AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni Captainship: ધોનીએ જાળ ફેલાવી અને આગળના બોલ પર હાર્દિક પંડ્યા થઈ ગયો શિકાર- Video

CSK vs GT: હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને ચેપોકમાં રન ચેઝ કરવાની રણનિતી અપનાવી હતી. પરંતુ ગુજરાત ટાઈટન્સનો ધોનીની ચાલ સામે 15 રનથી પરાજય થયો હતો. ચેન્નાઈ 10મી વાર ફાઈનલમાં પહોંચ્યુ છે.

MS Dhoni Captainship: ધોનીએ જાળ ફેલાવી અને આગળના બોલ પર હાર્દિક પંડ્યા થઈ ગયો શિકાર- Video
MS Dhoni trapped Hardik Pandya by Maheesh Theekshana Video
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2023 | 9:40 AM
Share

ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મંગળવારે ક્વોલિફાયર 1 ચેપોકમાં રમાઈ હતી. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. જ્યારે ચેપોકમાં પ્રથમ બેટિંગ માટે ઉતરતા ચેન્નાઈએ 7 વિકેટે 172 રન નોંધાવ્યા હતા. જવાબમાં ગુજરાતના બેટર્સ 157 રનમાં જ ધરાશાયી થઈ ગયા હતા. માહિની ચાલ સામે એક બાદ એક ગુજરાતી બેટર્સ ડગ આઉટ અને પીચ નંબર-5 વચ્ચે અંતર માપતા જ રહ્યા હતા. હાર્દિક પંડ્યા પણ ધોનીની ચાલનો શિકાર થયો હતો. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ધોનીનુ મગજ ખૂબજ શાતીર છે. તે વિશ્વના મહાન કેપ્ટનમાંથી એક ગણના થાય છે. મહત્વની મેચમાં ધોનીએ ચેપોકમાં પોતાની કેપ્ટનશિપની શ્રેષ્ઠ ચાલ જોવા મળી હતી. જેમાં ગુજરાતની ટીમ ફસાતી જ ચાલી હતી. આમ ધોનીએ પોતાની ટીમને ફાઈનલમાં સીધી એન્ટ્રી મંગળવારે અપાવી દીધી હતી. જ્યારે હાર્દિક પંડ્યાની આગેવાની ધરાવતી ગુજરાતની ટીમ ફાઈનલમાં પહોંચવા માટે શુક્રવાર સુધી રાહ જોવી પડશે.

આ પણ વાંચોઃ Ravindra Jadeja Controversy: ચેન્નાઈમાં ‘ગડબડ’ ? ગુજરાત સામેની જીત બાદ રવિન્દ્ર જાડેજાની એક તસ્વીરે હંગામો મચાવ્યો, ફેન્સ પર તાક્યુ નિશાન

પંડ્યાને ફસાવ્યો જાળમાં

હાર્દિક પંડ્યા પાવર પ્લે દરમિયાન જ સસ્તામાં વિકેટ ગુમાવીને પરત ફર્યો હતો. તે બે આંકડામાં રન પણ ટીમના ખાતામાં ઉમેરી શક્યો નહોતો. હાર્દિક પંડ્યા હરીફ ટીમ માટે ખતરા રુપ ખેલાડી છે. તેને ઝડપથી નિપટાવવોએ દરેક હરીફ ટીમ પ્રાર્થના રણનિતીની સાથે કરતી હોય છે. ધોનીએ પોતાની કેપ્ટનશિપનો પરિચય કરાવતો હોય એમ મહત્વની ચાલ ચાલી અને હાર્દિક તેમાં ભરાઈ ગયો હતો. ધોની પાવર પ્લેની અંતિમ ઓવરના પાંચમાં બોલ પર મહિષ તિક્ષનાનો શિકાર થયો હતો. તેનો કેચ રવિન્દ્ર જાડેજાએ ઝડપ્યો હતો.

જોકે આ કેચ ઝડપવા પહેલા રવિન્દ્ર જાડેજા સ્ક્વેર લેગ પર ફિલ્ડીંગ કરી રહ્યો હતો. પરંતુ મહિષ પાંચમો બોલ લઈને આવે એ પહેલા જ અચાનક ફિલ્ડીંગમાં ધોનીએ ફેરફાર કર્યો હતો. જાડેજાને સ્ક્વેર લેગથી હટાવીને કવર્સ પર પાસે લગાવ્યો હતો. હાર્દિક ઓફ સ્ટંપ પર સર્કલની ઉપરથી મારવાનો પ્રયાસ કરતો હોવાનો ઈરાદો ધોનીએ પારખી લીધો હતો. ધોનીએ આ માટે એક ફિલ્ડર ઓફ સાઈડ પર વધારવાની ચાલ ચાલી હતી. આ સાથે જ તુરત જ એ બોલ પર હાર્દિકે પોઈન્ટ પર જાડેજાના હાથમાં આસાન કેચ આપી દીધો હતો. હાર્દિક કવર્સ ઉપર થી શોટ લગાવવા જતો હતો, પરંતુ ત્યાં ફિલ્ડર જોઈ પોઈન્ટ પરથી ફટકારવા જતા જ ફસાઈ ગયો.

ચેન્નાઈ સુપર કિંગ્સે 172 રનના સ્કોરને સુરક્ષીત રાખીને જીત મેળવી હતી. ધોનીની જબરદસ્ત કેપ્ટનશિપને લઈ ચેન્નાઈને જીત મળી હતી. સિઝનમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ગુજરાત ટાઈટન્સ ટીમને લક્ષ્યથી 15 રન પહેલા જ સમેટી લઈને જીત મેળવી હતી.

આ પણ વાંચોઃ CSK VS GT: હાર્દિક પંડ્યાએ ચેન્નાઈ સામે હાર બાદ ધોનીની ‘તાકાત’ના કર્યા વખાણ, કહ્યુ-મગજને લઈ ટાર્ગેટ 10 રન વધી જાય છે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">