IND vs WI: મિતાલી રાજે ધોની, ગાંગુલી અને અઝહરને છોડી દીધા પાછળ, આ મામલામાં રેકોર્ડ સાથે બની નંબર 1 કેપ્ટન

મિતાલી રાજે (Mithali Raj) એ કરી બતાવ્યું જે એમએસ ધોની, સૌરવ ગાંગુલી, મોહમ્મદ અઝહરુદ્દીને પણ ભારત માટે નથી કર્યું. હવે તે ભારતની નંબર વન કેપ્ટન બની ગઈ છે.

IND vs WI: મિતાલી રાજે ધોની, ગાંગુલી અને અઝહરને છોડી દીધા પાછળ, આ મામલામાં રેકોર્ડ સાથે બની નંબર 1 કેપ્ટન
Mithali Raj જોકે આજે વેસ્ટ ઇન્ડિઝ સામે બેટ વડે ખાસ પ્રદર્શન કરી શકી નહોતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 9:20 AM

મિતાલી રાજ (Mithali Raj) ક્રિકેટ પર એટલા વર્ષોથી રાજ કરી રહી છે કે હવે તે ગમે તે મેચ રમે છે, તે જે પણ મેચમાં ઉતરે છે, તે રન બનાવે કે ના બનાવે પરંતુ તે રેકોર્ડ જરુર બનાવે છે. આ દરમિયાન તે પોતાની કેપ્ટનશિપ સાથે રેકોર્ડની નવી વ્યાખ્યા પણ લખે છે. હાલમાં તે ચર્ચામાં છે કારણ કે તેણે તે કર્યું છે જે એમએસ ધોની (MS Dhoni) , સૌરવ ગાંગુલી (Sourav Ganguly)  અથવા તો મોહમ્મદ અઝહરુદ્દીન ભારત માટે કરી શક્યા નથી. આમ કરીને તે ભારતની નંબર વન કેપ્ટન બની ગઈ છે. અમે અહીં વર્લ્ડ કપની કેપ્ટનશિપ વિશે વાત કરી રહ્યા છીએ. જેમાં મિતાલીએ તમામ ભારતીય કેપ્ટનોને પાછળ છોડીને પોતાનુ રાજ જમાવી દીધુ છે, પછી ભલે તે પુરુષ હોય કે મહિલા.

મિતાલી રાજ હવે વિશ્વ કપમાં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરનારી ભારતીય બની ગઈ છે. આ મામલામાં તેણે મોહમ્મદ અહરુદ્દીનનો જૂનો ભારતીય રેકોર્ડ તોડ્યો છે. મિતાલી આ મામલામાં માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વની અન્ય મહિલા કેપ્ટનોથી પણ આગળ છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

અઝહરના ભારતીય રેકોર્ડ પર મિતાલીનું ‘રાજ’

ODI વર્લ્ડ કપની સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરવાનો ભારતીય રેકોર્ડ અગાઉ મોહમ્મદ અઝહરુદ્દીનના નામે હતો. તેણે 23 વર્લ્ડ કપ મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી હતી પરંતુ, મિતાલી રાજે હવે આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેને આ સફળતા વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં મળી હતી.

મિતાલી રાજની આ 24મી મેચ હતી, જેમાં તે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કમાન સંભાળી રહી હતી. આ પહેલા તેણે છેલ્લી 23 મેચમાં 14માં ભારતને જીત અપાવી છે. આ સાથે જ ભારતે 8 મેચ હારી છે. જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી.

આ યાદીમાં ધોની ત્રીજા નંબરે છે

આઈસીસી વર્લ્ડ કપની સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરનાર ભારતીયોની યાદીમાં એમએસ ધોની ત્રીજા નંબર પર છે. ધોનીએ વર્લ્ડ કપની 17 મેચોમાં ટીમ ઈન્ડિયાની આગેવાની સંભાળી છે.

આ પણ વાંચોઃ Cricket: 34 વર્ષીય ભારતીય ક્રિકેટરે નિવૃત્તિ જાહેર કરી, ગયા અઠવાડિયે સદી ફટકારી, વિરાટ-રોહિત સાથે ખૂબ રમ્યો હતો

આ પણ વાંચોઃ IPL 2022: T20 વિશ્વકપ જીતનારા ખેલાડીને KKR એ પોતાની સાથે જોડ્યો, ઇંગ્લેન્ડના એલેક્સ હેલ્સનુ લેશે સ્થાન

g clip-path="url(#clip0_868_265)">