Legends League Cricket: ઈરફાન પઠાણની ટીમની બોલીંગ દરમિયાન ચાલુ મેચે ક્રિકેટ સ્ટેડિયમમાં અંધારપટ છવાયો-Video

ઉત્તર પ્રદેશના લખનૌમાં આવેલ એકાના સ્ટેડિયમમાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (Legends League Cricket) ની મેચ ચાલી રહી હતી, એ દરમિયાન ચાલુ મેચમાં જ વિજળી ગુલ થઈ જતા મેચ 8 મિનિટ રોકી દેવી પડી હતી.

Legends League Cricket: ઈરફાન પઠાણની ટીમની બોલીંગ દરમિયાન ચાલુ મેચે ક્રિકેટ સ્ટેડિયમમાં અંધારપટ છવાયો-Video
Legends League Cricket ની મેચ 8 મિનિટ રોકાઈ ગઈ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2022 | 9:30 AM

લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (Legends League Cricket) ની બીજી મેચ રવિવારે લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ઈરફાન પઠાણ (Irfan pathan) ના નેતૃત્વમાં ભીલવાડા કિંગ અને હરભજન સિંહ (Harbhajan Sinh) ની ટીમ મણિપાલ ટાઈગર સામસામે ટકરાઈ હતી. આ મેચમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા હતા. ઉત્તર પ્રદેશના બીજા સૌથી મોટા મેદાન પર રમાઈ રહેલી મેચમાં અચાનક અંધારું થઈ ગયું અને 8 મિનિટ સુધી આખું મેદાન અંધારામાં ડૂબી ગયું.

8 મિનિટ માટે વિજળી ગુલ રહી

મણિપાલ ટાઈગરની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. તેની શરૂઆત ખરાબ રહી હતી. હરભજન સિંહની ટીમની બેટિંગ ચાલી રહી હતી ત્યારે અચાનક ફ્લડ લાઇટમાં ખામી સર્જાતા મેદાન પર અંધારું છવાઈ ગયું હતું. આ જોઈને ત્યાં હાજર ખેલાડીઓ અને દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ પછી સ્ટેડિયમમાં હાજર પ્રશંસકોએ મોબાઈલ નિકાળ્યા અને તેની ટોર્ચ લાઈટ શરુ કરીને અંધારામાં પ્રકાશનો પ્રયાસ કર્યો. એક રીતે, તેમણે ક્રાઉડ વેવ શરૂ કર્યો જે સામાન્ય રીતે મોટા પોપ સ્ટાર્સના કોન્સર્ટમાં જોવા મળે છે. 8 મિનિટની રાહ જોયા બાદ ફરીથી મેદાન પર લાઈટ આવી અને મેચ શરૂ થઈ. જો કે, આટલા મોટા મેદાન પર આટલું અણધડ વહીવટ જોઈને ચાહકોને ખૂબ જ આશ્ચર્ય થયું હતું.

નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો

એકાના સ્ટેડિયમ ઉત્તર પ્રદેશનું બીજું સૌથી મોટું સ્ટેડિયમ છે

કાનપુરના ગ્રીન પાર્ક પછી એકાના સ્ટેડિયમ ઉત્તર પ્રદેશનું બીજું સૌથી મોટું સ્ટેડિયમ છે. આ મેદાનની દર્શક ક્ષમતા 50 હજાર છે. આ મેદાન પર ઘણી આંતરરાષ્ટ્રીય મેચો પણ રમાઈ છે. જો આવી જ સ્થિતિ આંતરરાષ્ટ્રીય મેચમાં બની હોત તો BCCI ને ઘણું નુકસાન થયું હોત.

ઈરફાન પઠાણની ટીમે મેચ જીતી

ઈરફાન પઠાણ અને હરભજન સિંહની ટીમો વચ્ચે રમાઈ રહેલી આ મેચ લીગની બીજી મેચ હતી. ઈરફાને ટોસ જીતીને હરભજનના મણિપાલને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મણિપાલે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 157 રન બનાવ્યા હતા. મોહમ્મદ કૈફે ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 59 બોલમાં 73 રન બનાવ્યા હતા. આ સાથે જ પ્રદીપ સાહુએ 19 બોલમાં 30 રન બનાવ્યા હતા. જવાબમાં યુસુફ પઠાણના 28 બોલમાં 44 રનની તોફાની ઇનિંગના કારણે ભીલવાડા કિંગ્સની ટીમે 19.4 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">