LSG vs MI Live Score Highlights, IPL 2022 : મુંબઈ ઈન્ડિયન્સની હાર, લખનૌએ 36 રન થી મેળવી જીત
Lucknow Super Giants vs Mumbai Indians Live Score in Gujarati: મુંબઈ ઈન્ડિયન્સની ટીમ અત્યાર સુધી સાત મેચ રમી છે જેમાંથી તે એક પણ મેચ જીતી શકી નથી.

IPL માં આજે લખનઉ સુપર જાયન્ટ્સ મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. સતત સાત પરાજયનો સામનો કરી ચુકેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ જીત માટે આશા રાખી રહ્યુ છે. તે પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. જોકે, આજે આ પડકાર તેમના માટે આસાન નથી. તેની સામે પ્રથમ વખત લીગમાં રમી રહેલી લખનૌ સુપર જાયન્ટ્સ છે. કેએલ રાહુલની કપ્તાનીમાં આ ટીમ અત્યાર સુધીમાં સાત મેચ રમી છે જેમાંથી ચારમાં તેણે જીત મેળવી છે. આ ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે.
LSG vs MI: બંને ટીમોની પ્લેઇંગ XI
મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, ડેવાલ્ડ બ્રેવિસ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, કિરોન પોલાર્ડ, હૃતિક શોકીન, ડેનિયલ સેમ્સ, જસપ્રિત બુમરાહ, જયદેવ ઉનડકટ, રિલે મેરેડિથ
લખનૌ સુપર જાયન્ટ્સ: કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, મનીષ પાંડે, માર્કસ સ્ટોઈનીસ, દીપક હુડા, આયુષ બદોની, ક્રુણાલ પંડ્યા, જેસન હોલ્ડર, દુષ્મંતા ચમીરા, મોહસીન ખાન, રવિ બિશ્નોઈ.
LIVE Cricket Score & Updates
-
Lucknow vs Mumbai, LIVE Score: અંતિમ ઓવરમાં પોલાર્ડ, ઉનડકટ બાદ ડેનિયલ સેમ્સ આઉટ
કૃણાલ પંડ્યા અંતિમ ઓવર લઈને આવ્યો હતો જે ઓવરમાં તેણે 2 વિકેટ મેળવી હતી.
-
Lucknow vs Mumbai, LIVE Score: તિલક વર્મા આઉટ
27 બોલમાં 38 રન ફટકારીને તિલકે મુંબઈની આશાઓને જીવતી કરી હતી, પરંતુ તેના આઉટ થવાને લઇને હવે ફરી એકવાર મુંબઈ પર મુશ્કેલીના વાદળો ઘેરાયા છે.
-
-
Lucknow vs Mumbai, LIVE Score: પોલાર્ડે સિક્સ ફટકારી
17મી ઓવર મોહસીન ખાન લઈને આવ્યો હતો. તેના બીજા બોલ ને પોલાર્ડે સ્કેવર લેગ પર થી સિધો જ છગ્ગા માટે મોકલી દીધો હતો. ઓવરમાં મુંબઈના ખાતામાં 9 રન મળ્યા હતા.
-
Lucknow vs Mumbai, LIVE Score: તિલકે મુંબઈની જગાવી આશા
લખનૌના બોલરોએ એક બાદ એક તિલક વર્માએ પરેશાન કરી મુક્યા છે. આ સાથે જ હવે મુંબઈની આશાઓ જીવંત થઈ છે. 16મી ઓવર લઇને આવેલા જેસન હોલ્ડરના બોલ પર તિલકે સળંગ બે ચોગ્ગા ફટકાર્યા હતા. ઓવરમાં મુંબઈને 12 રન મળ્યા હતા.
-
Lucknow vs Mumbai, LIVE Score: બિશ્નોઈની ઓવરમાં તિલકની ધમાલ
તિલક વર્માએ 14 ઓવર મુંબઈના ફેન્સને ખુશ કરી દેનારી રમી દર્શાવી હતી. ઓવરમાં 2 છગ્ગા તિલકે ફટકાર્યા હતા. રવિ બિશ્નોઈ લઈને આવેલ ઓવરના પ્રથમ બોલનુ સ્વાગત તેણે છગ્ગા થી કર્યુ હતુ. તેમજ ઓવરના ચોથા બોલે ફરી એકવાર છગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં મુંબઈને 16 રન મળ્યા હતા.
