AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohammed Shami-Hasin Jahan: શમીની પત્ની પહોંચી સુપ્રીમ કોર્ટ, પતિ પર લગાડયો અય્યાશી કરવાનો આરોપ

હસીન જહાંએ સૌપ્રથમ 2018માં શમી અને તેના પરિવારના સભ્યો પર ઘરેલુ હિંસા અને જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તેણે શમી અને તેના પરિવાર વિરુદ્ધ જાદવપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. જોકે શમીએ તેના પર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા હતા.

Mohammed Shami-Hasin Jahan: શમીની પત્ની પહોંચી સુપ્રીમ કોર્ટ, પતિ પર લગાડયો અય્યાશી કરવાનો આરોપ
mohammed shami
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 9:29 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પૂર્વ પત્ની હસીન જહાં હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. હસીન જહાંએ સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરીને આરોપ લગાવ્યો છે કે શમી વિરુદ્ધ નોંધાયેલ ક્રિમિનલ કેસ છેલ્લા ચાર વર્ષથી પેન્ડિંગ છે. તેણે આરોપ લગાવ્યો છે કે ભારતીય ક્રિકેટરના લગ્નેત્તર સંબંધો હજુ પણ ચાલુ છે.

હસીન જહાંએ સૌપ્રથમ 2018માં શમી અને તેના પરિવારના સભ્યો પર ઘરેલુ હિંસા અને જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તેણે શમી અને તેના પરિવાર વિરુદ્ધ જાદવપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. જોકે શમીએ તેના પર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા હતા. શમી હાલમાં IPL-2023માં ગુજરાત ટાઈટન્સ તરફથી રમી રહ્યો છે અને તેના બોલથી ધમાલ મચાવી રહ્યો છે.

આ છે સમગ્ર મામલો

હસીન જહાંએ હાલની અરજીમાં આરોપ લગાવ્યો છે કે કોલકાતાની સેશન કોર્ટે શમી વિરુદ્ધ કાર્યવાહી કરવા પર સ્ટે લગાવી દીધો હતો. તેણે કહ્યું કે શમી કેસ માટે પૈસા પણ નથી આપતો. હસીન જહાંએ પોતાની અરજીમાં કહ્યું છે કે શમી તેની પાસેથી દહેજની માંગ કરતો હતો. તેણે કહ્યું છે કે શમી ટીમ ઈન્ડિયા સાથે પ્રવાસ દરમિયાન અને ભારતીય ટીમ સાથે રહેતી વખતે વધારાની વસ્તુઓ રાખતો હતો.

હસીન જહાંએ આરોપ લગાવ્યો છે કે શમી બીસીસીઆઈના પ્રવાસમાં બીજા ફોન નંબરનો ઉપયોગ કરીને અય્યાશી કરતો હતો. તેણે કહ્યું કે કોલકાતાના લાલ બજારની પોલીસે તેનો ફોન પણ જપ્ત કર્યો છે. પરંતુ હજુ પણ શમીની અય્યાશી ચાલુ છે.

આ વાતથી નારાજ છે શમીની પત્ની

કોર્ટે શમીને હસીન જહાંને આપવા માટે જે ભથ્થાબંધ રકમ આપવા કહ્યું હતું તેનાથી પણ હસીન જહાં ખુશ નથી. હસીન જહાંએ શમી પાસેથી દર મહિને 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. હસીન જહાંએ તેના અંગત ખર્ચ માટે 7 લાખ રૂપિયા અને પુત્રીના ખર્ચ માટે 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

હસીન જહાંએ શમી પર મેચ ફિક્સિંગનો આરોપ પણ લગાવ્યો હતો અને ત્યારબાદ BCCI ચલાવતી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (CoA)એ તેની તપાસ કરી હતી, જેમાં શમી નિર્દોષ હોવાનું બહાર આવ્યું હતું. શમી તેના પર લાગેલા આરોપોને સતત નકારી રહ્યો છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
g clip-path="url(#clip0_868_265)">