MS Dhoni ને લંડનના રસ્તા પર ચાલવું પડ્યું ભારે, ચાહકોએ ઘેરી લીધો, સુરક્ષાકર્મીઓ કારમાં બેસાડીને લઇ ગયા, જુઓ વીડિયો
Cricket : ધોની (MS Dhoni) નો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. માહીએ વિચાર્યું જ હશે કે હવે તે ભારતમાં રસ્તાઓ પર ચાલવાની મજા નહીં લઈ શકે.
ભારતીય ટીમ (Team India) ના ભૂતપૂર્વ સુકાની એમએસ ધોની (MS Dhoni) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાને ભલે લાંબો સમય થઈ ગયો હોય. પરંતુ તેની ખ્યાતિ ન તો રાંચીની શેરીઓમાં ઓછી થઈ છે અને ન તો લંડનની શેરીઓમાં. હા, શુક્રવારે જ્યારે એમએસ ધોની (MS Dhoni on London Street) લંડનના રસ્તાઓ પર એકલો ફરવા નીકળ્યો ત્યારે તે ભારતીય ચાહકોથી ખરાબ રીતે ઘેરાઈ ગયો હતો. ચાહકો આગળથી પાછળ સુધી ધોનીને ઘેરી વળ્યા હતા અને માહી સાથેની તસવીરો મોબાઈલમાં કેદ કરી રહ્યા હતા. ત્યાર બાદ સુરક્ષા કર્મચારીઓને ધોનીની હાલતનો ખ્યાલ આવ્યો અને પછી આ ગાર્ડ્સ માહીને પોતાની સાથે કારમાં લઈ ગયા.
લંડનના રસ્તા પર ધોનીનો વીડિયો થયો વાયરલ
ધોની (MS Dhoni) નો આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. માહીએ વિચાર્યું જ હશે કે હવે તે ભારતમાં રસ્તાઓ પર ચાલવાની મજા નહીં લઈ શકે. આવી સ્થિતિમાં, ઓછામાં ઓછું લંડનમાં “સામાન્ય માણસ” બનીને જરૂરથી રજાઓ માણી શકાય છે. પરંતુ ધોની તેની વિચારધારામાં સંપૂર્ણપણે ખોટો સાબિત થયો.
. @MSDhoni in the streets of london 🔥🔥pic.twitter.com/aLEurgsClH
— Dhoni Army TN™🦁 (@DhoniArmyTN) July 16, 2022
લંડનના રસ્તા પર ચાહકોએ ધોનીને ઘેરી લીધો
ધોની લંડનના રસ્તા પર આવતા જ ભારતીય ચાહકોએ તેને ઓળખી લીધો હતો અને પછી ધોની ભાઈની બુમો પડવા લાગી… ધોની ભાઈનો અવાજ એકસાથે ફોટા પડાવવા અને વીડિયો બનાવવા માટે ગુંજવા લાગ્યો હતો. પરંતુ આ ચાહકોની ઈચ્છા પૂરી થાય તે પહેલા જ સાદા કપડામાં સુરક્ષાકર્મીઓએ તેને પોતાના સર્કલમાં લઈ લીધા. આ ગાર્ડ્સ ધોનીને ઘેરી લીઘો હતો અને તેને રસ્તાના બીજા છેડે પડેલી પોતાની કારમાં લઇ ગયા હતા.
તો માહી ભાઈ, વાત એ છે કે તમારે તમારી જાતને બિલકુલ હળવાશથી ન લેવી જોઈએ. તમારા ચાહકો ઇંગ્લેન્ડમાં પણ એટલા જ છે જેટલા ભારતમાં છે. આવી સ્થિતિમાં હવે ફરીવાર જ્યારે પણ તમે ઇંગ્લેન્ડ અથવા અન્ય દેશમાં જ્યાં મોટી સંખ્યામાં ભારતીય અથવા એશિયન લોકો હોય અને તમે રસ્તા પર નીકળો તો જતા પહેલા પોલીસને ચોક્કસ સાથે લઇ જજો.
લંડનમાં ધોનીએ પોતાના મિત્ર સુરેશ રૈના સાથે કરી મુલાકાત
ધોની ઈંગ્લેન્ડમાં સુરેશ રૈનાને પણ મળ્યો હતો. ક્રિકેટ સિવાય આ બંને ખેલાડીઓની મિત્રતા વિશે પણ ઘણી ચર્ચા થઈ છે. સુરેશ રૈના લાંબા સમય સુધી માત્ર ભારતીય ટીમમાં જ નહીં પરંતુ ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પણ રમતા જોવા મળ્યા હતા. તો સુરેશ રૈનાએ પણ તે જ દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી જ્યારે ધોનીએ ક્રિકેટને અલવીદા કહ્યું હતું.