-
-
Lucknow vs Mumbai, LIVE Score: સૂર્યકુમાર આઉટ
12 ઓવર આયુષ બદોની લઈને આવ્યો હતો. બદોનીએ સૂર્યાને રાહુલ ના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો.
-
Lucknow vs Mumbai, LIVE Score: સૂર્યકુમારની શાનદાર બાઉન્ડરી
સૂર્યકુમાર યાદવે 11 મી ઓવરના અંતિમ બોલ પર શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો. રવિ બિશ્નોઈની આ ઓવરમાં મુંબઈ એ 7 રન બનાવ્યા હતા.
-
Lucknow vs Mumbai, LIVE Score: મુંબઈની ત્રીજી વિકેટ પડી
મુંબઈએ તેની ત્રીજી વિકેટ પણ ગુમાવી છે અને આ વખતે કેપ્ટન રોહિત શર્માને પેવેલિયન પરત ફરવું પડ્યું છે. સતત 3 ઓવરમાં 3 વિકેટ પડી છે. 10મી ઓવરમાં, કૃણાલ પંડ્યા પણ આવ્યો અને સ્લોગ સ્વીપ કરવા માટે તેનો ચોથો બોલ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બેટની ઉપરની કિનારી વાગી ગઈ અને શોર્ટ થર્ડ મેનને આસાન કેચ આપવામાં આવ્યો. રોહિત શર્મા સારી લયમાં હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ તે પછી મોટી ઇનિંગ રમવાનું ચૂકી ગયો.
રોહિત શર્માએ 31 બોલમાં 39 રન બનાવ્યા હતા.
-
Lucknow vs Mumbai, LIVE Score: મુંબઈ બીજી વિકેટ ગુમાવી
મુંબઈએ બે ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી છે. છેલ્લી ઓવરમાં આવેલો ડેવાલ્ડ બ્રેવિસ પણ આઉટ થયા બાદ પરત ફર્યો હતો.
-
Lucknow vs Mumbai, LIVE Score: ઈશાન કિશન વિચિત્ર રીતે કેચ થયો આઉટ
મુંબઈની પહેલી વિકેટ પડી છે અને ઈશાન કિશનને પેવેલિયન પરત ફરવું પડ્યું છે. ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા ઈશાન કિશનને આ વખતે નસીબ ન મળ્યું અને તે વિચિત્ર રીતે આઉટ થયો. 8મી ઓવરમાં રવિ બિશ્નોઈનો પહેલો બોલ કટ થઈ ગયો હતો, પરંતુ બેટના તળિયે અથડાયા બાદ બોલ વિકેટકીપરના જૂતામાં વાગી ગયો અને સ્લિપ ફિલ્ડરના હાથમાં ગયો. લાંબી તપાસ બાદ અમ્પાયરે આઉટ જાહેર કર્યો.
ઈશાન કિશને 20 બોલમાં માત્ર 8 રન બનાવ્યા હતા.
-
Lucknow vs Mumbai, LIVE Score: પાવરપ્લેમાં મુંબઈએ 43 રન બનાવ્યા હતા
જેસન હોલ્ડરે છઠ્ઠી ઓવર નાખી અને 12 રન આપ્યા. હોલ્ડરે ઓવરના ચોથા બોલ પર સીધો સિક્સર ફટકારી હતી. તેણે આ શોટ પૂરી તાકાતથી રમ્યો હતો. રોહિતે ઓવરના આગલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. પાવરપ્લેમાં મુંબઈએ 43 રન બનાવ્યા છે. રોહિતે 19 બોલમાં 31 રન અને ઈશાને અત્યાર સુધીમાં 17 બોલમાં 6 રન બનાવ્યા છે.
-
Lucknow vs Mumbai, LIVE Score: રોહિતનુ એટેક જારી
કૃણાલ પંડ્યાએ પાંચમી ઓવરમાં 8 રન આપ્યા હતા. આ ઓવરમાં પણ રોહિતે ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરના છેલ્લા બોલ પર રોહિતે એક્સ્ટ્રા કવર પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ સિવાય ઓવરમાં માત્ર ચાર સિંગલ જ આવ્યા હતા.
