માત્ર 30 લાખની વસ્તી ધરાવતો દેશ ભારતમાં યોજાનાર T20 વર્લ્ડ કપ 2026 માટે થયો ક્વોલિફાય
માત્ર 30 લાખની વસ્તી ધરાવતો દેશ નામિબિયા T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયો છે. નામિબિયાએ તાન્ઝાનિયાને 63 રનથી હરાવીને T20 વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય કર્યું. આ નામિબિયાનું ચોથું T20 વર્લ્ડ કપ ક્વોલિફાયર છે.

ICC મેન્સ T20 વર્લ્ડ કપ આફ્રિકા રિજનલ ફાઈનલમાં નામિબિયાનું જોરદાર પ્રદર્શન ચાલુ રહ્યું હતું. ટીમે ફાઈનલમાં તાંઝાનિયાને હરાવીને 2026 T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું હતું.
નામિબિયા T20 વર્લ્ડ કપમાં ક્વોલિફાય
T20 વર્લ્ડ કપ 2026 ભારતમાં યોજાશે અને નામિબિયા ક્વોલિફાય થનારી 16મી ટીમ છે. નામિબિયા પહેલા ઈટાલીએ પણ T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે. નામિબિયા ચોથી વખત T20 વર્લ્ડ કપમાં ભાગ લેશે.
Namibia punch their ticket to the 2026 Men’s #T20WorldCup
More ➡️ https://t.co/dDt752cWIw pic.twitter.com/riBXIwllij
— ICC (@ICC) October 2, 2025
નામિબિયાની વસ્તી ફક્ત 30 લાખ
નામિબિયાની વસ્તી ભલે ફક્ત 30 લાખ હોય, પરંતુ તેમાં પ્રતિભાશાળી ખેલાડીઓની કોઈ કમી નથી. આવો જ એક પ્રતિભાશાળી ખેલાડી ઓલરાઉન્ડર જેજે સ્મિત છે, જેણે સેમિફાઈનલમાં તાંઝાનિયા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેજે સ્મિતે પહેલા બેટથી શાનદાર પ્રદર્શન કર્યું અને પછી બોલથી પણ પોતાનું કૌશલ્ય દર્શાવ્યું.
ઓલરાઉન્જેડર જેજે સ્મિતનું દમદાર પ્રદર્શન
જેજે સ્મિતે 43 બોલમાં અણનમ 61 રન બનાવ્યા, જેના કારણે નામિબિયાએ 20 ઓવરમાં 174 રન બનાવ્યા. જવાબમાં તાંઝાનિયા ફક્ત 111 રન જ બનાવી શક્યું. જેજે સ્મિતે બોલિંગમાં પણ કમાલ કર્યો, તેણે 4 ઓવરમાં 16 રન આપીને 3 વિકેટ લીધી. જેજે સ્મિત સિવાય શિકોંગોએ પણ 3 વિકેટ લીધી હતી.
✅ 2021 ✅ 2022 ✅ 2024 ✅ 2026
Namibia make it to a fourth straight men’s T20 World Cup pic.twitter.com/NR8SPkveo6
— ESPNcricinfo (@ESPNcricinfo) October 2, 2025
નામિબિયાના શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓ
આ ટુર્નામેન્ટમાં નામિબિયા માટે ફ્રાયલિંકે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે ચાર ઈનિંગ્સમાં 63 ની સરેરાશથી 189 રન બનાવ્યા છે. જેજે સ્મિતે પણ 174 ની સરેરાશથી 174 રન બનાવ્યા છે. જેજે સ્મિતનો સ્ટ્રાઈક રેટ 204.7 છે.
જેજે સ્મિત અને ફ્રાયલિંકે એક-એક સદી ફટકારી
જેજે સ્મિત અને ફ્રાયલિંક બંનેએ આ ટુર્નામેન્ટમાં એક-એક સદી ફટકારી છે. બોલિંગમાં, ઈટન સૌથી વધુ 10 વિકેટો લઈ ચૂક્યો છે. તેણે એક મેચમાં સતત ચાર વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે.
આ પણ વાંચો: અમદાવાદ ટેસ્ટનો પહેલો દિવસ ભારતને નામ, સિરાજ-બુમરાહની દમદાર બોલિંગ, રાહુલની મજબૂત ફિફ્ટી
