IND vs IRE: 3 કલાકની રાહ વ્યર્થ ગઈ, છેલ્લી T20માં એક્શન દેખાડયા વગર ભારતે જીતી ટી20 સિરીઝ
India vs Ireland: સિરીઝની પહેલી મેચમાં પણ વરસાદની દખલગીરી હતી, પરંતુ પછી પણ કેટલીક મેચ થઈ અને ટીમ ઈન્ડિયાએ તે મેચ જીતી લીધી. બીજી મેચમાં, હવામાને સંપૂર્ણ સહકાર આપ્યો અને જોરદાર સ્પર્ધા જોવા મળી, જ્યાં ભારતે 32 રને મેચ જીતી લીધી. પણ અંતિમ મેચ વરસાદને કારણે રદ્દ થઈ છે.
IND vs IRE : ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. માલાહાઇડમાં મેચ પહેલા શરૂ થયેલો વરસાદ અવિરત ચાલુ રહ્યો હતો, જેના કારણે મેચ શરૂ થઈ શકી ન હતી અને ત્રણ કલાકની રાહ જોયા બાદ તેને રદ જાહેર કરવામાં આવી હતી. આ રીતે જસપ્રીત બુમરાહની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ સિરીઝ 2-0થી જીતી લીધી હતી. આયર્લેન્ડ સામે ભારતની આ સતત ત્રીજી T20 સિરીઝ જીત છે.
માલાહાઇડમાં ત્રીજી મેચ શરૂ થાય તે પહેલા જ વરસાદે દસ્તક આપી દીધી હતી. મેચની શરૂઆતના થોડા સમય પહેલા જ ટીમ ઈન્ડિયાએ ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ ગ્રાઉન્ડમાં જ ટીવી લગાવીને જોયું હતું અને તેની ઉજવણી કરી હતી. ત્યારબાદ થોડી જ વારમાં વરસાદ શરૂ થયો અને ટોસ પણ થઈ શક્યો નહીં.
ધીરે ધીરે વરસાદની ગતિ વધી અને મેચની આશા ધૂંધળી થઈ ગઈ. લાંબા સમય બાદ વરસાદ બંધ થયો પરંતુ મેદાન ભીનું હોવાને કારણે મેચ શરૂ થઈ શકી ન હતી અને લગભગ સાડા ત્રણ કલાકની રાહ જોયા બાદ તેને રદ જાહેર કરવામાં આવી હતી.
The third T20I has been abandoned due to rain and wet ground conditions. India win the series 2-0. #TeamIndia #IREvIND pic.twitter.com/sbp2kWYiiO
— BCCI (@BCCI) August 23, 2023
It’s still raining, but the umpires are planning to hold an inspection in 20 minutes. #IREvIND ☘️ #BackingGreen #GreenInnings pic.twitter.com/H940bWdmO9
— Cricket Ireland (@cricketireland) August 23, 2023
જુઓ ભારતીય ખેલાડીઓની ઊજવણીનો વીડિયો
Witnessing History from Dublin!
The moment India’s Vikram Lander touched down successfully on the Moon’s South Pole #Chandrayaan3 | @isro | #TeamIndia https://t.co/uIA29Yls51 pic.twitter.com/OxgR1uK5uN
— BCCI (@BCCI) August 23, 2023
23 ઓગસ્ટ 2023 બુધવારનો દિવસ ભારતના ઈતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠ તરીકે કાયમ માટે નોંધાયેલ છે. ભારતની અવકાશ એજન્સી ઈસરોની મહેનત, આયોજન અને પ્રયાસોના આધારે ભારતે ચંદ્ર પર પગ મૂક્યો છે. ચંદ્ર પર મોકલવામાં આવેલ ભારતનું મિશન – ચંદ્રયાન-3 સફળ થયું. ચંદ્રયાન-3 એ બુધવારે ચંદ્ર પર સફળ ઉતરાણ કર્યું અને આ રીતે ચંદ્ર પર પહોંચનાર વિશ્વનો માત્ર ચોથો દેશ બન્યો.
ઈસરોની આ ઐતિહાસિક સફળતાનો આખો દેશ સાક્ષી બન્યો અને દરેકે દેશવાસીઓ અને ઈસરોના વૈજ્ઞાનિકોને આ સફળતા માટે અભિનંદન પાઠવ્યા. રમતગમત ક્ષેત્રે દેશનું નામ રોશન કરનાર ભારતીય ખેલાડીઓએ પણ ઈસરોને શુભેચ્છાઓ પાઠવી હતી.