-
Lucknow vs Mumbai, LIVE Score: રોહિત તરફથી શાનદાર બાઉન્ડ્રી
રોહિત શર્માએ ચોથી ઓવરની શરૂઆત કરી હતી. તેણે મિડ-ઓન પર બોલ રમ્યો અને બાઉન્ડ્રી ફટકારી. રોહિત આજે સારી લયમાં જોવા મળી રહ્યો છે. જોકે, તે ઈશાન સાથે સ્ટ્રાઈક રોટેટ કરવામાં સક્ષમ નથી.
-
Lucknow vs Mumbai, LIVE Score: જેસન હોલ્ડરે તેની પ્રથમ ઓવરમાં 6 રન આપ્યા હતા
જેસન હોલ્ડરે ત્રીજી ઓવર નાખી અને છ રન આપ્યા. ઓવરની બીજી ઇનિંગમાં રોહિતે બોલ લેગ સાઇડ પર રમ્યો જે બાઉન્ડ્રીની પાર ગયો. રોહિત શર્મા ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે અને આજે તેની પાસે ટીમને પ્રથમ જીત અપાવવાની તક છે
-
Lucknow vs Mumbai, LIVE Score: ઈશાન કિશનને ખભા પર બોલ વાગ્યો
દુષ્મંતા ચામિરા મુંબઈની બેટીંગ ઈનીંગની બીજી ઓવર લઈને આવ્યો હતો. જે ઓવરના ચોથો બોલ ઈશાન કિશનના ડાબા ખભા પર વાગ્યો હતો. ચામિરાએ શોર્ટ બોલ નાંખ્યો હતો અને કે જબરદસ્ત ઉછળ્યો હતો. જે બોલ સીધો જ ખભા પર વાગ્યો હતો, જે ખભાને અથડાઈને ફિલ્ડરના હાથમાં ગયો હતો અને આઉટની અપીલ કરાઈ હતી. ઈજાને લઈ ફિઝીયો મેદાન પર દોડી આવ્યો હતો. ઓવરમાં મુંબઈને માત્ર 1 રન મળ્યો હતો.
-
Lucknow vs Mumbai, LIVE Score: રોહિત શર્માની બાઉન્ડરી
રોહિત શર્મા અને ઇશાન કિશન ઓપનીંગ બેટ્સમેન તરીકે ક્રિઝ પર આવ્યા છે. પ્રથમ ઓવરના અંતિમ બોલે રોહિત શર્માએ બાઉન્ડરી ફટકારી હતી. મોહસિન ખાન ઈનીંગની પ્રથમ ઓવર લઈને આવ્યો હતો, જેણે બીજો બોલ વાઈડ ફેંક્યો હતો જેની પર મુંબઈના ખાતામાં 5 રન જમા થયા હતા. પ્રથમ ઓવરમાં 11 રન મુંબઈના સ્કોર બોર્ડમાં નોંધાયા હતા.
-
Lucknow vs Mumbai, LIVE Score: લખનૌએ 168 રન બનાવ્યા
ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે બેટિંગ માટે પહેલા મેદાને ઉતારવામાં આવ્યુ ત્યારે લખનૌ સુપર જાયન્ટ્સે છ વિકેટે 168 રન બનાવ્યા હતા. લખનૌ તરફથી કેપ્ટન લોકેશ રાહુલે સૌથી વધુ અણનમ 103 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી કિરોન પોલાર્ડ અને રિલે મેરેડિથે બે-બે વિકેટ લીધી હતી.
-
Lucknow vs Mumbai, LIVE Score: બદોની આઉટ
આયુષ બદોની અંતિમ ઓવરમાં વિકેટ ગુમાવી હતી. તેણે 11 બોલમાં 14 રન કરીને વિકેટ ગુમાવી હતી.
