરીને નોંધાવી 6 વિકેટ ગુમાવીને લક્ષ્ય પાર કર્યુ હતુ.

સિરીઝની પ્રથમ મેચ ટાઈ રહી હતી. જેનુ પરિણામ સુપર ઓવર દ્વારા આવ્યુ હતુ શ્રીલંકાએ મેચ જેમાં જીતી લીધી હતી. જ્યારે બીજી મેચ હેમિલ્ટનમાં રમાઈ હતી. જ્યાં યજમાન ટીમે 6 વિકેટથી જીત મેળવી હતી. આમ 2-1 થી ન્યુઝીલેન્ડે શ્રેણી જીતી હતી.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 3:56 pm, Sat, 8 April 23

Next Article