Pakistan : પાકિસ્તાનના કેપ્ટનનો મોટો ખુલાસો, ટીમ ઈન્ડિયા વિશે વાત કરવા પર છે પ્રતિબંધ

18 ઓક્ટોબરથી ઓમાનના મસ્કટમાં ઈમર્જિંગ એશિયા કપની શરુઆત થઈ રહી છે. આ ટૂર્નામેન્ટ પહેલા પાકિસ્તાન એના કેપ્ટન મોહમ્મદ હારિસે કહ્યું કે, તેની ટીમના કોઈ ખેલાડી ટીમ ઈન્ડિયા વિશે વાત કરી શકતું નથી.તેણે આ માટે આશ્ચર્યજનક કારણ આપ્યું છે.

Pakistan : પાકિસ્તાનના કેપ્ટનનો મોટો ખુલાસો, ટીમ ઈન્ડિયા વિશે વાત કરવા પર છે પ્રતિબંધ
Follow Us:
| Updated on: Oct 16, 2024 | 2:37 PM

મસ્કતમાં 18 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ઇમર્જિંગ એશિયા કપ પહેલા પાકિસ્તાન A ટીમે એક આશ્ચર્યજનક નિર્ણય લીધો છે.પાકિસ્તાન એ ટીમ ઈન્ડિયા વિશે વાત કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે એટલે કે, આખી ટૂર્નામેન્ટ દરમિયાન પાકિસ્તાન એ ટીમનો કોઈ ખેલાડી ઈન્ડિયા એ વિશે કોઈ વાત કરશે નહિ. આ વાતનો ખુલાસો ખુદ પાકિસ્તાન એના કેપ્ટન મોહમ્મદ હારિસે કર્યો છે. મોહમ્મદ હારિસે આની પાછળ ચોંકાવનારું કારણ પણ જણાવ્યું છે. મોહમ્મદ હારિસે કહ્યું કે, ટીમ ઈન્ડિયાની વાત કરી પાકિસ્તાનની ટીમ પર દબાવ વધી જાય છે.

મોહમ્મદ હારિસે શું કહ્યું?

મોહમ્મદ હારિસે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, પાકિસ્તાનની ટીમને ટીમ ઈન્ડિયા વિશે વાત કરવાની પરવાનગી નથી.ઇમર્જિંગ એશિયા કપ દરમિયાન તેના વિશે કોઈ ચર્ચા થશે નહીં. જ્યારે હું 2023 વર્લ્ડકપમાં રમ્યો તો દરેક ટીમ ઈન્ડિયા વિશે વાત કરી રહ્યા હતા અને તેનાથી તેમના પર ખુબ દબાણ આવ્યું હતુ.

ઇમર્જિંગ એશિયા કપ

ઇમર્જિંગ એશિયા કપમાં 8 ટીમ ભાગ લેશે. ગ્રુપએમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, હોંગકોંગ અને શ્રીલંકાની ટીમ છે. તો બી ગ્રુપમાં ઈન્ડિયા, ઓમાન, પાકિસ્તાન અને યુએઈની ટીમ છે. આ ટૂર્નામેન્ટની સૌથી મોટી મેચ 19 ઓક્ટોબરના રોજ રમાશે. આ દિવસે ભારત અને પાકિસ્તાન એની ટક્કર જોવા મળશે. લીગ સ્ટેજમાં પણ ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે ટકરાશે. ત્યારબાદ 21 ઓક્ટોબરના રોજ યૂએઈ સામે ટકરાશે. ત્યારબાદ 23 ઓક્ટોબરના ઓમાન સાથે મેચ થશે , તેમજ 27 ઓક્ટોબરના રોજ ફાઈનલ મેચ રમાશે.

7 tricks : ચાર્જર થઈ ગયું છે કાળુ? આ ટિપ્સ ફોલો કરીને પહેલા જેવું જ કરો સફેદ
આજનું રાશિફળ તારીખ : 16-10-2024
વિરાટ કોહલીએ કરી તોડફોડ, ખુરશી પર કાઢ્યો ગુસ્સો!
પાકિસ્તાનમાં જોવા મળ્યો ભારતીય વિદેશ મંત્રીનો સ્વેગ, બાળકોએ પણ પડાવ્યા ફોટોસ
'ધૂમ 4'ની તૈયારી કરી રહ્યો છે રણબીર કપૂર, નવો લુક સામે આવ્યો
રતન ટાટા પાસે હતી આ 5 મોંઘી વસ્તુઓ, આટલી છે તેની કિંમત !

ટીમ ઈન્ડિયામાં છે મજબુત ખેલાડીઓ

ભારતીય ટીમ ઈમર્જિંગ એશિયા કપ માટે મજબુત ટીમ પસંદ કરી છે. જેનો કેપ્ટન તિલક વર્મા છે. આ સિવાય વૈભવ અરોડા, આયુષ બદોની, રાહુલ ચાહર, અંશુલ કંબોજ, સાંઈ કિશોર, આકિબ ખાન, અનુજ રાવત પણ આ ટીમમાં છે. રસિખ સલામ, નિશાંત સિંધુ, પ્રભસિમરન સિંહ, અભિષેક શર્મા, રમનદીપ સિંહ, ઋતિક શૌકીન, નેહાલ વઢેરા પણ આ ટીમમાં સામેલ છે.

મોહમ્મદ હરિસે એ પણ જણાવ્યું કે શા માટે ડ્રેસિંગ રૂમમાં ભારત વિશે વાત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પાકિસ્તાની ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે ડ્રેસિંગ રૂમમાં ભારત વિશે વાત કરવાથી દબાણ વધે છે. આ કારણે ભારતીય ટીમ વિશે કોઈ વાત કરશે નહીં.

g clip-path="url(#clip0_868_265)">