-
Lucknow vs Mumbai, LIVE Score: કેએલ રાહુલની સદી
અંતિમ ઓવરમાં છગ્ગો ફટકારીને રાહુલે પોતાની સદી પૂર્ણ કરી હતી. સિઝનમાં તેણે બીજુ શતક ફટકાર્યુ છે. રાહુલે એકલા હાથે ટીમને સન્માનજનક સ્કોર પર પહોંચાડ્યુ હતુ
-
Lucknow vs Mumbai, LIVE Score: રાહુલની સળંગ ત્રણ બાઉન્ડરી
જયદેવ ઉનડકટને ફરી એકવાર રાહુલનો માર સહન કરવો પડ્યો હતો. 18મી ઓવરના અંતિમ ત્રણેય બોલ પર કેએલ રાહુલે સળંગ ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. ઓવરમાં લખનૌને 15 રન મળ્યા હતા. આમ લખનૌનો સ્કોર 151 રન પર પહોંચ્યો હતો.
-
Lucknow vs Mumbai, LIVE Score: રાહુલના બે ચોગ્ગા
જસપ્રીત બુમરાનો સામનો 17મી ઓવરમાં કરવા દરમિયાન કેએલ રાહુલે બે ચોગ્ગા ફટકાર્યા હતા. ઓવરના પ્રથમ બોલ જે સ્લોઅર હતો તેને બેકવર્ડ પોઇન્ટ પર ફટકાર્યો હતો. ઓવરના અંતિમ બોલ કે જે ફુલટોસ હતો તેને પણ ચોગ્ગા ના રુપમાં ફેરવી દીધો હતો.
-
Lucknow vs Mumbai, LIVE Score: દીપક હૂડા પેવેલિયન પરત
રિલે મેરિડીથે મુંબઈને પાંચમી સફળતા અપાવી હતી. બ્રેવિસ ડેવિલ્સના હાથમાં દીપક હૂડાને કેચ ઝીલાવ્યો હતો. દીપક 9 બોલમાં 10 રન નોંઘાવીને વિકેટ ગુમાવી હતી.
-
Lucknow vs Mumbai, LIVE Score: દીપક હૂડાએ બાઉન્ડરી ફટકારી
જયદેવ ઉનડકટ 15મી ઓવર લઈને આવ્યો હતો શરુઆતના બંને બોલ પર રાહુલ અને હુડાએ સિંગલ રન લીધા હતા. બાદમાં ત્રીજા બોલ પર દીપક હુડાએ કવર ડ્રાઈવ પર બાઉન્ડરી ફટકારી હતી. સ્લોવર ડીલીવરી પર હુડાએ ચાર રન મેળવ્યા હતા. ઓવરમાં જયદેવે 8 રન ગુમાવ્યા હતા. આમ લખનૌનો સ્કોર 116 રન પર 4 વિકેટે પહોંચ્યો હતો.
-
Lucknow vs Mumbai, LIVE Score: કૃણાલ પંડ્યા સસ્તામાં આઉટ
કિયરોન પોલાર્ડે મુંબઈને ચોથી સફળતા અપાવી હતી અને પોતાની બીજી વિકેટ ઝડપી હતી. કૃણાલ પંડ્યાને ચતુરાઈ થી આઉટ કરાવ્યો હતો. કૃણાલ પંડ્યા માત્ર 1 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. પોલાર્ડે શૌકીનના હાથમાં તેને કેચ ઝડપાવ્યો હતો.
-
Lucknow vs Mumbai, LIVE Score: સ્ટોઈનીસ શૂન્યમાં આઉટ
આમ તો 13 મી ઓવર ડેનિયલ સેમ્સે ખરાબ ઓવર કરી હતી. પરંતુ તેણે માર્ક્સ સ્ટોઈનીસની વિકેટ ઝડપીને મહત્વની સફળતા અપાવી હતી. સ્ટોઈનીસ શૂન્ય રન પર જ પેવેલિયન પરત ફર્યો હતો. તે તિલક વર્માના હાથમાં કેચ ઝડપાયો હતો
-
Lucknow vs Mumbai, LIVE Score: ડેનિયલ સેમ્સની ખરાબ બોલીંગ, રાહુલે ફાયદો ઉઠાવ્યો
ડેનિયલ સેમ્સે 13મી ઓવર એકદમ ખરાબ રીતે કરી હતી. તેણે ઓવરને પૂર્ણ કરવા દરમિયાન 4 વાઇડ બોલ ફેંક્યા હતા. તો વળી તેની લાઈન લેન્થ અયોગ્ય રહેવાને લઇને રાહુલે પુરો ફાયદો ઉઠાવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ સહિત બે છગ્ગા ફટકાર્યા હતા. જોકે તેને સ્ટોઈનીસની વિકેટ મળતા રાહત રહી હતી.
