Learn Cricket Video : આ રીતે બનો રિવર્સ સ્વિંગ બોલિંગના બાદશાહ, જાણો ટેકનીક
Reverse Swing Bowling : આગામી 2 મહિના સુધી ભારતના 10 ક્રિકેટ સ્ટેડિયમમાં વર્લ્ડ કપનો રોમાંચ જોવા મળશે. 10 ટીમોના ખેલાડીઓ વર્લ્ડ કપ માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ રહ્યા છે. દરેક ક્રિકેટર પોતાની અનોખી રમત માટે જાણીતા હોય છે. કેટલાક બોલર રિવર્સ સ્વિંગ બોલિંગથી બેટ્સમેનના આઉટ કરતા હોય છે. ચાલો જાણીએ કે સ્વિંગ બોલિંગ માટે કઈ ટેકનીક સારી રહેશે.

Learn Cricket : ક્રિકેટના ઈતિહાસમાં ઘણી મેચ છેલ્લી ઓવરમાં ગઈ છે. મોટા ભાગે બેટ્સમેનો કમાલ કરીને પોતાની ટીમને જીતાડતા હોય છે. પણ કેટલાક બોલર્સ એવા પણ હોય છે જે પોતાની ધારદાર બોલિંગની (Bowling) મદદથી બેટ્સમેનને ચોંકાવી દેતા હોય છે અને છેલ્લી ઓવરમાં ટીમને જીત અપાવતા હોય છે.
મેચના મહત્વના સમયમાં રિવર્સ સ્વિંગ બોલિંગ બેટ્સમેનો માટે ધારદાર પ્રયોગ સાબિત થાય છે. વસીમ અકરમ જેવા પાકિસ્તાની ઝડપી બોલરોએ રિવર્સ સ્વિંગ બોલિંગથી અનેક વિકેટો મેળવી છે. તો ચાલો જાણીએ પરફેક્ટ રિવર્સ સ્વિંગ બોલિંગની રીત.
આ પણ વાંચો : ક્રિકેટનો “મિલ્ખા સિંહ” : પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ રનિંગ કરી 6678 રન બનાવવા કેટલા કિલોમીટર દોડ્યો ?
આ રીતે કરો રિવર્સ સ્વિંગ બોલિંગ
મેચની શરુઆતમાં નવા બોલ સાથે બોલર ઈન સ્વિંગ અને આઉટ સ્વિંગ બોલિંગ કરીને બેટ્સમેનને હંફાવે છે. પણ જ્યારે બોલ જૂનો થઈ જાય છે ત્યારે સ્વિંગ કરવામાં મુશ્કેલી થાય છે. તેવામાં 20-30 ઓવર પછી રિવર્સ સ્વિંગનો પ્રયોગ શરુ કરે છે.
રિવર્સ સ્વિંગ કરાવવા માટે બોલર બોલની સીમ એટલે કે સિલાઈને એક તરફથી સતત ચમકાવતો રહે છે અને બીજી બાજુને ખરબચડુ રાખે છે. રિવર્સા સ્વિંગ કરાવવા માટે બોલર સિલાઈ પર આંગળીઓ રાખીને શરીરથી બોલને દૂર રાખીને બોલ ફેંકે છે. આ વીડિયોમાં તમે રિવર્સ સ્વિંગ બોલિંગની ટેકનીક જોઈ શકો છો.
કોણે કરી રિવર્સ સ્વિંગની શોધ ?
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રિવર્સ સ્વિંગનો સૌથી પહેલો પ્રયોગ પાકિસ્તાની ઝડપી હોલર સરફરાઝ નવાઝે શરુ કર્યો હતો. મળતી માહિતી અનુસાર તેને આ ટેકનીક પાકિસ્તાનના અન્ય સ્થાનિક બોલર સલીમ મીર પાસેથી શીખવા મળી હતી. સરફરાઝે આ રિવર્સ સ્વિંગની ટેકનીક ઈમરાન ખાનને શીખવી હતી. અને ધીરે ધીરે વસીમ અકરમ અને વકાર યૂનુસ જેવા બોલર સહિત આખી દુનિયાને આ અનોખા પ્રયોગની જાણ થઈ.
રિવર્સ સ્વિંગ પાછળનું વિજ્ઞાન શું છે ?
રિવર્સ સ્વિંગ પાછળ વાયુગતિનું ખાસ વિજ્ઞાન છે. બોલનો જે બાગ ચિકણો હોય હોય છે તેના પર હવાને કારણે વધારે દબાણ થાય છે. જ્યારે ખડબચડા ભાગ પર ઓછું દબાણ જોવા મળે છે. બોલર પીચ પર જ્યારે બોલ ફેંકે છે જ્યારે ચિકણા ભાગ પર દબાણ વધતા બોલ સ્વિંગ થાય છે.