MS Dhoni: ધોની નહી પરંતુ સહેવાગ કેપ્ટન પસંદ થયો હોત, પરંતુ આ કારણો એ ધોનીનો રસ્તો ખોલ્યો

MS Dhoni: ધોની નહી પરંતુ સહેવાગ કેપ્ટન પસંદ થયો હોત, પરંતુ આ કારણો એ ધોનીનો રસ્તો ખોલ્યો
MS Dhoni

ધોની (Dhoni) ની એક ખેલાડી તરીકે ટૂંકા ગાળામાં બોલબોલા બોલાઇ ગઇ હતી. પરંતુ વાત કેપ્ટનશીપ સોંપવાની હતી. કારણ કે અનેક સ્ફોટક બેટ્સમેન કેપ્ટન તરીકે નિષ્ફળ નિવડી ચુક્યા છે.

Avnish Goswami

|

Jul 07, 2021 | 7:42 AM

ખૂબ ઓછા લોકોને એ વાતની જાણકારી હશે કે, મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Sings) ની પહેલી પસંદ નહોતો. ટીમ ના માલિક એન શ્રીનિવાસન (N Srinivasan) કોઇ અન્ય ખેલાડીને કેપ્ટન તરીકે ઇચ્છી રહ્યા હતા. પરંતુ આખરે ધોની પર કેપ્ટનશીપનો કળશ ઢોળાયો હતો. ત્યાર બાદ જે થયુ એ એ સૌ એ જોયુ છે. ચેન્નાઇનો ધોનીએ IPL માં ડંકો વગાડી દીધો હતો. ત્યાર બાદ થી આજ સુધી ચેન્નાઇની ટીમમાં ખેલાડીઓ અનેક બદલાઇ ચુક્યા, પરંતુ ધોની અને તેની કેપ્ટનશીપ એમના એમ છે, જે બહુ મોટી વાત છે.

મીડિયા રિપોર્ટસનુસાર, શ્રીનિવાસન ને ધોની પસંદ નહોતો એ વાતનો ફોડ ચંદ્રશેખરે પાડ્યો હતો. ચંદ્રશેખર (Chandrashekhar) ચેન્નાઇ સુપર કિંગ્સના ટીમ સિલેક્ટર હતા. અને તેઓએ કહ્યુ હતુ કે ઘોની તેમને પસંદ આવી રહ્યો નહોતો. 2008માં જ્યારે ઓકશન યોજાનાર હતુ એ પહેલા પહેલા જ, ચંદ્રશેખરને શ્રીનિવાસને એક પ્રશ્ન કર્યોહતો. જેમાં તેઓએ પૂછ્યુ હતુ કે, કોને ખરીદવા ઇચ્છો છો. તો તેમણે જવાબ આપ્યો હતો કે, એમએસ ધોનીને. તો તેઓએ તુરતજ વળતો બીજો સવાલ કર્યો હતો કે, વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) ને કેમ નહી. તેઓેને સહેવાગની તોફાની બેટીંગ ખૂબ પસંદ હતી.

CSK ના પૂર્વ સિલેકટર ચંદ્રશેખરે કહ્યુ હતુ કે, મે ધોનીના ઉપયોગના સંદર્ભે બતાવ્યુ હતુ. સાથે જ કહ્યુ હતુ કે સહેવાગ તે પ્રકારની પ્રેરણા નહી આપે. જ્યારે ધોની કેપ્ટન, વિકેટકીપર અને બેટ્સમેન છે. એટલે કે મલ્ટીપલ ઉપયોગી ખેલાડી છે. જે મેચને ગમે ત્યારે પલટી શકવા સક્ષમ છે. આ વાત સમજાવતા શ્રીનિવાસનના વાત ગળે ઉતરી હતી અને તેઓે ધોનીને ખરીદવા અંગે સહમતી દર્શાવી હતી.

તો પૈસા માટે થઇને ધોનીને જવા દેવાનો હતો

જોકે એ વખતે ડર એ હતો કે, વધારે પૈસામાં બીજી ટીમ તેને ખરીદી ના લે. ચંદ્રશેખરે કહ્યુ, મે અમારી રકમને 1.4 મિલિયલન ડોલર સુધી વધારી હતી. અમારી પુરી ટીમ માટે અમારી પાસે 5 મિલિયન ડોલર જ હતા. જેથી CSK ના તત્કાલીન ટીમ સિલેક્ટરે આગળ કહ્યુ, અમે 1.5 મિલિયન થી વધારેની બોલી ધોની માટે લાગે તો, અમે તેને છોડી દેનારા હતા. કારણ કે અમારે પુરી ટીમ નિર્માણ કરવાની હતી.

શરુઆતથી ધોની ચેન્નાઇની ઓળખ બની રહ્યો

જોકે CSK અને ધોની બંને એ સાથે જોડાવવાનુ નિશ્વિત હશે. ધોની 1.5 મિલિયન ડોલરમાં ચેન્નાઇની ટીમ માટે ખરીદવામાં આવ્યો હતો. ધોની ત્યાર થી લઇને આજ સુધી ચેન્નાઇની ટીમ સાથે જોડાયેલો રહ્યો હતો. જ્યારે બે વર્ષ માટે ચેન્નાઇ ની ટીમ પર પ્રતિબંધ લાગ્યો હતો, ત્યારે તે અન્ય ટીમમાં જોડાયો હતો.

ધોનીએ જોકે ચેન્નાઇ સુપર કિંગ્સની અપેક્ષા અને કલ્પના કરતા વધુ સફળતા અપાવી હતી. સીએસકે IPL ની સૌથી વધારે બ્રાન્ડ વેલ્યુ ધરાવતી ટીમ બનાવી દીધી હતી. સાથે જ ધોની ત્રણ વખત આઇપીએલ ટાઇટલ વિજેતા પણ ટીમને બનાવી ચુક્યો છે. તો વર્ષ 2020ને બાદ કરતા દરેક વખત ટીમ પ્લેઓફમાં સામેલ રહી છે.

આ પણ વાંચોઃ  MS Dhoni: ધોની પણ બોલિવુડમાં એક્ટીંગ કરી ચુક્યો હતો, ફેન્સને તેનો અભિનય જોવા ના મળી શક્યો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati