Chandrayaan 3ની સફળ લેન્ડિંગની ટીમ ઈન્ડિયાએ પણ કરી ઉજવણી, આયર્લેન્ડમાં મેચ પહેલા ભારતીય ખેલાડીઓએ કર્યો ડાન્સ

ચંદ્રયાન-3 ના સોફ્ટ લેન્ડિંગ સાથે, ભારત ચંદ્ર પર પહોંચનાર ચોથો દેશ બન્યો અને ભારતીય વૈજ્ઞાનિકોની આ ઐતિહાસિક સિદ્ધિ માત્ર દેશમાં જ નહીં પરંતુ દેશની બહાર બેઠેલા ભારતીયોએ પણ ઉજવી હતી. હાલમાં ટીમ ઈન્ડિયાની ઊજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Chandrayaan 3ની સફળ લેન્ડિંગની ટીમ ઈન્ડિયાએ પણ કરી ઉજવણી, આયર્લેન્ડમાં મેચ પહેલા ભારતીય ખેલાડીઓએ કર્યો ડાન્સ
cricket team celebrates in ireland
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2023 | 7:04 PM

Ireland : 23 ઓગસ્ટ 2023 બુધવારનો દિવસ ભારતના ઈતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠ તરીકે કાયમ માટે નોંધાયેલ છે. ભારતની અવકાશ એજન્સી ઈસરોની મહેનત, આયોજન અને પ્રયાસોના આધારે ભારતે ચંદ્ર પર પગ મૂક્યો છે. ચંદ્ર પર મોકલવામાં આવેલ ભારતનું મિશન – ચંદ્રયાન-3 (Chandrayaan 3) સફળ થયું. ચંદ્રયાન-3 એ બુધવારે ચંદ્ર પર સફળ ઉતરાણ કર્યું અને આ રીતે ચંદ્ર પર પહોંચનાર વિશ્વનો માત્ર ચોથો દેશ બન્યો.

ઈસરોની આ ઐતિહાસિક સફળતાનો આખો દેશ સાક્ષી બન્યો અને દરેકે દેશવાસીઓ અને ઈસરોના વૈજ્ઞાનિકોને આ સફળતા માટે અભિનંદન પાઠવ્યા. રમતગમત ક્ષેત્રે દેશનું નામ રોશન કરનાર ભારતીય ખેલાડીઓએ પણ ઈસરોને શુભેચ્છાઓ પાઠવી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

જુઓ ભારતીય ખેલાડીઓની ઊજવણીનો વીડિયો

14 જુલાઈના રોજ ઈસરોએ દેશનું ત્રીજું ચંદ્રયાન લોન્ચ કર્યું હતું. અગાઉ 2008માં ભારતે પ્રથમ વખત ચંદ્રની ભ્રમણકક્ષામાં પોતાનું મિશન મોકલ્યું હતુ. ત્યારબાદ 2019માં ઈસરોએ ચંદ્રયાન-2 લોન્ચ કર્યું, જે ચંદ્ર પર ઉતરવાનું હતુ. ચાર વર્ષ પહેલા, ભારતનું આ મિશન સંપૂર્ણ રીતે સફળ રહ્યું ન હતું અને ચંદ્રયાન સોફ્ટ લેન્ડિંગમાં નિષ્ફળ ગયું હતુ. આ વખતે ભારતને આમાં સંપૂર્ણ સફળતા મળી અને ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો પ્રથમ દેશ બન્યો.

ચંદ્રયાનને લગતા તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">