ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટનને લઇને Mohammed shami ની મોટી વાત, કહ્યુ લીડર ખૂબ જરુરી પરંતુ ખેલાડીઓએ 100 ટકા આપવુ પડશે

વિરાટ કોહલી (Virat Kohli) એ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી ગુમાવ્યા બાદ કેપ્ટનશીપ છોડી દીધી હતી અને ત્યારથી ભારતની આગામી ટેસ્ટ કેપ્ટનશીપની ચર્ચા તેજ બની રહી છે.

ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટનને લઇને Mohammed shami ની મોટી વાત, કહ્યુ લીડર ખૂબ જરુરી પરંતુ ખેલાડીઓએ 100 ટકા આપવુ પડશે
Mohammed shami એ આગામી ટેસ્ટ કેપ્ટનને લઇ કહી વાત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 6:12 PM

વિરાટ કોહલી (Virat Kohli) ના કેપ્ટનશીપ છોડ્યા બાદ ભારતીય ટીમ (Indian Cricket Team) ના નવા ટેસ્ટ કેપ્ટનની શોધ ચાલી રહી છે, જેમાં રોહિત શર્મા, કેએલ રાહુલ અને ઋષભ પંતનું નામ મોખરે છે. દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ત્રણ મેચની વનડે શ્રેણીમાં હાર બાદ કોહલીએ ટેસ્ટ શ્રેણીની કેપ્ટનશીપ છોડી દીધી હતી. ત્યારથી ટેસ્ટ ટીમનો આગામી સુકાની કોણ હશે તેની ચર્ચા જોરમાં છે. ભારતીય ટીમના મુખ્ય ઝડપી બોલરોમાંથી એક મોહમ્મદ શમી (Mohammed Shami) એ નવા ટેસ્ટ કેપ્ટન વિશે વાત કરી છે. તેણે કહ્યું છે કે એક સારો કેપ્ટન હોવો ખૂબ જ જરૂરી છે. પરંતુ એ પણ જરૂરી છે કે દરેક ખેલાડી પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવા પર ધ્યાન આપે.

ભારતે આવતા મહિને વેસ્ટ ઈન્ડિઝ સાથે વનડે અને ટી-20 મેચોની શ્રેણી અને ત્યારબાદ શ્રીલંકા સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે. સંભવતઃ શ્રીલંકા સામેની શ્રેણી પહેલા જ ભારતના નવા ટેસ્ટ કેપ્ટનના નામની જાહેરાત કરવામાં આવશે.

મારું ધ્યાન મારી રમત પર

અંગ્રેજી મીડિયા રિપોર્ટ મુજબ એક વાત કરતા શમીએ કહ્યું, “સ્પષ્ટપણે ટીમને ટેસ્ટમાં લીડરની જરૂર છે. તે સારી વાત છે કે નવા કેપ્ટન હેઠળ અમારી પ્રથમ શ્રેણી આવતા મહિને ઘરઆંગણે શ્રીલંકા સામે છે. તેથી સંજોગો ઓળખીને થોડી રાહત મળશે. પરંતુ જો તમે મને પૂછો, તો મારું ધ્યાન હું કેટલું સારું કરી શકું છું અને બોલર એક યુનિટ તરીકે કેટલું સારું કરી શકે છે તેના પર છે. હું એ નથી વિચારી રહ્યો કે ટેસ્ટ કપ્તાની કોના હાથમાં આવશે. અમારી પાસે રોહિત શર્મા છે, અજિંક્ય રહાણે પણ છે. પરંતુ પરિણામ સૌથી મહત્વનું છે.”

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

જવાબદારી લેવાની જરૂર છે

શમીએ કહ્યું છે કે દરેક ખેલાડીએ મોટી જવાબદારી લેવાની જરૂર છે. તેણે કહ્યું, “તે ખેલાડીઓ પર નિર્ભર છે કે તેઓ તેમના પ્રદર્શન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે અને મોટી જવાબદારી નિભાવે કારણ કે આનાથી અમને અપેક્ષા મુજબના પરિણામો પ્રાપ્ત કરવામાં મદદ મળશે.”

રોહિતને ગયા વર્ષે ડિસેમ્બરમાં ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન અને ODI-T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો પરંતુ ઈજાના કારણે તે દક્ષિણ આફ્રિકા જઈ શક્યો ન હતો. ટેસ્ટ કેપ્ટન બનવાની રેસમાં રોહિતનું નામ સૌથી આગળ છે. રાહુલનું નામ પણ આ રેસમાં છે, પરંતુ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર તેને ટેસ્ટ અને વનડેમાં કેપ્ટનશીપ કરવાની તક મળી હતી જ્યાં રાહુલ પ્રભાવિત કરી શક્યા ન હતા.

આ પણ વાંચોઃ Rohit Sharma અને Rahul Dravid ની જોડી પાસેથી શું અપેક્ષા રાખવી? જાણો માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો અભિપ્રાય

આ પણ વાંચોઃ WWE Royal Rumble: ભારતનો સ્ટાર રેસલર વિર મહાન શનિવારે રિંગમાં ઉતરશે કે નહીં ? કેમ ચર્ચાઇ રહ્યો છે સૌથી વધુ આ સવાલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">