લિટન દાસે પાકિસ્તાનની ખુશી છીનવી લીધી, શાનદાર સદી ફટકારીને બાંગ્લાદેશને બચાવ્યું
લિટન દાસે કમાન સંભાળી ત્યારે, આ મેચની પ્રથમ ઇનિંગમાં બાંગ્લાદેશે માત્ર 26 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. લિટન દાસે મેહદી હસન મિરાજ સાથે મળીને 165 રનની વિક્રમી ભાગીદારી કરી અને ટીમને મેચમાં વાપસી કરાવી. લિટન દાસે, 138 રન ફટકાર્યા હતા. પાકિસ્તાને બીજા દાવમાં 9 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી.
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન લિટન દાસે, પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ મેચમાં આશ્ચર્યજનક સદી ફટકારી હતી. રાવલપિંડીમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે, લિટ્ટને ટીમની પ્રથમ ઈનિંગમાં જબરદસ્ત સદી ફટકારી હતી, જેના આધારે બાંગ્લાદેશે માત્ર 26 રનમાં 6 વિકેટ ગુમાવ્યા બાદ જોરદાર વાપસી કરી હતી અને મેચમાં પાછુ લાવી દીધુ. લિટનની ટેસ્ટ કારકિર્દીની આ ચોથી સદી છે, જ્યારે બીજી વખત તેણે પાકિસ્તાન સામે સદી ફટકારી છે. આ દરમિયાન લિટને મેહદી હસન મિરાજ સાથે સદીની વિક્રમી ભાગીદારી પણ કરી હતી.
સદી ફટકારીને ટીમને બચાવી
ટેસ્ટ શ્રેણીમાં 1-0થી આગળ ચાલી રહેલી બાંગ્લાદેશની ટીમ બીજી ટેસ્ટમાં મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. પાકિસ્તાનની જેમ ફરી એકવાર તેમનો ટોપ ઓર્ડર પણ નિષ્ફળ ગયો હતો અને પાકિસ્તાની ફાસ્ટ બોલરોએ દિવસના પહેલા કલાકમાં જ 6 વિકેટ ઝડપી હતી. ખુર્રમ શહઝાદે 4 અને મીર હમઝાએ 2 વિકેટ લઈને બાંગ્લાદેશી બેટિંગની કમર તોડી નાખી હતી. આવી સ્થિતિમાં 7મા નંબરે બેંટિંગમાં ઉતરેલા લિટન દાસે ઇનિંગની કમાન સંભાળી લીધી અને શાનદાર સદી ફટકારી પાકિસ્તાનની જીતની ખુશી છિનવી લીધી. લિટન દાસે 228 બોલમાં 138 રન ફટકાર્યા હતા.
The century moment
Fourth Test for Litton Das #PAKvBAN | #TestOnHai pic.twitter.com/yMsFLtW66k
— Pakistan Cricket (@TheRealPCB) September 1, 2024
લિટને દિવસના ત્રીજા સેશનમાં 171 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ખાસ વાત એ છે કે જ્યારે લિટન સદીથી માત્ર 17 રન જ દૂર હતો ત્યારે બાંગ્લાદેશની 8મી વિકેટ પડી હતી અને તેની સાથે 10માં નંબરનો બેટ્સમેન ક્રિઝ પર હતો. ઉપરાંત ચાનો વિરામ પણ થયો હતો. ત્રીજા સેશનમાં આવેલા લિટ્ટને હજુ પણ બેંટિગ સંભાળી હતી અને વધુ સમય લીધા વિના પોતાની સદી પૂરી કરી હતી. તેણે અબરાર અહેમદના બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની ચોથી ટેસ્ટ સદી પૂરી કરી, જ્યારે પાકિસ્તાન સામે બીજી વખત સદી પૂરી કરી.
મેહિદી સાથે મળીને ઇનિંગ્સને સંભાળી હતી
લિટન દાસે જોરદાર સદી ફટકારી હતી પરંતુ આ દરમિયાન તેને મેહદી હસન મિરાઝનો પણ સારો સાથ મળ્યો હતો. જ્યારે 26 રનમાં 6 વિકેટ પડી ત્યારે આ બંને બેટ્સમેનોએ ઇનિંગ્સ પર કબજો જમાવ્યો હતો. બંનેએ પહેલા પાકિસ્તાની ઝડપી બોલરોના હુમલાનો શાનદાર રીતે સામનો કર્યો અને પછી પાકિસ્તાનના બોલરોના બોલને ચોમેર ફટકા મારવાનુ શરૂ કર્યા. છેલ્લી મેચમાં પણ બંને બેટ્સમેનોએ ટીમને લીડ અપાવી હતી અને આ વખતે 7મી વિકેટ માટે 165 રન જોડીને ટીમને બચાવી લીધી હતી. મેહિદી સતત બીજી ટેસ્ટમાં સદીની નજીક આવ્યા બાદ આઉટ થયો હતો. ગત ટેસ્ટ મેચમાં તે 77 રન પર આઉટ થયો હતો અને આ વખતે તેની વિકેટ 78 રન પર પડી હતી.