Virat Kohli vs Gautam Gambhir: અમદાવાદમાં બેંગ્લોરની હાર પર મજા લેવાઈ, નવીન ઉલ હક અને ગૌતમ ગંભીરે મળી કોહલી પર તાક્યુ નિશાન!

Virat Kohli vs Gautam Gambhir: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને શનિવારે દિલ્હી કેપિટલ્સે એક તરફી હાર આપી હતી. આ બાદ નવીન ઉલ હકે ગૌતમ ગંભીરની એક તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી અને કેપ્શન પણ લખી.

Virat Kohli vs Gautam Gambhir: અમદાવાદમાં બેંગ્લોરની હાર પર મજા લેવાઈ, નવીન ઉલ હક અને ગૌતમ ગંભીરે મળી કોહલી પર તાક્યુ નિશાન!
Naveen Ul Haq share photo with Gautam Gambhir
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2023 | 7:59 AM

IPL 2023 ની 50મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચની અસલી મજા અમદાવાદમાં બે જણા લઈ રહ્યા હતા. મેચમાં દિલ્હીની જીત સાથે જ અમદાવાદની હોટલમાં રહેલા બે સ્ટાર જબરદસ્ત ખુશ થયા હતા. બંનેએ વિરાટ કોહલીને કટાક્ષ કરતા નિશાન સોશિયલ મીડિયા પર તાક્યા હતા. શનિવારે ડબલ હેડર દિવસની બીજી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. દિલ્હીએ એક તરફી અંદાજમાં જીત મેળવી હતી. વિરાટ કોહલીની અડધી સદીની દિલ્હીના ઓપનરની આક્રમક રમતે ઝાંખી કરી દીધી હતી.

બેંગ્લોરે શનિવારે જીત મેળવી હોત તો, પોઈન્ટ્સ ટેબલમાં મોટો ફાયદો તેમને જોવા મળ્યો હોત. પ્લેઓફની રેસ વધારે સરળ બની હોત. પરંતુ આ બધુ શનિવારનુ સપનુ હતુ અને દિલ્હીએ દિલ તોડી હોય એમ બેંગ્લોરની હાર લખી દીધી હતી. દિલ્હીએ પૂરો દમ બતાવતી રમત રમી હતી. દિલ્હી જ નહીં ક્રિકેટના ચાહકોને પણ રમત જોઈે આનંદ થયો હતો.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

આ પણ વાંચોઃ પ્રેમના વહેમે ‘ઘાયલ’ કર્યો! પત્નિ પર નજરના ‘તીર’ ચલાવ્યાની શંકા રાખી પતિએ આધેડની છાતી પર અણીદાર તીર ચલાવી દીધુ

અમદાવાદથી શેર થઈ તસ્વીર

વિરાટ કોહલી પર કટાક્ષ કરીને નિશાન તાકતી તસ્વીર અમદાવાદની હોટલમાંથી શેર થઈ હતી. લખનૌ સુપર જાયન્ટ્સના સ્ટાર ખેલાડી નવીન ઉલ હકે ગૌતમ ગંભીર સાથેની તસ્વીર શેર કરી હતી. તસ્વીર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની હતી. મેચમાં દિલ્હીની એક તરફી જીત સાથે જ આ તસ્વીર શેર કરતા કેપ્શનમાં કોહલી પર કટાક્ષ કરવામાં આવ્યો હતો. નવીને લખ્યુ હતુ કે, લોકો સાથે એવો જ વ્યવહાર કરવો જોઈએ જેવો તમે ઈચ્છતા હોય કે તે તમારી સાથે થાય. લોકો સાથે એવી રીતે જ વાત કરો, જેવી તમે GOAT સાથે વાત કરવા ઈચ્છતા હોય.

તો વળી ગૌતમ ગંભીરે પણ બળતામાં ઘી હોમવા રુપ તુરત જ રિપ્લાય કર્યો હતો. ગંભીરે લખ્યુ હતુ કે, જેવા છો એવા જ રહો. ક્યારેય ના બદલાવો. નવીને ગંભીરને રિપ્લાય કરતા કહ્યુ હતુ કે, 100 ટકા સર. આ વાતચિત હવે ખૂબ ટ્રોલ થઈ રહી છે.

લખનૌમાં થઈ હતી બબાલ

ઈકાના સ્ટેડિયમમાં લખનૌ અને બેંગ્લોર વચ્ચે રમાયેલી અંતિમ મેચમાં ગરમાગરમી ભર્યો માહોલ જોવા મળ્યો હતો. બેંગ્લોરે લખનૌ સામે તેના જ ઘરમાં જીત મેળવી હતી. મેચ દરમિયાન વિરાટ કોહલી નવીન ઉલ હક સાથે વિરાટ કોહલીની ઘર્ષણ સર્જાયુ હતુ. મેચ બાદ હાથ મિલાવવા દરમિયાન બંને વચ્ચે માહોલ તંગ જોવા મળ્યો હતો. ગંભીર આ દરમિયાન વચ્ચે આવ્યો હતો અને વાત સુધરવાને બદલે વધારે આગ પકડવા લાગી હતી. માહોલમાં ગરમા ગરમી થઈ ગઈ હતી. ગંભીર અને કોહલીને અંતે કેએલ રાહુલ અને અન્ય ખેલાડીઓએ મળી અલગ કર્યા હતા. આ પ્રકારના વ્યવહાર બદલ વિરાટ કોહલી પર મેચ ફીના 100 ટકા અને નવીન ઉલ હકને 50 ટકાનો દંડ લાગ્યો હતો.

આ પણ વાંચોઃ  IPL માં ઉપયોગમાં લેવાતા ‘વ્હાઈટ બોલ’ ની કિંમત કેટલી હશે? કેવા અને કેટલા વજનના બોલનો થાય છે ઉપયોગ, જાણો

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">