-
Lucknow vs Mumbai, LIVE Score: મનિષ પાંડે આઉટ
કિયરોન પોલાર્ડે મનિષ પાંડેની વિકેટ ઝડપીને રાહુલ અને મનિષની જોડીને તોડી હતી. બંને ક્રિઝ પર જામ્યા હતા એવા સમયે જ પોલાર્ડે મુંબઈની અપેક્ષા ચતુરાઈ પૂર્વક પુરી કરી હતી. તેણે મેરિડીથના હાથમાં મનિષનો કેચ ઝડપાવ્યો હતો. મનિષે 22 બોલમાં 22 રન નોંધાવ્યા હતા.
-
Lucknow vs Mumbai, LIVE Score: રાહુલની ફીફટી
કેએલ રાહુલે છેલ્લી ત્રણ ઓવર થી રમતને આક્રમક બનાવી છે. તેણે અંદાજ બદલ્યો છે. 11મી ઓવરમાં સીંગલ અને ડબલ રન લેવા સાથે એક બાઉન્ડરી ફટકારી હતી. આ ઓવરમાં તેણે પોતાની અડધી સદી પુરી કરી હતી. તેણે 37 બોલમાં આ ફીફટી નોંધાવી હતી.
-
Lucknow vs Mumbai, LIVE Score: રાહુલે ગીયર બદલ્યો
દબાણની સ્થિતી હવે રાહુલે બદલવા સફળ પ્રયાસ કર્યો છે. રાહુલે લખનૌની અપેક્ષાનુસારની ઓવર નિકાળી હતી. રિલે મેરિડીથની ઓવરમાં 17 રન ફટકાર્યા હતા. રાહુલે બેટ ખોલીને ધોલાઈ કરતા એક છગ્ગો અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. ઓવરના પાંચમાં અને અંતિમ બોલ પર સળંગ ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા ત્રીજા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. આમ ટીમનો સ્કોર 72 રન એક વિકેટ પહોંચ્યો હતો.
-
Lucknow vs Mumbai, LIVE Score: રાહુલની શાનદાર સિક્સ
9મી ઓવરના અંતિમ બોલે કેએલ રાહુલે શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. દબાણને હળવુ કરવા માટે રાહુલ માટે આ જરુરી હતી. આ પહેલા ઓવરમાં સિંગલ રન મેળવ્યા હતા. જયદેવ ઉનડકટની આ ઓવરમાં લખનૌના ખાતામાં 10 રન આવ્યા હતા.
-
Lucknow vs Mumbai, LIVE Score: સીંગલ અને ડબલ રન પર લખનૌ નિર્ભર
શૌકીન 8મી ઓવર લઈને આવ્યો હતો આ ઓવરમાં લખનૌએ 7 રન મેળવ્યા હતા. પ્રથમ ત્રણ અને અંતિમ બે બોલ પર સિંગલ રન તેમજ ચોથા બોલ પર 2 રન મેળવીને સ્કોર બોર્ડને ફરતુ રાખવાનો પ્રયાસ રાહુલ અને મનિષ પાંડેએ કર્યો હતો. આમ ટીમનો સ્કોર 8 ઓવરના અંતે 45 રન પર એક વિકેટે પહોંચ્યો હતો.
-
Lucknow vs Mumbai, LIVE Score: મુંબઈના બોલરોએ દબાણ સર્જ્યુ
લખનૌની ટીમની સ્થિતી દબાણજનક લાગી રહી છે. મુંબઈના બોલરોએ નિયંત્રણ સર્જ્યુ છે. 7મી ઓવરમાં 6 રન આવ્યા હતા. પરંતુ બેટ્સમેનોને સહેજ પણ છુટ લેવાનો મોકો મુંબઈએ આપ્યો નહોતો. સાતમી ઓવર ડેનિયલ સેમ્સ લઈને આવ્યો હતો અને તેણે છ રન ઓવરમાં આપ્યા હતા.
