ક્રિકેટમાં આવી ગયો નવો નિયમ, હવે બેટ્સમેન આ શોટ રમી શકશે નહીં, બોલરોને થશે ફાયદો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ ક્રિકેટના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. ભૂતપૂર્વ ICC અમ્પાયર અનિલ ચૌધરીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ ફેરફારની જાહેરાત કરી છે. આ નિયમ બોલરો માટે ફાયદાકારક સાબિત થશે.

મેરીલેબોન ક્રિકેટ ક્લબ ક્રિકેટને રોમાંચક બનાવવા માટે નવા નિયમો બનાવતું રહે છે. હવે, ક્રિકેટને વધુ રસપ્રદ બનાવવા માટે વધુ એક નવો નિયમ રજૂ કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ બેટ્સમેનોની ચાલાકીને રોકવા માટે એક અનોખો નિયમ લાગુ કર્યો છે. ભૂતપૂર્વ ICC અમ્પાયર અનિલ ચૌધરીએ આ નિયમ વિશે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે.
હવે બેટ્સમેન આ શોટ રમી શકશે નહીં
ICC ના આ નવા નિયમ મુજબ, જો બેટ્સમેન બોલ રમતી વખતે સ્ટમ્પની પાછળ સંપૂર્ણપણે જાય અને તેના શરીરનો કોઈ ભાગ પીચની બહાર હોય, તો શોટને ડેડ બોલ જાહેર કરવામાં આવશે. આ સ્થિતિમાં, કોઈ રન ઉમેરવામાં આવશે નહીં, જોકે બોલને કાયદેસર ડિલિવરી ગણવામાં આવશે. અને જો બેટ્સમેન બોલ્ડ થાય છે, તો તે આઉટ ગણાશે.
કિરોન પોલાર્ડે આવા શોટ્સ રમ્યો છે
બોલરને છેતરવા માટે બેટ્સમેન ઘણીવાર સ્ટમ્પ પાછળ ડક કરતા જોવા મળ્યા છે. વેસ્ટ ઈન્ડિઝનો દિગ્ગજ ખેલાડી કિરોન પોલાર્ડ ઘણી વખત આ શોટ રમતો જોવા મળ્યો છે. બેટ્સમેન બોલરોને મુશ્કેલીમાં મૂકવા અને ફિલ્ડિંગમાં ખલેલ પહોંચાડવા માટે આ ટેકનિકનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે, જો કોઈ બેટ્સમેનનો પગ કે તેના શરીરનો કોઈ ભાગ પીચની બહાર હશે, તો અમ્પાયર તરત જ ડેડ બોલનો સંકેત આપશે. આનો અર્થ એ છે કે જો બેટ્સમેન ફોર કે સિક્સર ફટકારે તો પણ રન ગણાશે નહીં.
क्रिकेटला रंजक बनवण्यासाठी मैरीलेबोन क्रिकेट क्लब आणि ICC नवनवे नियम लागू करते. अशातच आता त्यांनी आणखी एक नवा नियम लागू केला आहे. सविस्तर वाचा:https://t.co/m33RkhbOTR#iccnewrule #anilchaudhary #behindstumpsshot #cricketshot #cricket #mccrule #latestupdates #marathinews pic.twitter.com/7kCeBRlfeN
— SakalSports (@SakalSports) October 18, 2025
ડેડ બોલ, ડિલિવરી લીગલ
જોકે, આ નિયમમાં ફેરફાર એ છે કે બોલને ડિલિવરી લીગલ માનવામાં આવશે, એટલે કે તે બોલ ઓવરનો ભાગ રહેશે. આ નિયમ બોલરોને થોડો ફાયદો આપે છે, કારણ કે બેટ્સમેનોએ હવે તેમની સ્થિતિ અંગે વધુ સતર્ક રહેવું પડશે. આ નિયમ T20, ODI અને ટેસ્ટ સહિત તમામ ફોર્મેટમાં લાગુ પડશે, જે બેટ્સમેનોને તેમની ટેકનિકમાં ફેરફાર કરવા માટે દબાણ કરી શકે છે. ખાસ કરીને બેટ્સમેન T20 ફોર્મેટમાં આવા શોટ વધુ વખત રમવાનું વલણ ધરાવે છે.
આ પણ વાંચો: IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી વનડે મેચ ફ્રીમાં લાઈવ ક્યારે અને ક્યાં જોવી?
ICC રુલ બૂક સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
