IPL 2022 Auction: ‘ખેલ મંત્રી’ પર ના ખેલાયો ‘દાવ’, પ્રધાન સાહેબનુ આઇપીએએલના મેદાનમાં ફરી ઉતરવાનુ સપનુ અધૂરુ રહી ગયુ

Manoj Tiwary Auction Price: મેગા ઓક્શનમાં રમતગમત મંત્રી મનોજ તિવારી (Manoj Tiwary) ની બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા હતી.

IPL 2022 Auction: 'ખેલ મંત્રી' પર ના ખેલાયો 'દાવ', પ્રધાન સાહેબનુ આઇપીએએલના મેદાનમાં ફરી ઉતરવાનુ સપનુ અધૂરુ રહી ગયુ
Manoj Tiwary પશ્વિમ બંગાળના રમત ગમત પ્રધાન છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 8:44 AM

આઇપીએલ 2022 ની હરાજી (IPL 2022 Auction) માં દુનિયાભરના ખેલાડીઓ વેચાયા હતા, પરંતુ રમત ગમત પ્રધાનને ખરીદવા માટે કોઈ મળી શક્યું ન હતું. ખેલ મંત્રીના નામની બોલી પણ ન લાગી. અમે વાત કરી રહ્યા છીએ ભારતીય ક્રિકેટર મનોજ તિવારી (Manoj Tiwary) વિશે, જેઓ પશ્ચિમ બંગાળના ખેલ મંત્રી પણ છે. IPL 2022ની મેગા ઓક્શનમાં મનોજ તિવારીએ તેની બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા રાખી હતી. પરંતુ આ હોવા છતાં, તેમને ખરીદવા માટે કોઈ મળી શક્યું નથી.

મનોજ તિવારી આ પહેલા પણ IPL રમવાનો અનુભવ ધરાવે છે. તે અગાઉ દિલ્હી ડેરડેવિલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ જેવી ટીમો માટે રમી ચૂક્યો છે. મનોજ તિવારીએ વર્ષ 2008માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે તેની છેલ્લી ODI જુલાઈ 2015માં રમી હતી. 12 ODIમાં કુલ 287 રન બનાવનાર મનોજ તિવારીએ ભારત માટે 3 T20 મેચ પણ રમી છે. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ભલે લાંબી ન હોય, પરંતુ 2006-07માં રણજી ટ્રોફીમાં તેનું પ્રદર્શન ભૂલી શકાય તેમ નથી. આ સિઝનમાં તેણે 99.50ની એવરેજથી 796 રન બનાવ્યા હતા.

મનોજ તિવારીને ખરીદનાર મળ્યો નથી

IPL 2022ની મેગા ઓક્શનમાં ખરીદદાર ન મળ્યા બાદ હવે એ વાત નિશ્ચિત છે કે મનોજ તિવારી 15મી સિઝનમાં રમતા જોવા નહીં મળે. આ વખતે 4 ટીમોમાંથી IPL રમનાર આ ભારતીય ક્રિકેટરને કોઈ ફ્રેન્ચાઈઝીએ ખરીદ્યો નથી. આમ પણ ખરીદનારને તે ત્યારે જ મળી શકે જ્યારે તેના નામની બોલી લગાવવામાં આવશે. 50 લાખની મૂળ કિંમત હોવા છતાં મનોજ તિવારીનું નામ ઓક્શન હોલમાં સાંભળવા મળ્યુ નહોતું. તે સ્પષ્ટ છે કે તેની રાજકીય કારકિર્દી શરૂ થતાંની સાથે જ તેની આઈપીએલ કારકિર્દી લગભગ સમાપ્ત થઈ ગઈ છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

રાજકારણની પીચ પર શાનદાર પદાર્પણ કર્યું

રાજનીતિની પીચ પર મનોજ તિવારીની શરૂઆત પણ શાનદાર રહી છે. તે તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર પશ્ચિમ બંગાળના હાવડાની શિબપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને 32339 મતોથી જીત્યા હતા. ચૂંટણી જીત્યા બાદ તેણે કહ્યું હતું કે, ‘હું મારી ફિટનેસ જાળવી રાખીશ. હું વધુ થોડો સમય બંગાળ માટે રમવાની શક્યતા નકારી શકતો નથી. બંગાળ ક્રિકેટમાં પોતાની સફર જારી છે, પરંતુ આઇપીએલમાં રમવાની શક્યતાઓ સમાપ્ત થઇ ગઇ છે.

આ પણ વાંચોઃ IPL 2022 Auction: ફ્રેન્ચાઇઝીઓએ વિદેશી ખેલાડીઓ પર લુટાવ્યા પૈસા, જાણો કોણ રહ્યા સૌથી મોંઘા

આ પણ વાંચોઃ GT, IPL 2022 Auction: ગુજરાત ટાઇટન્સ કયા ખેલાડીઓ થયા સામેલ, જાણો કયા ખેલાડીને કેટલા રુપિયામાં ખરીદ્યો, જુઓ પુરી યાદી

g clip-path="url(#clip0_868_265)">