નેપાળની ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ, વર્લ્ડ કપ ક્વોલિફાયર માટે થઈ ક્વોલિફાઈ
Nepal Qualify for 2023 World Cup Qualifier: નેપાળની ક્રિકેટ ટીમે ઘરઆંગણે UAEને હરાવીને 2023 ODI વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં સીધી એન્ટ્રી કરી હતી. આ મેચ જોવા માટે સ્ટેડિયમમાં એટલી બધી ભીડ હતી કે જગ્યા ઓછી પડી હતી.
નેપાળની ક્રિકેટ ટીમે ઘરઆંગણે UAEને હરાવીને 2023 ODI વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં સીધી એન્ટ્રી કરી હતી. આ મેચ જોવા માટે સ્ટેડિયમમાં એટલી બધી ભીડ હતી કે જગ્યા ઓછી પડી હતી. મેદાનની બહાર ચાહકોએ ઝાડ પર બેસીને પોતાની ટીમને પ્રોત્સાહિત કરી હતી. નેપાળે ખરાબ પ્રકાશને કારણે ડકવર્થ લુઈસ નિયમ હેઠળ આ મેચ 9 રને જીતી લીધી હતી. UAEના બેટ્સમેને ODI ઈતિહાસમાં ચોથી સૌથી ઝડપી સદી ફટકારી હતી. પરંતુ તે ટીમની હાર ટાળી શક્યો નહોતો.
જ્યાં સુધી આંખ જોઈ શકતી હતી ત્યાં સુધી… માત્ર લોકો જ દેખાતા હતા. વૃક્ષ, પહાડ… જેને પણ જગ્યા મળી, તે ત્યાં બેસી ગયો, લટકતો રહ્યો, એક એવી ક્ષણનો સાક્ષી બનવા માટે કે જે દેશના ક્રિકેટ ઇતિહાસને સંપૂર્ણપણે બદલી નાખવાનો હતો. આ દ્રશ્યો નેપાળ અને UAE વચ્ચેની ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ-2 મેચની છે. જેના ફોટો હાલમા સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યાં છે.
આ મેચ નેપાળે ડકવર્થ-લુઈસ પદ્ધતિ હેઠળ 9 રને જીતી લીધી હતી અને જૂનમાં ઝિમ્બાબ્વેમાં યોજાનાર વર્લ્ડ કપ ક્વોલિફાયરની સીધી ટિકિટ મેળવી હતી. હવે નેપાળની ટીમ વર્લ્ડ કપથી એક ડગલું દૂર છે. વર્લ્ડ કપ ક્વોલિફાયર પ્લેઓફનું આયોજન 26 માર્ચથી 5 એપ્રિલ વચ્ચે નામીબિયાની ધરતી પર કરવામાં આવ્યું છે. આ વર્લ્ડ કપ ક્વોલિફાયર પ્લેઓફમાં નામીબિયા, યુએઈ, યુએસએ, પાપુઆ ન્યૂ ગિની, જર્સી, કેનાડાની ટીમો જોવા મળશે.
The race to 2023 ICC Men’s @cricketworldcup qualification is on its final legs 🏁
Who are you backing?
More 👉 https://t.co/YTDsHr9ulY pic.twitter.com/xalBLYoolM
— ICC (@ICC) March 16, 2023
નેપાળ અને UAE વચ્ચેની આ મેચ ત્રિભુવન યુનિવર્સિટી ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ હતી. પરંતુ, આ મેચ જોવા માટે જેટલા લોકો ઉમટ્યા હતા, આવો ક્રેઝ ક્રિકેટ માટે ભાગ્યે જ કોઈ દેશમાં જોવા મળે છે. કારણ કે આ મેચ જોવા લોકો ઝાડ પર ચડી ગયા હતા. જ્યાં પણ લોકોને સ્થાન મળ્યું, તે અંત સુધી ત્યાં જ રહ્યા. નેપાળની ક્રિકેટ ટીમે પણ પોતાના પ્રદર્શનથી આ ચાહકોને નિરાશ કર્યા ન હતા.
નેપાળ અને યુએઈ વચ્ચેની રોમાંચક મેચના દ્રશ્યો
Nepali supporters showed remarkable devotion and passion for their team at TU International Cricket Ground. Their unwavering commitment to Nepali cricket was evident through thunderous cheers, flag-waving, and emotional outbursts. JAI NEPAL🇳🇵🇳🇵#CWCL2 #NEPvUAE #weCAN pic.twitter.com/TSmZalPJR3
— CAN (@CricketNep) March 16, 2023
The feeling of pure joy and happiness! 🇳🇵#CWCL2 #NEPvUAE #weCAN pic.twitter.com/lMArgY0zAd
— CAN (@CricketNep) March 16, 2023
Victory secured! Nepal’s unwavering spirit and relentless pursuit of victory helped them clinch a historic win against UAE! Congratulations team Nepal and all the supporters who came in force to celebrate this historic feat together!
#CWCL2 #NEPvUAE #weCAN pic.twitter.com/CS54MMGIWP
— CAN (@CricketNep) March 16, 2023
Victory at its finest! The joy on the faces of the team and fans captures the spirit of triumph as they celebrate the historic win against UAE. A moment that will be cherished and celebrated in cricket history forever.
#CWCL2 #NEPvUAE #weCAN pic.twitter.com/67CsVyuDJ6
— CAN (@CricketNep) March 17, 2023
મેદાનની બહાર ચાહકોનો ઉત્સાહ ઊંચો હતો ત્યારે અંદર નેપાળ અને UAEની ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. આ મેચમાં UAEએ પ્રથમ બેટિંગ કરી હતી અને UAEએ 7મા નંબરે બેટિંગ કરતા આસિફ ખાનની તોફાની સદીના આધારે 310 રન બનાવ્યા હતા. આસિફે 41 બોલમાં 101 રનની અણનમ ઇનિંગ રમી હતી. વનડેમાં આ ચોથી સૌથી ઝડપી સદી છે. આસિફ ખાને વૃત્યા અરવિંદ સાથે છઠ્ઠી વિકેટ માટે 135 રન જોડ્યા હતા.
આ લક્ષ્યનો પીછો કરતા એક સમયે નેપાળને જીતવા માટે 6 ઓવરમાં 41 રનની જરૂર હતી અને તેની 4 વિકેટ બાકી હતી. જો કે, સ્થાનિક સમય મુજબ સાંજે 5:37 વાગ્યે, અમ્પાયરે ઓછા પ્રકાશને કારણે મેચ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો. તે સમયે ડકવર્થ લુઈસ નિયમ હેઠળ નેપાળનો ટાર્ગેટ 260 હતો. પરંતુ ટીમનો સ્કોર 269 રન હતો. એટલા માટે યજમાન દેશની ટીમને 9 રનથી વિજેતા જાહેર કરવામાં આવી હતી. નેપાળની છેલ્લી 12 વનડેમાં 11મી જીત છે.