AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni અમદાવાદમાં રમાનારી ઓપનિંગ મેચમાં નહીં રમે! IPL 2023 ની શરુઆત પહેલા CSK પર વધૂ એક આફત

ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2023 ની પ્રથમ મેચ રમાનારી છે. આ પહેલા જ CSK ને લઈ સમાચાર ચાહકોને નિરાશ કરનાર આવી રહ્યા છે.

MS Dhoni અમદાવાદમાં રમાનારી ઓપનિંગ મેચમાં નહીં રમે! IPL 2023 ની શરુઆત પહેલા CSK પર વધૂ એક આફત
Ms Dhoni injury doubtful for CSK vs GT match
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 11:26 PM
Share

શુક્રવારે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPL 2023 ની ઓપનિંગ મેચ રમાનારી છે. ઓપનિંગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 31 માર્ચ, શુક્રવારે રમાશે. મેચને લઈ જબરદસ્ત ઉત્સાહ સિઝનની શરુઆતના આગળના દિવસે ગુરુવારે જોવા મળી રહ્યો છે. જોકે આ દરમિયાન ધોનીને ઈજાની સમસ્યા હોવાને લઈ ચિંતા વ્યાપી છે. સિઝનની શરુઆતને સારી બનાવવાના ઈરાદા સાથે છેલ્લા કેટલાય દિવસોથી તૈયારીઓ માટે પરિશ્રમ કરી રહેલ ચેન્નાઈ સુપર કિંગ્સને ચિંતા છવાઈ ગઈ છે. ચેન્નાઈ ટીમનો સુકાની અને સ્ટાર દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીને ઈજા પહોંચી છે. તેનુ પ્રથમ મેચમાં રમવુ મુશ્કેલ નજર આવી રહ્યુ છે.

મીડિયા રિપોર્ટસ મુજબ ધોનીને ઘૂંટણની ઈજા પહોંચી છે. જેને લઈ તે પ્રેક્ટિસ મેચમાં પરેશાન જોવા મળી રહ્યો હતો. આમ તે પ્રથમ મેચ માટે સંપૂર્ણ ફિટ હોવુ મુશ્કેલ લાગી રહ્યુ છે. આમ તો 4 વર્ષના મહેન્દ્રસિંહ ધોની ફિટ ખેલાડી તરીકે જોવામાં આવે છે. તેની ફિટનેસને લઈ તે સતત ચર્ચામાં રહે છે. જોકે આ વખતે ફિટનેસને લઈ સિઝનની શરુઆતે પરેશાન નજર આવી રહ્યો છે.

વિકેટકિપીંગથી દૂર રહ્યો

ધોની વિકેટની આગળ અને પાછળ અને બે વિકેટની વચ્ચે જબરદસ્ત પરફોર્મ કરે છે. તે બે વિકેટની વચ્ચે રનિંગ કરીને રન ચોરાવી લેવામાં હોંશિયાર છે. તો વિકેટની પાછળ ખૂબ જ ચપળ જોવા મળે અને વિકેટની આગળ બેટથી જબરદસ્ત રમ રમે છે. પરંતુ તે પ્રેક્ટિસ દરમિયાનવ રન લેવામાં સમસ્યા અનુભવી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ તે સમસ્યાને લઈ વિકેટકિપીંગથી પણ દૂર રહ્યો છે. આમ તેની આ સમસ્યા પરેશાન કરનારી જણાઈ રહી છે.

CSK દ્વારા આ અંગે હજુ કોઈ અપડેટ અધિકૃત રીતે આપ્યુ નથી. આમ છતાં ધોની ગુજરાત ટાઈટન્સ સામેની મેચ માટે ફિટ રહે એવી આશા રાખવામાં આવી રહી છે. આમ છતાં પણ તે નહીં રમે તો તે સિઝનમાં ચેન્નાઈની બીજી મેચમાં 3 એપ્રિલે એક્શનમાં જોવા મળી શકે છે. આ મેચ હોમગ્રાઉન્ડ ચેન્નાઈમાં રમાનારી છે.

સુકાન સંભાળશે?

ધોનીની ગેરહાજરી રહેશે તો કેપ્ટનશિપ કોને સોંપવામાં આવશે તે કળુ પણ મુશ્કેલ બની ચુક્યુ છે. કારણ કે અગાઉ ગત સિઝનમાં રવિન્દ્ર જાડેજાને સુકાન સોંપવામાં આવ્યુ હતુ અને ચેન્નાઈને માટે મુશ્કેલીઓ સર્જાઈ હતી. આવામાં અંબાતી રાયડૂ અને મોઈન અલી જેવા ખેલાડી ધોનીની ગેરહાજરીમાં વિકલ્પ માની શકાય. જે બંને ખેલાડીઓ અનુભવી છે. આ સિવાય ઋતુરાજ ગાયકવાડ પણ સારો વિકલ્પ છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">