-
Lucknow vs Mumbai, LIVE Score: પાવર પ્લેમાં લખનોના ખાતામાં 32 રન
પાંચમી ઓવર બાદ છઠ્ઠી ઓવર પર લખનૌ માટે નિરાશાજનક રહી હતી. બંને ઓવરમાં ખાસ કંઈ રન લખનૌના ખાતામાં જમા થયા નહોતા. છઠ્ઠી ઓવરમાં માત્ર 3 રન આવ્યા હતા. આ સાથે જ પાવર પ્લેમાં લખનૌને માત્ર 32 રન મળ્યા હતા. આ દરમિયાન એક વિકેટ ગુમાવી હતી. જયદેવ ઉનડકટ ઈનીંગની છઠ્ઠી ઓવર લઈને આવ્યો હતો.
-
Lucknow vs Mumbai, LIVE Score: લખનૌ પર ડીકોકની વિકેટ બાદ દબાણની સ્થિતી
ડીકોકની વિકેટ ગુમાવ્યા બાદ આગળની ઓવરમાં માત્ર 2 જ રન મેળવી શકાયા હતા. આ પહેલા ટીમ લયમમાં આવી હતી, એવા સમયે જ વિકેટ ગુમાવતા જ જાણે કે તુરતજ પાંચમી ઓવરમાં રન પર અંકુશ આવ્યુ હતુ. જે મુંબઈ માટે રાહત રુપ છે. પાંચમી ઓવર રીલે મેરેડિથ લઈને આવ્યો હતો અને તેણે ત્રીજા અને અંતિમ બોલ પર એક એક રન આપ્યો હતો.
-
Lucknow vs Mumbai, LIVE Score: મુંબઈને બુમરાહે અપાવી પ્રથમ સફળતા
ક્વિન્ટન ડી કોકને આઉટ કરીને મુંબઈને પ્રથમ સફળતા જસપ્રીત બુમરાહે અપાવી છે. ડીકોક આગળના બોલે બાઉન્ડરી પર કેચ ડ્રોપ થતા જીવતદાન મળ્યુ હતુ, સાથે જ ટીમને છગ્ગો મળ્યો હતો, કારણ કે એ બોલ હાથમાં છુટીને સીધો બાઉન્ડરીની પાર પડ્યો હતો. પરંતુ બીજા જ બોલ પર તે વિકેટ ગુમાવી બેઠો હતો. બુમરાહના બોલ પર તે રોહિત શર્માના હાથમાં કેચ ઝડપાયો હતો. ડીકોક 9 બોલનો સામનો કરીને 10 રન બનાવીને આઉટ થયો હતો.
-
Lucknow vs Mumbai, LIVE Score: કેએલ રાહુલે ખોલ્યુ બેટ
ડેનિયલ સેમ્સ ત્રીજી ઓવર લઈને આવ્યો હતો. આ ઓવરમાં કેએલ રાહુલે બેટને ખોલી દીધુ હતુ. તેમે ખે બાદ એક બે સળંગ ચોગ્ગો ફટકાર્યા હતા. ઓવરના બીજા અને ત્રીજા બોલ પર બાઉન્ડરી ફટકારી હતી. ઓવરમાં 14 રન લખનૌએ મેળવ્યા હતા.
-
Lucknow vs Mumbai, LIVE Score: બીજી ઓવરમાં રાહુલે બાઉન્ડરી મેળવી
હ્રીતીક શૌકીન બીજી ઓવર લઈને આવ્યો હતો અને તેણે પ્રથમ ચાર બોલ પર કેએલ રાહુલને પકડી રાખ્યો હતો. જોકે પાંચમાં બોલ પર રાહુલે રુમ બનાવીને લોંગ ઓફ પર બાઉન્ડરી મેળવી હતી. આમ ઓવરમાં લખનૌને 4 રન મળ્યા હતા.
