નેપાળની ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ, Asia Cup 2023 માટે થયું કવોલિફાઈ
Nepal Cricket Team : ભારતના પડોશી દેશ નેપાળની ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો છે. નેપાળની ટીમે પહેલીવાર એશિયા કપ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાઈ કર્યું છે. જણાવી દઈએ કે એશિયા કપનું આયોજન સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવ્યું છે.
નેપાળ ક્રિકેટ ટીમે આજે ઈતિહાસ રચ્યો છે. આજે 2 મેના રોજ નેપાળના કાઠમાંડૂના ટીયૂ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આઈસીસી પુરુષ પ્રીમિયર કંપની ફાઈનલમાં UAEની ક્રિકેટ ટીમને હરાવી હતી. આ જીત સાથે જ નેપાળની ક્રિકેટ ટીમે પહેલીવાર એશિયા કપ માટે કવોલિફાઈ કર્યું છે. એશિયા કપ સપ્ટેમ્બર મહિનામાં થશે, નેપાળની ટીમ ગ્રુપ Aમાં ભારત અને પાકિસ્તાન સાથે અંતિમ સ્થાન પર રહેશે.
જણાવી દઈએ કે એશિયા કપ 2023નું આયોજન પાકિસ્તાનમાં થઈ શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજનૈતિક તણાવને કારણે હાલમાં ટુર્નામેન્ટમા સ્થાનને લઈને અસમંજસ છે. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં એશિયા ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ જય શાહે જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે.
નેપાળની ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ
Incredible news for Nepal fans as their team create history 🙌
Details ⬇️https://t.co/eBl8qYI3Vg
— ICC (@ICC) May 2, 2023
हार्दिक बधाई ‘टिम नेपाल’ सिङ्गो नेपाल गौरवान्वित भएको छ नेपालको जय होस् #ACCPremierCup pic.twitter.com/QVOYVQgzRj
— Kamal Thapa (@KTnepal) May 2, 2023
Turning Dreams Into Reality!! 🇳🇵
Nepal are into the Asia Cup beating UAE by 7 wickets in the final of #ACCPremierCup. Two days of cricketing drama and we are through.
Congratulations Team Nepal and all the fans. #CECNepal #TurningDreamsIntoReality #NepalCricket pic.twitter.com/loOOiLx0ni
— Cricket Excellence Center (CEC) (@TheCECNepal) May 2, 2023
નેપાળ અને યુએઈ વચ્ચેની મેચમાં શું થયું?
આ મેચની વાત કરીએ તો નેપાળની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. નેપાળના કેપ્ટનનો આ નિર્ણય એકદમ યોગ્ય સાબિત થયો હતો. પ્રથમ ઈનિંગમાં યુએઈની ટીમ 33.1 ઓવરમાં 117 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. યુએઈની ટીમ તરફથી આસિફ ખાને 46 રન બનાવ્યા હતા. તેના સિવાય અન્ય કોઈ ખેલાડી સારુ પ્રદર્શન કરી શક્યો ન હતો.
જ્યારે બીજી ઈનિંગમાં નેપાળની ટીમે 118 રનનો ટાર્ગેટ 30.2 ઓવરમાં ચેઝ કરી લીધો હતો. અને આ સાથે જ એશિયા કપ માટે ક્વોલિફાઈ થઈને ઈતિહાસ રચ્યો હતો. નેપાળના ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટપ્રેમીઓ પોતાની ટીમની આ જીતથી ઝૂમી ઉઠયા હતા.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…