Viral: MS ધોનીએ ચંદ્રયાન-3ની સફળતાની પોતાની શૈલીમાં કરી ઉજવણી, જુઓ Video
ચંદ્રયાન-3ની સફળતા સાથે ભારતે એક નવો ઈતિહાસ રચ્યો છે. ભારત ચંદ્ર પર પહોંચનારો ચોથો અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. દુનિયાએ ભારતને આ ઈતિહાસ રચતા જોયો. બધાની પ્રતિક્રિયાઓ પણ આવી. પરંતુ ધોનીની પ્રતિક્રિયાએ બધાનું ધ્યાન ખેંચ્યું.
ચંદ્રયાન-3 (Chandrayaan 3) ની સફળતા પર વિશ્વભરમાં લોકોએ પ્રતિક્રિયા આપી હતી. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બન્યો હતો. ભારતે નવો ઈતિહાસ રચ્યો હતો. આ ઈતિહાસ રચતી વખતે એમએસ ધોની (MS Dhoni) પણ તેનો સાક્ષી બન્યો હતો અને ટીવી પર આ મોમેન્ટ જોઈ તેની ઉજવણી કરી હતી. ત્યારપછી ધોનીએ જે રિએક્શન આપ્યું તે ખૂબ જ વાયરલ (Viral Video) થયું છે.
ચંદ્રયાન-3ની સફળતા
ક્રિકેટમાં ધોની પોતાની અલગ સ્ટાઇલ અને મૂડ માટે ફેમસ હતો અને હવે ફરી ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3 ની સફળતા બાદ હવે તેણે આવું જ કર્યું છે. જણાવી દઈએ કે ધોની આ દિવસોમાં રાંચીમાં છે અને ત્યાં તેણે ટીવી પર ભારતને ઈતિહાસ રચતા જોયો હતો.ભારતના પૂર્વ કેપ્ટનની આ પ્રતિક્રિયાની વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.
MS Dhoni celebrating the success of Chandrayaan 3.
Video of the day! pic.twitter.com/3YdPpOzLx4
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 23, 2023
ધોનીએ પોતાની શૈલીમાં કરી ઉજવણી
હવે સવાલ એ છે કે કેપ્ટન કૂલ ધોનીએ ઐતિહાસિક ક્ષણ પર કેવી પ્રતિક્રિયા આપી? તેની પ્રતિક્રિયા થોડી અલગ કેવી રીતે હતી? તો જણાવી દઈએ કે ક્રિકેટના મેદાનની જેમ અહીં પણ ધોનીને કુલ અને કંટ્રોલ રિએક્શન આપ્યું હતું. તેઓ ભારતની ઐતિહાસિક સફળતાથી ખૂબ ખુશ અને ગર્વ અનુભવી રહ્યો હતો, પરંતુ તેમની પ્રતિક્રિયા બધાથી અલગ હતી. જ્યાં આખી દુનિયાએ તાળીઓ પાડીને ચંદ્રયાન-3ની સફળતાને સલામ કરી હતી. બીજી તરફ ધોનીએ પણ પોતાની સ્ટાઈલમાં આવું જ કર્યું, જે વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો.
ધોની પહેલા જીવાની પ્રતિક્રિયા
તમને જણાવી દઈએ કે આ પહેલા ધોનીની દીકરી ઝિવાના રિએક્શનની પણ સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી હતી. ધોનીની પત્ની સાક્ષીએ ચંદ્રયાન-3ની સફળતા પર જીવાના સેલિબ્રેશનનો વીડિયો શેર કર્યો હતો.
MS Dhoni’s daughter, Ziva celebrating when Chandrayaan reached the Moon.pic.twitter.com/0x6O3qZEjR
— Johns. (@CricCrazyJohns) August 23, 2023
આ પણ વાંચો : IND vs IRE: 3 કલાકની રાહ વ્યર્થ ગઈ, છેલ્લી T20માં એક્શન દેખાડયા વગર ભારતે જીતી ટી20 સિરીઝ
બુમરાહ એન્ડ કંપનીએ કરી ઉજવણી
ભારત ચંદ્ર પર પહોંચ્યું, ધોનીના ઘરે અને શહેરમાં તેની ઉજવણી કરવામાં આવી. બીજી તરફ આયર્લેન્ડમાં હાજર ટીમ ઈન્ડિયાએ પણ આ ઐતિહાસિક ક્ષણને ખૂબ એન્જોય કરી. ભારત અને આયર્લેન્ડ વચ્ચેની સીરિઝની ત્રીજી અને છેલ્લી T20માં વરસાદ થયો હતો, પરંતુ તે પહેલા ભારતીય ખેલાડીઓએ આયર્લેન્ડમાં ટીવી પર ભારતને ઈતિહાસ રચતા જોયો હતો, જેનો વીડિયો BCCIએ શેર કર્યો હતો.