-
Lucknow vs Mumbai, LIVE Score: સેમ્સે પ્રથમ ઓવરમાં 2 રન આપ્યા હતા
ડેનિયલ સેમ્સે પ્રથમ ઓવર નાખી અને બે રન આપ્યા. આ ઓવરમાં માત્ર બે જ રન આવ્યા હતા. મુંબઈને શરૂઆતથી જ દબાણ બનાવવા માટે વિકેટ લેવાની જરૂર છે
-
Lucknow vs Mumbai, LIVE Score: લખનૌની બેટિંગ શરૂ
લખનૌ સુપર જાયન્ટ્સની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ક્વિન્ટન ડી કોક અને કેએલ રાહુલ ઓપનિંગ કરવા માટે આવ્યા છે જ્યારે ડેનિયલ સેમ્સ બોલિંગની શરૂઆત કરી રહ્યા છે.
-
Lucknow vs Mumbai, LIVE Score: મુંબઈ ઈન્ડિયન્સ 3 વર્ષ પછી વાનખેડે મેદાન પર રમી રહ્યુ છે
મુંબઈ ઈન્ડિયન્સ 2019 પછી પ્રથમ વખત તેના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમી રહ્યુ છે. કેપ્ટન રોહિતે ટોસ સમયે કહ્યું હતું કે તે પોતાના હોમ ગ્રાઉન્ડ પર પરત ફરીને ઘણો ખુશ છે અને આજે મેચ જીતવાની આશા સાથે બહાર આવ્યો છે.
-
Lucknow vs Mumbai, LIVE Score: લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ ઈલેવન
લખનૌ સુપર જાયન્ટ્સની ટીમમાં આજે અવેશ ખાન ઈજાના કારણે બહાર થઈ ગયો છે અને તેની જગ્યાએ મોહસીન ખાનને તક મળી છે.
લખનૌ સુપર જાયન્ટ્સ: કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, મનીષ પાંડે, માર્કસ સ્ટોઈનીસ, દીપક હુડા, આયુષ બદોની, ક્રુણાલ પંડ્યા, જેસન હોલ્ડર, દુષ્મંતા ચમીરા, મોહસીન ખાન, રવિ બિશ્નોઈ.
-
Lucknow vs Mumbai, LIVE Score: મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન
મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.
મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, ડેવાલ્ડ બ્રેવિસ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, કિરોન પોલાર્ડ, હૃતિક શોકીન, ડેનિયલ સેમ્સ, જસપ્રિત બુમરાહ, જયદેવ ઉનડકટ, રિલે મેરેડિથ
-
Lucknow vs Mumbai, LIVE Score: મુંબઈ એ ટોસ જીત્યો
મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કેપ્ટન રોહિત શર્માએ કર્યો હતો. આમ લખનૌ સુપર જાયન્ટ્સની ટીમને પ્રથમ બેટીંગ કરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ.
-
Lucknow vs Mumbai, LIVE Score: લખનૌનું દમદાર પ્રદર્શન
લખનૌની બેટિંગ અત્યાર સુધી શાનદાર રહી છે. બેટિંગનું નેતૃત્વ કેપ્ટન કેએલ રાહુલ (265 રન) કરી રહ્યો છે. 16 એપ્રિલે બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી મેચમાં તેણે 60 બોલમાં અણનમ 103 રનની ઇનિંગ રમી હતી. ટીમનો બીજો ઓપનર ક્વિન્ટન ડી કોક (215 રન) પણ સારી લયમાં છે. કૃણાલ પંડ્યા આરસીબી સામેની છેલ્લી મેચમાં ટોપ સ્કોરર હતો પરંતુ આયુષ બદોની અને દીપક હુડાએ સારી શરૂઆતને મોટા સ્કોરમાં બદલવાની જરૂર છે.
-
Lucknow vs Mumbai, LIVE Score: મુંબઈની પ્રથમ જીતની રાહ જોવાઈ રહી છે
સતત સાત હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આજે કોઈ પણ સંજોગોમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે જીતવા ઈચ્છશે. લીગના ઈતિહાસમાં મુંબઈ પહેલી એવી ટીમ છે જેણે તેની પ્રથમ સાત મેચ ગુમાવી હોય.
Published On - Apr 24,2022 6:52 PM