IPL 2023 Points Table: ધોનીની ટીમ ચેન્નાઈ- ગુજરાતથી નીચે સરકી, રાજસ્થાન ફરી નંબર-1
IPL 2023 Points Table in Gujarati: પોઈન્ટ્સ ટેબલમાં અત્યાર સુધીમાં માત્ર 3 જ ટીમો 5-5 મેચ જીતી શકી છે. શુક્રવારે પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ બાદ વધુ એક ટીમ 10 પોઈન્ટ્સ મેળવનારી બનશે.
IPL 2023 ની સિઝનમાં હવે પ્લેઓફને લઈ રેસ જામવા લાગી છે. સિઝનની 37મી મેચ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે જયપુરમાં રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 202 રનનો વિશાળ સ્કોર ચેન્નાઈ સામે ખડક્યો હતો. સંજૂ સેમસનની ટીમ દરેક રીતે ચેન્નાઈ પર ભારે પડતા 32 રનથી જીત મેળવી હતી. ધોની સેના પોઈન્ટ્સ ટેબલમાં નંબર-1ના સ્થાન પર હતી. પરંતુ જયપુરમાં હાર બાદ હવે તે ટીમ ત્રીજા સ્થાને સરકી ગઈ છે. જ્યારે રાજસ્થાન હવે ફરી એકવાર સૌથી ઉપર પહોંચ્યુ છે.
ચેન્નાઈએ જયપુરમાં હાર સાથે નંબર-1 નો તાજ ગુમાવ્યો છે. રાજસ્થાન સામેની જીત ધોનીની ટીમને સૌથી ઉપર જળવાઈ રહેવા સાથે વધારે મજબૂત પ્લેઓફની રેસમાં બનાવી શક્યુ હોત. જોકે હવે રાજસ્થાન સંજૂ સેમસનની આગેવાનીમાં આ માર્ગ પર વધારે સારી રીતે આગળ વધી રહ્યુ છે.
રાજસ્થાન નંબર-1
આ પહેલા રાજસ્થાન રોયલ્સે સળંગ બે મેચમાં હારનો સામનો કર્યો હતો. જેને લઈ રાજસ્થાને પોઈન્ટ્સ ટેબલમાં મોટો ફટકો વેઠવો પડ્યો હતો. જોકે ધોનીની આગેવાની ધરાવતી ચેન્નાઈ સુપર કિંગ્સની સામે જીત મેળવતા જ ફરીથી લક્ષ્ય તરફ આગળ વધતી ટીમ તરીકે રાજસ્થાન જોવા મળ્યુ હતુ. રાજસ્થાન રોયલ્સે સિઝનમાં 8 મેચ રમીને આ પાંચમી જીત મેળવી છે. આમ રાજસ્થાને પોઈન્ટ્સ ટેબલમાં 10 પોઈન્ટ્સ મેળવ્યા છે. 10-10 પોઈન્ટ્સ ધરાવતી ટીમ રાજસ્થાન ઉપરાંત, ગુજરાત અને ચેન્નાઈ છે.
નેટ રનરેટ આધારે રાજસ્થાન સૌથી ઉપર જોવા મળી રહ્યુ છે. રાજસ્થાનની નેટ રનરેટ સૌથી સારી છે, જેને લઈ હવે ચેન્નાઈ સુપર કિંગ્સ ત્રીજા સ્થાને સરક્યુ છે, જ્યારે ગુજરાત ટાઈટન્સ બીજા સ્થાને યથાવત રહ્યુ છે. ગુજરાત ટાઈટન્સ હવે પોતાની 8મી મેચ રમતા જ નંબર-1ના સ્થાન પર પહોંચી શકે છે, જોકે આ માટે આગામી મેચમાં જીત મેળવવી જરુરી છે.
પંજાબ અને લખનૌ સુધારશે સ્થાન
મોહાલીમાં શુક્રવારે પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ટક્કર થનારી છે. આ મેચનુ પરિણામ વધુ એક ટીમને 10 પોઈન્ટ્સ મેળવનારી ટીમોના ક્લબમાં સામેલ કરી શકે છે. જોકે લખનૌ શુક્રવારે જીત મેળવવામાં સફળ રહે છે તો, ચેન્નાઈએ વધુ એક સ્થાન નિચે સરકવુ પડી શકે છે, એટલે કે ગુરુવારની મેચ પહેલા સુધી નંબર-1 રહેનારી ટીમ સીધી જ ચોથા સ્થાને શુક્વારે રાત્રે સરકી શકે છે. પંજાબ જીત મેળવે તો, તે ચોથા સ્થાન પર કબજો જમાવી શકે છે અને પ્લેઓફની રેસને વધુ રસપ્રદ બનાવી શકે છે.
IPL 2023 પોઈન્ટ્સ ટેબલ | ||||||
ક્રમ | ટીમ | મેચ | જીત | હાર | NRR | PTS |
1 | RR | 8 | 5 | 3 | 0.939 | 10 |
2 | GT | 7 | 5 | 2 | 0.580 | 10 |
3 | CSK | 8 | 5 | 3 | 0.376 | 10 |
4 | LSG | 7 | 4 | 3 | 0.547 | 8 |
5 | RCB | 8 | 4 | 4 | -0.139 | 8 |
6 | PBKS | 7 | 4 | 3 | -0.162 | 8 |
7 | KKR | 8 | 3 | 5 | -0.027 | 6 |
8 | MI | 7 | 3 | 4 | -0.620 | 6 |
9 | SRH | 7 | 2 | 5 | -0.725 | 4 |
10 | DC | 7 | 2 | 5 | -0.961 | 4 |
આ પણ વાંચોઃ Varun Chakravarthy, IPL 2023: RCB ને ઘર આંગણે મુશ્કેલીમાં ઉભી કરાનાર વરુણ ચક્રવર્તીને ઘરે મોકલવાની ચર્ચા? જાણો કેમ
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…