GT, IPL 2022 Auction: ગુજરાત ટાઇટન્સ કયા ખેલાડીઓ થયા સામેલ, જાણો કયા ખેલાડીને કેટલા રુપિયામાં ખરીદ્યો, જુઓ પુરી યાદી
આઇપીએલ (IPL 2022) માં બે નવી ટીમો આગામી સિઝનમાં રમતી જોવા મળનારી છે. જેમાની એક ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) છે. ગુજરાતની આ ટીમે આઇપીએલ ઓક્શન દરમિયાન પોતાના પર્સનો સારી રીતે ઉપયોગ કરીને સંતુલિત ટીમ રચવા માટે પ્રયાસ કર્યો છે. અભિનવ મનોહર જેવા નવોદિત ખેલાડીને ટીમમાં પોતાની સાથે જોડવા સહિત શાનદાર ટીમ મેદાનમાં જોવા મળે એવો […]
આઇપીએલ (IPL 2022) માં બે નવી ટીમો આગામી સિઝનમાં રમતી જોવા મળનારી છે. જેમાની એક ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) છે. ગુજરાતની આ ટીમે આઇપીએલ ઓક્શન દરમિયાન પોતાના પર્સનો સારી રીતે ઉપયોગ કરીને સંતુલિત ટીમ રચવા માટે પ્રયાસ કર્યો છે. અભિનવ મનોહર જેવા નવોદિત ખેલાડીને ટીમમાં પોતાની સાથે જોડવા સહિત શાનદાર ટીમ મેદાનમાં જોવા મળે એવો પ્રયાસ કર્યો છે. ટીમનો કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા (Hardik Pandya) પર પહેલાથી જ પસંદગી કરવામાં આવી છે. ગુજરાત ટાઇટન્સમાં આ પ્રમાણેના ખેલાડીઓને જોડવામાં આવ્યા છે.
સૌ પહેલા તો ગુજરાત ટાઇટન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની વાત કરવામાં આવે તો, તે મૂળ ગુજરાતી ખેલાડી છે અને તે ગુજરાતની ટીમને લીડ કરનારો છે. તેને 15 કરોડ રુપિયાની સેલરી સાથે ટીમ સાથે જોડ્યો હતો. હાર્દિક 2015 થી આઇપીએલમાં સામેલ છે. તે અત્યાર સુધીમાં 92 મેચ રમ્યો છે. આ દરમિયાન તેણે 1476 રન નોંધાવ્યા છે. તે મુંબઇ ઇન્ડિયન્સનો હિસ્સો હતો અને જ્યાં તેણે કરેલા શાનદાર પ્રદર્શને જ તેના કરિયરને નવી ઉંચાઇઓ આપી હતી.
ગુજરાતની ટીમમાં અફઘાનિસ્તાનના શાનદાર ખેલાડી રાશિદ ખાનને પોતાની સાથે ઓક્શન પહેલા જોડ્યો હતો. આ ઉપરાંત શુભમન ગિલ પણ ઓક્શન પહેલા ગુજરાતની ટીમમાં સામેલ થઇ ચુક્યો હતો. ટીમમાં વિકેટકીપર તરીકે રીદ્ધીમાન સાહા અને મેથ્યૂ વેડને સામેલ કર્યા છે.
IPL 2022ની હરાજીના પહેલા દિવસે જ ગુજરાત ટાઇટન્સ ટીમે કેટલાક મહત્વપૂર્ણ ખેલાડીઓને ખરીદ્યા હતા. જેમાં મોહમ્મદ શમીને 6.25 કરોડમાં, જેસન રોયને 2 કરોડમાં, લોકી ફર્ગ્યુસનને 10 કરોડમાં પોતાના બનાવ્યા હતા. ગુજરાતે રાહુલ તેવટિયાને પણ 9 કરોડમાં ખરીદ્યો હતો.
આવી છે ટીમ
હાર્દિક પંડ્યાઃ કેપ્ટન, ઓલ રાઉન્ડર, કિંમત 15 કરોડ (રિટેન ખેલાડી) રાશિદ ખાનઃ બોલર, કિંમત 15 કરોડ (રિટેન ખેલાડી) શુભમન ગિલઃ બેટ્સમેન, કિંમત 8 કરોડ (રિટેન ખેલાડી)
અભિનવ મનોહર સદરંગાનીઃ બેટ્સમેન, કિંમત 2.60 (બેઝ પ્રાઇઝ 20 લાખ) જેસન રોયઃ બેટ્સમેન, કિંમત 2 કરોડ (બેઝ પ્રાઇઝ 2 કરોડ) ડેવિડ મીલરઃ બેટ્સમેન, કિંમત 3 કરોડ (બેઝ પ્રાઇઝ 1 કરોડ)
રાહુલ તેવટીયાઃ ઓલરાઉન્ડર કિંમત 9 કરોડ (બેઝ પ્રાઇઝ 20 લાખ) ડોમિનીક ડ્રેક્સઃ ઓલરાઉન્ડર કિંમત 1.10 કરોડ (બેઝ પ્રાઇઝ 75 લાખ) જયંત યાદવઃ ઓલરાઉન્ડર કિંમત 1.70 કરોડ (બેઝ પ્રાઇઝ 1 કરોડ) વિજય શંકરઃ ઓલરાઉન્ડર કિંમત 1.40 કરોડ (બેઝ પ્રાઇઝ 50 લાખ) દર્શન નલકંડેઃ ઓલરાઉન્ડર કિંમત 20 લાખ (બેઝ પ્રાઇઝ 20 લાખ) પ્રદિપ સાગવાનઃ ઓલરાઉન્ડર, કિમત 20 લાખ (બેઝ પ્રાઇઝ 20 લાખ) ગુરુકીરત માનઃ ઓલરાઉન્ડર, કિમત 50 લાખ (બેઝ પ્રાઇઝ 50 લાખ)
બી સાંઇ સુદર્શનઃ ઓલરાઉન્ડર, કિમત 20 લાખ (બેઝ પ્રાઇઝ 20 લાખ)
મેથ્યૂ વેડઃ વિકેટકીપર, કિંમત 2 કરોડ (બેઝ પ્રાઇઝ 2.40 કરોડ) ઋદ્ધીમાન સાહાઃ વિકેટકીપર, કિંમત 1 કરોડ (બેઝ પ્રાઇઝ 1.9 કરોડ)
લોકી ફરગ્યુશનઃ બોલર, કિંમત 10 કરોડ (બેઝ પ્રાઇઝ 2 કરોડ) મોહમ્મદ શામીઃ બોલર, કિંમત 6.25 કરોડ (બેઝ પ્રાઇઝ 2 કરોડ) આર સાંઇ કિશોરઃ બોલર, કિંમત 3 કરોડ (બેઝ પ્રાઇઝ 20 લાખ) નૂર અહેમદ, બોલરઃ કિંમત 30 લાખ (બેઝ પ્રાઇઝ 30 લાખ) યશ દયાલ, બોલરઃ કિંમત 3.20 કરોડ (બેઝ પ્રાઇઝ 20 લાખ) અલ્ઝારી જોસેફઃ બોલર, કિંમત 2.40 કરોડ (બેઝ પ્રાઇઝ 75 લાખ) વરુણ આરોનઃ બોલર, કિમત 50 લાખ (બેઝ પ્રાઇઝ 50 લાખ)