LSG vs DC IPL Match Result: લખનૌ સુપર જાયન્ટ્સનો દિલ્હી સામે 6 વિકેટથી વિજય, ડિકોકના શાનદાર 80 રન
Lucknow Super Giants Vs Delhi Capitals IPL Match Result: દિલ્હીની ટીમની સિઝનમાં બીજી હાર છે, જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સે ત્રીજી જીત નોંધાવી છે. ક્વિન્ટન ડિકોકની શાનદાર અડધી સદીની મદદ વડે લખનૌની ટીમે જીત મેળવી હતી.
IPL 2022 ની 15 મેચ દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants Vs Delhi Capitals) વચ્ચે મુબંઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાઈ હતી. ટોસ જીતીને લખનૌના કેપ્ટન કેએલ રાહુલે (KL Rahul) પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. રન ચેઝ કરવાની યોજના સફળ બનાવતા લખનૌએ દિલ્હી સામે જીત મેળવી હતી. લખનનૌના ઓપનર અને વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડિકોકે (Quinton de Kock) શાનદાર ઈનીંગ રમતા અડધી સદી ફટકારી હતી. 19.4 ઓવરમાં લખનૌએ 155 રન 4 વિકેટે કરી લઈ જીત મેળવી હતી. આયુષ બડોનીએ અંતમાં વિજયી છગ્ગો ફટકાર્યો હતો.
કેએલ રાહુલ અને ક્વિન્ટન ડિકોકે લખનૌને સારી શરુઆત અપાવી હતી. બંનેએ 73 રનની ભાગીદારી રમત રમી હતી. જોકે કેએલ રાહુલ કુલદીપ યાદવનો શિકાર થતા પ્રથમ વિકેટના રુપમાં પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 25 બોલમાં 24 રન ફટકાર્યા હતા. આ દરમિયાન 1 ચોગ્ગો અને 1 છગ્ગો ફટકાર્યો હતો. એવિન લુઇસે 13 બોલમાં 5 રનની ઇનીંગ રમી હતી.
ડિકોકે 52 બોલમાં 80 રનની શાનદાર ઈનીંગ રમી હતી. તેણે 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તેણે લખનૌની જીત માટેની મહત્વની ભૂમિકા ભજવી હતી. જીતનો પાયો તેણે રાહુલ સાથે મળીને નાંખ્યો હતો. પરંતુ કમનસીબે જીતની નજીક પહોંચતા તે કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. દીપક હુડાએ 13 બોલમાં 11 રન કર્યા હતા અને તે અંતિમ ઓવરના પ્રથમ બોલે વિકેટ ગુમાવી બેઠો હતો. આયુષ બડોનીએ અંતિમ ઓવરમાં પહેલા ચોગ્ગો કરી સ્કોર બરાબર કર્યો અને અંતમાં પોતાના અંદાજમાં શોટ લગાવી વિજયી છગ્ગા વડે જીત અપાવી હતી.
આવી રહી દિલ્હીની ઈનીંગ
પૃથ્વી શૌ અને ડેવિડ વોર્નરે દિલ્હીની ટીમની રમતની શરુઆત કરી હતી. પૃથ્વીએ વોર્નરને સ્ટ્રાઈક આપવાને બદલે મોટેભાગે પોતાની પાસે જ રાખીને બેટને ચારે તરફ ગુમાવતી રમત રમી હતી. તેણે 34 બોલનો સામનો કરીને 61 રન ફટકાર્યા હતા. આ દરમિયાન 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. જોકે પૃથ્વી ને કૃષ્ણપ્પા ગૌતમે શિકાર કર્યો હતો. પૃથ્વીની વિકેટ 67 રનના સ્કોર પર ગુમાવી હતી, જેમાં 61 રન તેના નામે રહ્યા હતા. જ્યારે ડેવિડ વોર્નર 12 બોલનો સામનો કરીને 4 રન બનાવીને શો બાદ તુરત જ પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો.
રોવમેન પોવેલે પણ ખાસ દમ દેખાડ્યો નહોતો. તે 10 બોલનો સામનો કરીને માત્ર 3 રન કરી શક્યો હતો. જોકે બાદમાં કેપ્ટન ઋષભ પંત અને સરફરાઝ ખાને સ્થિતીને સંભાળીને ટીમનો સ્કોર આગળ વધાર્યો હતો. બંને એ ચોગ્ગા અને છગ્ગા વાળી રમતની ભાગીદારી રમત રમી હતી. સરફરાઝે અણનમ 36 રન કર્યા હતા, જે તેણે 28 બોલનો સામનો કરીને 3 ચોગ્ગાની મદદ થી નોંધાવ્યા હતા. જ્યારે કેપ્ટન ઋષભ પંતે 36 બોલમાં 39 રન કર્યા હતા. તેણે 2 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. આમ બંને વચ્ચે 57 બોલમાં 75 રનની ભાગીદારી રમત નોંધાઈ હતી.
આ પણ વાંચો : મહેન્દ્ર સિંહ ધોનીના IPL પ્રોમોને લઈને થયો હંગામો, ASCIએ કંપનીને જાહેરાત હટાવવાનો નિર્દેશ આપ્યો
આ પણ વાંચો : Sabarkantha: હિંમતનગરમાં કોંગ્રેસ, પાટીદાર અને રાજપૂત અગ્રણીઓ ભાજપમાં જોડાયા, સીઆર પાટીલે કરાવ્યા કેસરીયા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-